ભારતમાં માથા અને ગળાના કેન્સરના સૌથી વધારે કેસ સામે આવે છે. દેશમાં કેન્સરના 40 ટકાથી વધારે કેસ તેના જ હોય છે. ખાવા ખાવામાં સમસ્યા અને અવાજમાં ફેરફાર જેવા લક્ષણો દર્શાવે છે કે કેન્સરની તપાસ કરાવવી જરૂરી છે.
ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના કેન્સર એક્સપર્ટ ડૉ. પ્રવીણ ગર્ગના જણાવ્યા પ્રમાણે, કેન્સરના આવા કેસ મહિલાઓની સરખામણીએ પુરુષોમાં વધારે જોવા મળે છે. 50 વર્ષથી વધારે ઉંમરના પુરુષોના શરીરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે મનાવવામાં આવે છે. આજે જાણીએ માથા અને ગળાના કેન્સરના કેસ વધવાનું કારણ શું છે અને તેને કેવી રીતે અટકાવવું.
કેન્સરને અટકાવવા માટે 3 વાતો સમજવી જરૂરી છે
1. સૌથી પહેલા જાણો, કેસ કેમ વધી રહ્યા છે
કેન્સર એક્સપર્ટ ડૉ. પ્રવીણ ગર્ગના જણાવ્યા પ્રમાણે, માથા અને ગળાના કેન્સરના 75 ટકા કેસનું સૌથી મોટું કારણ દારૂ અને તમાકુ છે. જે લોકો આ બંને વસ્તુઓનું સેવન કરે છે તેમને જોખમ વધી જાય છે.
તમાકુનું સેવન બે પ્રકારે કરવામાં આવે છે. પહેલા તમાકુને ચાવવું, ગુટખા, ખૈની, સિગારેટ અથવા બીડીના રૂપમાં. બીજું એરોમેટિક બીટલના પાંદડા અને નટ્સ જેને મનુષ્ય મોંમાં રાખીને ચાવે છે.
તમાકુમાં નિકોટિનને લીધે માણસને તેની ટેવ પડી શકે છે અને આદત છૂટતી નથી. તેમાં 300 પ્રકારના એવા તત્ત્વો હોય છે જે કેન્સરનું કારણ બને છે.
2. કયા લક્ષણ દેખાતા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ?
3. માથું અને ગળાનું કેન્સર એટલે શું અને તેનાથી કેવી રીતે બચવું?
એક્સપર્ટ કહે છે, તમાકુ કે અન્ય કોઈ પાન ચાવવાથી મોઢામાં નિકોટિન રિલીઝ થવા લાગે છે. તેને લીધે પેઢા ખરાબ થવા લાગે છે અને લાળ બનવાની પ્રક્રિયા પર ખરાબ અસર થાય છે. તમાકુમાં હાજર કેન્સર ફેલાવતા તત્ત્વો શરીરમાં પહોંચે છે અને અહીંથી જ કેન્સરની શરૂઆત થાય છે, શરીરમાં નિકોટિન પહોંચવાની આ એક રીત છે. આ ઉપરાંત સિગારેટ, તમાકુની સ્મેલ અને સેકન્ડ સ્મોકિંગ પણ તેનું કારણ બની શકે છે.
ઘણા બધા લોકોને લાગે છે કે અમેરિકા અને નોર્વેમાં મળતા પ્રોસેસ્ડ તમાકુથી કેન્સર થતું નથી પરંતુ આવું નથી. વૈજ્ઞાનિક હજુ પણ કેન્સરથી બચવાની રીત શોધી રહ્યા છે. પરંતુ સફળતા મળી નથી. માત્ર તમાકુ અને તેની પ્રોડક્ટ તથા આલ્કોહોલથી દૂર રહીને કેન્સરનું જોખમ ઓછુ કરી શકાય છે.
4. ભારતમાં તમાકુના સેવન કરતા લોકો ઓછા નથી, તેથી કેસ ઓછા થતા નથી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.