તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોર્ટ એક્સર્સાઇઝ:શરીરને ફિટ રાખવા માટે 4 મિનિટની એક્સર્સાઇઝ પણ પૂરતી છે, 4, 7 અને 10 મિનિટમાં કેવી રીતે વર્કઆઉટ કરવું જાણો

9 દિવસ પહેલા
 • કૉપી લિંક

જો તમારી પાસે 5 થી 10 મિનિટનો સમય હોય તો તમે જીમમાં પરસેવો પાડવા બરાબર હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ (HIIT)માં 10 મિનિટની કસરત કરી શકો છો. HIITમાં હાઇ સ્પીડની નાની-નાની કસરત શરીર પર મોટી અસર કરે છે. જાણો, 4, 7 અને 10 મિનિટ વર્કઆઉટ્સ જે તમે ઘરે સરળતાથી કરી શકશો.

4 મિનિટ વર્કઆઉટ
જો તમે તમારી 90% ક્ષમતા સાથે 10 અઠવાડિયાં સુધી આ કસરત અઠવાડિયાંમાં ત્રણ વખત કરશો તો તમે બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરી શકો છો.

4 સ્ટેપ્સમાં વર્કઆઉટ

 1. સૌપ્રથમ હળવું વોર્મ-અપ કરો.
 2. હવે 4 મિનિટ સુધી સંપૂર્ણ ક્ષમતા સાથે દોડો, તરો અથવા સાઇકલ ચલાવો. એટલે કે જે તમને ગમતું હોય એવી એક્સર્સાઇઝ એક્ટિવિટી કરો.
 3. હવે અટકો, શ્વાસ કન્ટ્રોલ કરો. અઠવાડિયાંમાં ત્રણ વખત આવું કરો.

7 મિનિટ વર્કઆઉટ
આ એક્સર્સાઇઝને બોડી વેટ, ચેર અથવા દીવાલનો ઉપયોગ કરીને કરી શકાય છે. ખરેખર આ 7 મિનિટની એક્સર્સાઇઝ ખૂબ જ થકવી દે એવી હશે. પરંતુ આ 7 મિનિટ તમને હાઇ ઇન્ટેન્સિટી વર્કઆઉટનો ફાયદો કરાવશે.

12 સ્ટેપ્સમાં આ રીતે વર્કઆઉટ કરો

 1. આ એક્સર્સાઇઝ અનેક સ્ટેપમાં પૂરી થાય છે. 30 સેકંડ સુધી દરેક કસરત કર્યા પછી 10 સેકંડનો બ્રેક લો.
 2. એક્સર્સાઇઝની સિક્વન્સ આ પ્રમાણે હશે. સૌપ્રથમ જમ્પિંગ જેક એટલે કે બંને હાથ અને પગ એકસાથે ખોલીને કૂદો અને ફરી જૂની પોઝિશનમાં આવી જાઓ. ત્યારબાદ વોલ સિટ. દિવાલનો ટેકો લો. તમારા ઘૂંટણને વાળો અને ચેરની પોઝિશિનમાં બેસી જાઓ. હવે 30 સેકંડ પુશઅપ્સ, પછી એબ્ડોમિનલ ક્રંચિઝ કરો. ત્યારબાદ ચેર પર સ્ટેપઅપ અને સ્ક્વોટ્સ કરો. ખુરશી પર ટ્રાઇસેપ્સ ડિપ્સ, પ્લેન્ક, હાઈ ની અથવા એક જ જગ્યાએ દોડ, અલ્ટરનેટિંગ લંજિઝ, રોટેશનમાં પુશઅપ્સ અને બંને બાજુ સાઇડ પ્લેન્ક કરો.
 3. ઓર્લેન્ડોની હ્યુમન પર્ફોર્મન્સ ઇન્સ્ટિટ્યૂટમાં એક્સર્સાઇઝ ફિઝિયોલોજીના ડાયરેક્ટર ક્રિસ જોર્ડનના જણાવ્યા અનુસાર, એક્સર્સાઇઝ દરમિયાન તમારું ડિસકમ્ફર્ટ લેવલ 1 થી 10 પોઇન્ટના સ્કેલમાં 8 હોવું જોઈએ.

10 મિનિટનું વર્કઆઉટ
જો તમને સાયકલ ચલાવવી, દોડવું કે તરવું ગમતું હોય તો આ 10 મિનિટનું વર્કઆઉટ ઓપ્શન તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

7 મિનિટનું વર્કઆઉટ

 1. સૌપ્રથમ બે મિનિટ વોર્મઅપ કરો.
 2. હવે પૂરી ક્ષમતા સાથે 20 સેકંડ સુધી અથવા તો પેડલિંગ કરો અથવા દોડો અને તરો. એટલે કે જે એક્ટિવિટી સૌથી વધારી ગમતી હોય એ કરી શકો છો.
 3. હવે બે મિનિટ માટે બ્રેક લો. ધીમે-ધીમે એક્સર્સાઇઝ કરતા રહો.
 4. હવે બીજીવાર 20 સેકંડ સુધી સંપૂર્ણ ક્ષમતા સાથે પેન્ડલ મારો, દોડો અથવા સ્વીમિંગ કરો.
 5. ત્યારબાદ ફરીથી 2 મિનિટનો બ્રેક લો. ધીમે-ધીમે મનપસંદ એક્સર્સાઇઝ કરતા રહો.
 6. હવે ફરીથી 20 સેકંડ સુધી સંપૂર્ણ ક્ષમતા સાથે પેન્ડલ મારો, દોડો અથવા તરો. એટલે કે 20-20 સેકંડના ત્રણ સ્ટેપમાં ફાસ્ટ સ્પીડમાં એક્સર્સાઇઝ કરવાની છે અને બે મિનિટના ત્રણ રાઉન્ડમાં હળવી એક્સર્સાઇઝ કરવાની છે.
 7. હવે તમારી જાતને 3 મિનિટ સુધી કૂલ ડાઉન કરો. આ રીતે દસ મિનિટમાં 7 સ્ટેપ પૂરા થઈ જશે. એટલે કે અઠવાડિયાંમાં ફક્ત 30 મિનિટ કસરત. તમે આ કસરત અઠવાડિયાંમાં 3 દિવસ કરી શકો છો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser