તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • 30 Times The Risk Of Death Due To Covid In Those With Weak Liver, Keep The Liver Healthy With This 7 Day Diet Plan

લિવર અને કોરોના:લિવરનું સ્વાસ્થ્ય નબળું હોય તેવાં લોકોને કોરોનાથી મૃત્યુ થવાનું જોખમ 30ગણું વધારે, 7 દિવસના આ ડાયટ પ્લાનથી લિવરનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લિવરની ગંભીર બીમારી સિરોસિસથી પીડિત દર્દીઓમાં કોરોના સંક્રમણ થવા પર મૃત્યુનું જોખમ 30ગણું વધે છે
  • કેનેડિયન લિવર ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, લિવર શરીરનાં 500 પ્રકારના કાર્યો કરે છે

કોરોના અને લિવર એટલે કે યકૃતનાં સ્વાસ્થ્ય સાથે કનેક્શન છે. અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થા CDCનું કહેવું છે કે, લિવરની ગંભીર બીમારી સિરોસિસથી પીડિત દર્દીઓમાં કોરોના સંક્રમણ થવા પર મૃત્યુનું જોખમ 30ગણું વધે છે. કોરોનાકાળમાં લિવરનાં સ્વાસ્થ્યી સાર સંભાળ રાખવા એક્સપર્ટ સલાહ આપી રહ્યા છે.

કેનેડિયન લિવર ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, લિવર શરીરનાં 500 પ્રકારના કાર્યો કરે છે. શરીરને એનર્જી આપવી, ઈન્ફેક્શન અને ટોક્સિનથી બચાવવા, લોહીની ગાંઠો ન બનવામાં મદદ કરવી અને હોર્મોન લેવલ કન્ટ્રોલ કરવા જેવાં તેના મુખ્ય કામ છે.

7 દિવસના ડાયટ પ્લાનથી લિવરને ડિટોક્સ કરી શકાય છે. અર્થાત તેમાંથી ઝેરી તત્વો બહાર કાઢી શકાય છે. ડિટોક્સ ડાયટનું પ્રથમ કામ કેફિન, નિકોટિન અને રિફાઈન્ડ સુગર જેવા હાનિકારક પદાર્થોને દૂર કરી તેમને બદલે હેલ્ધી ફૂડ સામેલ કરવાનું છે. ગ્લોબલ લીડિંગ હોલિસ્ટિક હેલ્થ ગુરુ ડૉ. મિકી મેહતા પાસેથી જાણો લિવરનાં સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું...

મજબૂત લિવર માટે 7 દિવસનું આ ડાયટ ફોલો કરો
પ્રથમ દિવસ: લિવર સ્વચ્છ કરતો ખોરાક લો

ઓર્ગેનિક ફળ, શાકભાજી, દાળ ખાઓ. તેમાં ગ્લુટાથિયોન હોય છે, જે લિવરના ટોક્સિન ક્લીન્જિંગ એન્ઝાયમ્સની સંખ્યા વધારે છે.

બીજો દિવસ: લિવરને પોષણ આપો
ફૂલાવર, બ્રોકલી, કોબિજ, ડુંગળી, લીલુ લસણ, ખાટાં ફળ, નટ્સ અને બીનું સેવન કરો. તેમાં એન્ટિ ઓક્સિડન્ટ અને ફાઈબર હોય છે.

ત્રીજો દિવસ: આંતરડાંને મજબૂત કરો
દહીં, ઈડલી, પનીર જેવા ફર્મેન્ટેડ ફૂડમાં ફાયદાકારક બેક્ટેરિયા હોય છે. તે પાચન અને ઈમ્યુનિટી વધારે છે.

ચોથો દિવસ રૂટિન ફોલો કરો
સૂવાનો, જાગવાનો અને ખાવાનો સમય ફિક્સ કરો. નિયમિત રીતે એક્સર્સાઈઝ કરો. તેનાથી લિવર પર પડતો તણાવ ઓછો થાય છે.

પાંચમો દિવસ: સમય પહેલાં ભોજન
દિવસનું મુખ્ય ભોજન સવારે 10:30 વાગ્યા સુધી કરી લો. રાતનું ભોજન સાંજે 6:30 વાગ્યા સુધી લઈ લો. બાકીનો સમય ઉપવાસ કરો. તેનાથી મેટાબોલિઝ્મ સારું થાય છે.

છઠ્ઠો દિવસ: હળદરની ચા
હળદરમાં એન્ટિ ઓક્સિડન્ટ અને સોજો ઘટાડનારા તત્વો જોવા મળે છે. તે લિવર એક્ટિવ રાખવા સાથે પાચન સુધારે છે. આ દરમિયાન હર્બલ ટીનો ઉપયોગ પણ કરી શકાય છે.

સાતમો દિવસ: ખૂબ પરસેવો પાડો
વૉક, સાયકલિંગ અને જોગિંગ કરી ખૂબ પરસેવો પાડો.

આ પ્લાનના ફાયદા: ઊર્જા વધશે, ત્વચા ખીલશે અને પાચન તંત્ર સુધરશે
ઓક્સિજન લિવર અને હૃદય સુધી પહોંચે છે. પરસેવો ટોક્સિન ઝડપથી બહાર કાઢે છે. પ્રોસેસ્ડ ફૂડ, એડેડ સુગર, મીઠું અને કેફિન શરીરની ઊર્જા ઓછી કરે છે. ડિટોક્સિફિકેશન દરમિયાન આ વસ્તુ દૂર થવાથી શરીર એનર્જેટિક મહેસૂસ કરે છે.

ત્વચામાં ડ્રાયનેસ, કાળા ધબ્બા ઓછા થવા લાગે છે. પાચન સારું થાય છે. ટોક્સિન્સ ઓછાં થવાથી સાંધા અને માંસપેશીઓનો દુખાવો અને સોજો ઓછો થાય છે. સારી ઊંઘ આવે છે. તેનાથી માનસિક અને શારીરિક સંતુલન સુધરે છે. તેનાથી મૂડ સારો રહે છે.

અન્ય સમાચારો પણ છે...