• Gujarati News
 • Lifestyle
 • Health
 • 38% Indians Eat Instant Noodles In Breakfast, Women Who Eat Noodles Twice A Week Are Becoming Victims Of 'this' Disease

ઇન્ટરનેશનલ નૂડલ ડે:38% ભારતીયો નાસ્તામાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાય છે, આ નૂડલ્સ 2 કલાક પછી પણ પચતા નથી, 2 મિનિટમાં બની જતા નૂડલ્સ ધીમે-ધીમે તમારું આયુષ્ય ઘટાડી રહ્યા છે

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નૂડલ્સથી પેટ તો ભરી જાય છે પણ જરૂરી પોષણ મળતા નથી
 • મેંદામાંથી બનતા નૂડલ્સને બદલે ઘઉંના નૂડલ્સ ખાઓ

આખી દુનિયામાં આજનો દિવસ એટલે કે 6 ઓક્ટોબર ‘નૂડલ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. બાળકોથી લઈને વૃદ્ધજનોને ખુશ કરવા અને ફટાફટ ભૂખ સંતોષવા માટે લોકોની પ્રથમ ચોઈસ નૂડલ્સ છે. આથી જ નૂડલ્સ ખાવા મામલે આપનો દેશ દુનિયાના ટોપ 10 દેશના લિસ્ટમાં સામેલ છે. ભારતમાં આશરે 38% બ્રેકફાસ્ટમાં નૂડલ્સ ખાય છે. ઈવનિંગ સ્નેક હોય કે પછી નાઈટ ડિનર, કોરોનાટાઈમમાં નૂડલ્સની ડિમાન્ડ ખૂબ વધી. નેસ્લેના રિપોર્ટ પ્રમાણે, લોકડાઉન દરમિયાન ઇન્સ્ટન્ટ નૂડલ્સ મેગીનું ધૂમ વેચાણ થયું. હેલ્ધી ડાયટનું ચલણ હોવા છતાં કોરોનાટાઈમમાં મેગીના વેચાણમાં 25%નો વધારો થયો.

નૂડલ્સ માટે વધારે રૂપિયા ખર્ચવા તૈયાર
માર્કેટ ઇન્ટેલિજન્સ એજન્સી Mintelના રિપોર્ટ પ્રમાણે, 20% ભારતીય નૂડલ્સ ભોજનની સાથે સ્નેક તરીકે લે છે, જ્યારે 64% નોર્મલી ખાય છે. વર્ષ 18થી 34 વર્ષની ઉંમરના 41% લોકો સમય બચાવવાના ચક્કરમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાય છે, 28% પેકેજ્ડ બ્રેકફાસ્ટનો વિકલ્પ પસંદ કરે છે. માર્કેટમાં ત્રણ પ્રકારના અલગ-અલગ નૂડલ્સ ફ્લેવર્સ અવેલેબલ છે. તેમાં ફ્રાઈડ નૂડલ, સૂકા ઇન્સ્ટન્ટ નૂડલ અને ફ્રેશ ઇન્સ્ટન્ટ નૂડલ સામેલ છે. વર્ષ 2018માં ભારતમાં લોન્ચ થયેલા 42% ઇન્સ્ટન્ટ નૂડલ મસાલા ફ્લેવરવાળા હતા. હવે ભારતીય નવા ફ્લેવર્સ ટ્રાય કરી રહ્યા છે. 53% ભારતીય ગ્રાહકોએ કહ્યું કે અલગ-અલગ ફ્લેવર્સ માટે અમે વધારે રૂપિયા આપવા તૈયાર છીએ.

પ્લેટમાંથી હેલ્ધી ફૂડ ગાયબ થઈ ગયા
દુનિયાની સૌથી મોટી ખાદ્ય કંપની નેસ્લેના રિપોર્ટ પ્રમાણે, અમારા 60%થી વધારે ફૂડ અને બેવરેજ પ્રોડક્ટ્સ અનહેલ્ધી છે. નૂડલ્સથી પેટ તો ભરી જાય છે પણ જરૂરી પોષણ મળતા નથી. યુનિસેફના રિપોર્ટમાં જણાવ્યું કે, લોકોની પ્લેટમાંથી ફળ, શાકભાજી, ઈંડાં અને દૂધ જેવી વસ્તુઓ ગાયબ થઈ રહી છે. આનું કારણ એ પણ છે કે લોકો કામની શોધમાં ગામ છોડીને શહેરમાં વસી રહ્યા છીએ. દક્ષિણ પૂર્વ એશિયામાં ઈન્ટસ્ન્ટ નૂડલ્સ જેવી ખાણીપીણીથી લાખો બાળકો પાતળા કે ઓછા વજનના હોય છે.

નૂડલ્સનું જન્મસ્થળ કયું છે?
એવું માનવામાં આવે છે કે, નૂડલ્સની સફર ચીનથી શરૂ થઇ. ત્યાંથી તે બીજા એશિયન દેશોમાં પહોંચ્યા. બીજી સદીમાં લખાયેલી હાન સામ્રાજ્યની એક બુકમાં નૂડલ્સનો લેખિત રેકોર્ડ મળ્યો છે. આ દરમિયાન નૂડલ્સને ઘઉંના લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. સૌથી જૂના નૂડલ્સ ચીનની યેલ્લો રિવર પાસે મળ્યા, આ 4000 વર્ષ જૂન હતા. ડબ્બામાં વેક્યુમ હોવાને લીધે નૂડલ્સ બગડ્યા નહીં. ચીમાંથી નૂડલ્સ અલગ-અલગ દેશોમાં પહોંચ્યા અને પછી અલગ ટેસ્ટમાં બનવા લાગ્યા.

1 વર્ષ જૂના નૂડલ્સ ખાવાથી પરિવારમાં 9 લોકોના મૃત્યુ થયા હતા
વર્ષ 2020માં ચીનના નોર્થ-ઇસ્ટ રીજનમાં ઘરે બનાવેલા નૂડલ સૂપ પીવાને લીધે એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ થયા હતા. ચોંકાવનારી વાત એ છે કે, પરિવારના મેમ્બરે આ સૂપ એક વર્ષથી ફ્રિજમાં મૂક્યો હતો. કોર્ન ફ્લોરમાંથી બનેલો આ સૂપ સવારના નાસ્તામાં પીધો હતો. તે પીધાને અમુક કલાકો પછી બધાની તબિયત બગડી અને ઘરના 9 મેમ્બરે દુનિયાને અલવિદા કહ્યું.

ભારતમાં પણ નૂડલ્સ ખાવાને લીધે જીવ ગુમાવ્યો
આપણા દેશમાં પણ ખરાબ નૂડલ્સ ખાવાથી મોતનો કેસ સામે આવી ગયો છે. વર્ષ 2015માં બેંગલુરુમાં મા અને દીકરીનું શંકાસ્પદ મૃત્યુ થયું. તપાસમાં ખબર પડી કે તેમણે રાતે નૂડલ્સ ખાધા હતા. ડૉક્ટરે મૃત્યુનું કારણ ફૂડ પોઈઝનિંગ જણાવ્યું હતું.

‘બ્લેક ડે’ પર બ્લેક નૂડલ્સ ખવાય છે
દક્ષિણ કોરિયામાં વેલેન્ટાઈન ડે પર મહિલાઓ પુરુષોને ચોકલેટ્સ અને ગિફ્ટ આપે છે. 14 માર્ચે વ્હાઇટ ડે પર પુરુષો મહિલાઓને રીટર્ન ગિફ્ટ આપે છે. જે લોકોને 14 ફેંરુઆરી કે 14 માર્ચે કોઈ ગિફ્ટ ના મળે તેઓ 14 એપ્રિલે બ્લેક ડે સેલિબ્રેટ કરે છે અને રેસ્ટોરાંમાં જઈને બ્લેક નૂડલ્સ ખાય છે.

આ મંદિરમાં નૂડલ્સનો પ્રસાદ મળે છે
ભારતમાં એક એવું મંદિર પણ છે જ્યાં પ્રસાદીમાં તમને કોઈ મીઠાઈ નહીં પણ નૂડલ્સ મળશે. કોલકાતામાં ટંગરા વિસ્તારમાં ચાઈનીઝ કાલી મંદિરમાં કાળી માતાને પ્રસાદીમાં નૂડલ્સ અને ફ્રાઈડ રાઈસનો ભોગ ચડાવવામાં આવે છે. અહીં આવતા ભક્તોને પ્રસાદમાં પણ આ વસ્તુ જ મળે છે. દેશનું અનોખું મંદિર ચાઈનાટાઉન તરીકે ઓળખવામાં આવે છે. બ્રિટિશ ટાઈમમાં વેપાર દરમિયાન અમુક ચાઈનીઝ અહીં વસી ગયા હતા. એ પછીથી આ જગ્યાને ચાઈનાટાઉન કહેવામાં આવે છે. આ મંદિરમાં સ્થાનિક ચાઈનીઝ લોકો જ પૂજા કરે છે.

ઇન્સ્ટન્ટ નૂડલ્સ કેટલા ખતરનાક?
એક સ્ટડી પ્રમાણે, 10,700 મહિલાઓ જેઓ અઠવાડિયાંમાં બે વખત નૂડલ્સ ખાય છે તેમનામાં હાર્ટ રિસ્ક વધી ગયું. અમેરિકામાં નેશનલ ટેક્સિકોલોજી પ્રોગ્રામ હેઠળ રિસર્ચમાં ખબર પડી કે, અઠવાડિયાંમાં બેથી વધારે વખત નૂડલ્સ ખાતી મહિલાઓમાં મેદસ્વિતા, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ વધવાથી મેટાબોલિક સિન્ડ્રોમનું રિસ્ક રહે છે. સાથે જ હાર્ટ રિસ્ક અને ડાયાબિટીસની શક્યતાઓ વધી જાય છે.

નૂડલ્સથી આ જોખમ થવાની શક્યતા

 • સ્થૂળતા
 • હાઈ બ્લડ પ્રેશર અને હાડકાના રોગ
 • માથામાં દુખાવો કે એલર્જી
 • કેન્સર
 • બાળકોના વિકાસમાં અડચણ
 • મિસકેરેજનું રિસ્ક
 • મેમરી લોસ
 • કિડનીને નુકસાન
 • ન્યૂરોલોજી ડિસઓર્ડર
 • નૂડલ્સ જીવન ઓછું કરી રહ્યું છે

ગુરુગ્રામમાં ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ક્લિનિકલ ન્યૂટ્રિશનિસ્ટ દીપ્તિ ખાટૂજાએ કહ્યું, માર્કેટમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સના પેકેટ ઘણા સસ્તા મળે છે. પરંતુ તેમાં કોઈ ન્યૂટ્રિશન હોતા નથી. ફેટ અને સોલ્ટનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, પરંતુ પ્રોટીન ઓછું હોય છે. 2 મિનિટમાં રેડી થતા નૂડલ્સ ધીમે-ધીમે તમારું આયુષ્ય ઓછું કરી રહ્યા છે. નૂડલ્સ બનાવવા સરળ છે પણ તેના પરિણામ અત્યંત ખરાબ છે. નૂડલ્સ 2 કલાક પછી પણ પચતા નથી. લાંબા સમયથી થોડી-થોડી માત્રામાં સેવન કરવાથી લિવર ડેમેજ થઈ શકે છે. તેના બાયોકેમિકલ રિએક્શનથી કેન્સર જેવી બીમારીનું જોખમ વધે છે.

આટલી વાતોનું ધ્યાન રાખો
​​​​​​​દીપ્તિએ જણાવ્યું, મેંદામાંથી બનતા નૂડલ્સ ના ખાવા જોઈએ. મહિનામાં એક કે બે વખત જ ખાવા જોઈએ. ઘઉંના નૂડલ્સનો ઉપયોગ કરી શકો છો. નૂડલ્સ બનાવો ત્યારે તેમાં શાકભાજી વધારે નાખો. પ્રોડક્ટ ખરીદતી વખતે તેની ન્યૂટ્રિશન વેલ્યુ અને એક્સપાયરી ડેટ ચોક્કસ ચેક કરો.