તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • 4 Symptoms Like Fever, Diarrhea And Abdominal Cramps Indicate That If The Corona Occurs, It Will Be Able To Fight It For A Long Time.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવું રિસર્ચ:તાવ, ઝાડા અને અને પેટમાં મરોડ જેવા 4 લક્ષણો સૂચવે છે કે કોરોના થાય તો લાંબા સમય સુધી તેની સામે લડવાની ક્ષમતા જળવાઈ રહેશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની વિસ્કોન્સિન યુનિવર્સિટીએ રિસર્ચમાં દાવો કર્યો
  • 113 દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું- આ લક્ષણો લાંબી ઈમ્યુનિટી તરફ ઈશારો કરે છે

કોરોનાનો ચેપ લાગ્યા બાદ ખાસ પ્રકારના લક્ષણ દર્શાવે છે કે ઈમ્યુનિટી લાંબા સમય સુધી બની રહેશે. અમેરિકાની વિસ્કોન્સિન યુનિવર્સિટીએ દાવો કર્યો છે કે જો સંક્રમણ દરમિયાન પેટમાં મરોડ, ડાયેરિયા, ભૂખ ન લાગવી અને પેટમાં દુખાવા જેવાં લક્ષણો દેખાય તો વાઈરસ પ્રત્યે ઈમ્યુનિટી એટલે કે તેની સામે લડવાની ક્ષમતા લાંબા સમય સુધી જળવાઈ રહેશે.

કોરોનાના 113 દર્દીઓ પર રિસર્ચ થયું
રિસર્ચ કોરોનાના 113 દર્દીઓ પર થયું. આ દર્દીઓ 5 અઠવાડિયાંથી કોરોનાથી પીડિત હતા. રિકવરી બાદ તેમના પર રિસર્ચ શરૂ થયું. તેમનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, શરીરમાં એન્ટિબોડીઝ વધારે બનવા પર તાવ પણ વધારે હોઈ શકે છે. આ લક્ષણ પણ લાંબી ઈમ્યુનિટીની તરફ ઈશારો કરે છે.

જાણો, કોરોના સંક્રમણના 4 લક્ષણોનું ઈમ્યુનિટી સાથે કનેક્શન

તાવઃ તીવ્ર તાવનો અર્થ લાંબી ઈમ્યુનિટી
કોરોનાનું સૌથી સામાન્ય લક્ષણ તાવ છે. કેટલાક કિસ્સામાં તાવની સાથે ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. નવા રિસર્ચના જણાવ્યા પ્રમાણે, તીવ્ર તાવ વધારે ઈમ્યુનિટી વિકસિત થવાનો એક સંકેત પણ હોઈ શકે છે.

ભૂખ ન લાગવીઃ ઈમ્યુનિટી બનવાની શરૂઆત થવા પર આ લક્ષણ દેખાઈ શકે છે
રિસર્ચમાં બહાર આવ્યું કે, કોરોનાવાઈરસ વિવિધ દર્દીઓમાં વિવિધ રીતે અસર દર્શાવે છે. ઘણા લોકોમાં ભૂખ ન લાગવી, સુગંધ ન આવવી જેવાં લક્ષણો દેખાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ભૂખ ન લાગવી એક ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ જેવું છે. આ લક્ષણ ત્યારે દેખાય છે જ્યારે શરીરમાં વાઈરસની સામે લડવાની ક્ષમતા બનવાનું શરૂ થાય છે.

ડાયેરિયાઃ તેનાં લક્ષણો ઓછાં હોય, તો લાંબી ઈમ્યુનિટી હશે
કોરોનાનાં કેટલાક દર્દીઓમાં ઉલ્ટી અને ઉબકા જેવા લક્ષણો જોવા મળે છે. તે દર્શાવે છે કે દર્દી ડાયેરિયાથી પીડાય રહ્યો છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે જે દર્દીઓમાં ડાયેરિયાના લક્ષણ હળવા હોય છે તેમની અંદર પર કોરોનાની સામે લાંબા સમય સુધી ઈમ્યુનિટી ડેવલપ થાય છે.

પેટમાં મરોડઃ આ લક્ષણ એન્ટિબોડીઝ વધારે બની હોવાનો સંકેત છે
રિસર્ચના અનુસાર, સંક્રમણ દરમિયાનમાં પેટમાં મરોડ પણ એ વાતનો સંકેત હોઈ શકે છે કે રિકવરી બાદ ઈમ્યુનિટી લાંબા સમય સુધી રહેશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, તેના પર હજી વધુ રિસર્ચ કરવાનું બાકી છે. આ રિસર્ચ કોરોનાનાં લક્ષણ અને ઈમ્યુનિટીની વચ્ચેનું એક કનેક્શન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser