કોરોના વાઈરસ સામેની લડતમાં દેશ સહિત દુનિયાભરમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વેક્સિનેશન વધતાં હવે કોરોનાનાં લક્ષણો ના બરોબર થઈ ગયાં છે. ચીનની પેકિંગ યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે, 10માંથી 4 કોરોના સંક્રમિતોમાં કોઈ લક્ષણ જોવા મળતાં નથી. એને કારણે સંક્રમિત વ્યક્તિઓ થર્મલ મશીનના રડારમાં આવતા નથી.
સંક્રમણની જાણ ન હોય તેવી ઈન્ફેક્ટેડ વ્યક્તિ પોતાનો ટેસ્ટ કરાવતા નથી. એને કારણે વાઈરસનો ફેલાવો વાયુવેગે થઈ શકે છે. એસિમ્પ્ટોમેટિક દર્દીઓને કારણે કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધારે છે.
ચાઈનીઝ વૈજ્ઞાનિકોએ તેમના રિસર્ચમાં 95 સ્ટડી રિવ્યુ કર્યો, એમાં આશરે 3 કરોડ લોકોનો ડેટા સામેલ હતા. એમાં 35 સ્ટડી યુરોપનો, 32 નોર્થ અમેરિકાનો અને 25 એશિયાનો હતો. રિસર્ચમાં કોઈપણ લક્ષણ વગરના કોરોના દર્દીઓની ઓળખ કરવામાં આવી.
રિસર્ચમાં આ વાતો સામે આવી
વૈજ્ઞાનિકોની સલાહ
રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે કે કોમ્યુનિટી ટ્રાન્સમિશનથી બચવા માટે મેક્સિમમ લોકોનું ટેસ્ટિંગ થાય એ જરૂરી છે, સાથે જ હેલ્થકેરવર્કર્સનું પણ સતત મોનિટરિંગ થવું જોઈએ, કારણ કે સૌથી વધારે જોખમ તેમને છે.
લક્ષણોની અવગણના ન કરો
માથાનો દુખાવો, શરદી-ઉધરસ, તાવ જેવાં લક્ષણો પણ કોરોનાના હોઈ શકે છે. આવાં લક્ષણોની અવગણના ન કરવી જોઈએ. વેક્સિનેશન અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જ ઉપાયની અસરકારક રીત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.