તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • 4 Causes Of Headache That People Do Not Know, Onions And Processed Food Increase The Pain; Chest Shoulder Problems Can Also Be The Reason For This.

માથાના દુખાવાનું કારણ:ડુંગળી અને પ્રોસેસ્ડ ફૂડને કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે, જાણો આવા કારણો જેનાથી લોકો અજાણ છે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, સારી ઊંઘ લેવાથી માથાનો દુખાવો ઓછો થાય છે
  • તીવ્ર પ્રકાશ, હ્યુમિડિટી, તીવ્ર ગંધ, વાતાવરણમાં ઠંડક હોવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે

હાર્વર્ડ યુનિવર્સિટીથી જોડાયેલા ન્યુરોલોજિસ્ટ ડૉ. સેત આશિના કહે છે કે માઈગ્રેન અથવા તણાવને કારણે થતો માથાનો દુખાવો અથવા ક્લસ્ટર માથાના દુખાવાને વધારતા કારણોને ટ્રિગર કહેવાય છે. અધૂરી ઊંઘ, પ્રોસેસ્ડ ફૂડ અને ગંધ સિવાય પણ અનેક એવા કારણો છે જે માથાના દુખાવાનું કારણ બને છે. જાણો લાઈફસ્ટાઈલથી જોડાયેલા માથાના દુખાવાના કારણો...

ઊંઘ: દુખાવાથી સંબંધ
ઊંઘની ઊણપને કારણે માઈગ્રેન અને તણાવને કારણે માથું દુખે છે. જોકે અત્યાર સુધી તેનું સીધું કનેક્શન જાણી શકાયું નથી, પરંતુ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, દુખાવો અને ઊંઘનું પરસ્પર કનેક્શન જરૂર છે. સારી ઊંઘ લેવાથી માથાનો દુખાવો ઓછો થાય છે.

ડાયટ: પ્રોસેસ્ડ ફૂડથી જોખમ
બીન્સ, દાળ, કેળા, ચીઝ, ડેરી પ્રોડક્ટ અને ડુંગળી માઈગ્રેનનો દુખાવો વધારે છે. નાઈટ્રાઈટ્સ, મોનો સોડિયમ ગ્લુટામેટ ધરાવતા પ્રોસેસ્ડ ફૂડને લીધે માથાનો દુખાવો વધે છે.

વાતાવરણ: તીવ્ર ગંધ પણ કારણ
તેની અસર મોટે ભાગે સીઝનલ હોય છે. વસંત કે પાનખરમાં લોકોને વધારે માઈગ્રેન થાય છે. તીવ્ર પ્રકાશ, હ્યુમિડિટી, તીવ્ર ગંધ, વાતાવરણમાં ઠંડક હોવાથી પણ માથાનો દુખાવો થઈ શકે છે. માઈગ્રેન મહિલાઓમાં વધારે થાય છે.

તણાવ: ખભા-ગરદન પર અસર
તણાવથી ખભા અને ગરદનની માંસપેશીઓ કઠ્ઠણ બની જાય છે. આ ગરદન અને પીઠથી શરૂ થઈ માથા સુધી પહોંચે છે. આવું સતત થવા પર ખભા અને ગરદનમાં પણ માથાની જેમ દુખાવો થાય છે.

50% વસતી વર્ષમાં એક વખત પીડિત બને છે
WHOના જણાવ્યા પ્રમાણે, દુનિયામાં યુવાનોની 50% વસતી વર્ષમાં મિનિમમ એક વખત માથાના દુખાવાથી જોડાયેલા ડિસઓર્ડરથી પીડાય છે. તો દુનિયાના 1.7%થી 4% યુવાનો મહિનામાં 15 દિવસ આ સમસ્યાથી પીડાય છે.

ચહેરા પર થતો દુખાવો પણ માથાના દુખાવાનું કારણ
ચહેરા પર થતા દુખાવાના કારણે પણ માથાનો દુખાવો થાય છે તેને મોટા ભાગે લોકો સમજી શકતા નથી. જર્મનીની હેમ્બર્ગ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, માથાના દુખાવાથી પીડિત 10% લોકો ચહેરાના દુખાવાથી પીડિત હતા. સંશોધકોનું કહેવું છે કે ચહેરાના દુખાવાને અત્યાર સુધી માથાના દુખાવાનું કારણ ગણવામાં આવતું નહોતું.

અન્ય સમાચારો પણ છે...