તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • 30 Percent Children In The Country Are Suffering From Iron Deficiency, Claimed In The Survey Conducted On 33 Thousand Children Says Nin Survey

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂટ્રીશનનો સર્વે:દેશમાં 30% બાળકો આયર્નની ઊણપથી પીડિત, આયર્નનું લેવલ પૂરતાં પ્રમાણમાં હોવા છતાં બાળકોમાં એનીમિયાના કેસ વધારે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હૈદરાબાદની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂટ્રીશનના સર્વેમાં 33 હજાર બાળકોને સામેલ કરાયા
  • થાક લાગવો, ચામડી પીળી પડવી અને શ્વાસ લેવામાં તકલીફ જેવાં લક્ષણો હીમોગ્લોબિનની ઊણપ તરફ ઈશારો કરે છે

દેશમાં એક તૃતયાઁશ બાળકો અને કિશોરવસ્થાની છોકરીઓ આયર્નની ઊણપથી પીડિત છે. હૈદરાબાદની નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂટ્રીશનના સર્વેમાં આ વાત સામે આવી છે. સર્વેમાં દેશભરના 33 હજાર બાળકોને સામેલ કરાયા હતા. સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી કે જે ગામ અને ગરીબ પરિવારના બાળકોમાં આયર્નનું લેવલ યોગ્ય હતું તેમનામાં એનીમિયાના કેસ વધારે જોવા મળ્યા.

હીમોગ્લોબિન માટે અન્ય પોષક તત્વ પણ જરૂરી
નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ન્યૂટ્રિશનની સીનિયર સાયન્ટિસ્ટ ડૉ. ભારતી કુલકર્ણીનું કહેવું છે કે શરીરમાં હીમોગ્લોબિનની પર્યાપ્ત માત્રા હોવી જરૂરી છે. તે ડાયટ અને તેની ક્વોલિટીથી જ સંભવ છે. તેના માટે આયર્ન સિવાય અન્ય પોષક તત્વોને પણ ડાયટમાં સામેલ કરવા જરૂરી છે.

હીમોગ્લોબિનની ઊણપ થાય તો સંક્રમણનું જોખમ વધારે
ડૉ. ભારતી કહે છે કે, ગરીબ વર્ગના બાળકોના શરીરમાં હીમોગ્લોબિનની ઊણપનું મોટું કારણ ડાયટમાં પોષક તત્વોની ઊણપ છે. આવા બાળકોને સંક્રમણ થવાનું જોખમ વધારે રહે છે. તેને કારણે શરીરમાં આયર્ન એબ્ઝોર્બ કરવાની ક્ષમતા અને હીમોગ્લોબિન બનાવવાની પ્રક્રિયા ધીમી થઈ જાય છે.

હીમોગ્લોબિનની તપાસથી એનીમિયા માલુમ કરી શકાય છે
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ન્યૂટ્રીશનની ડાયરેક્ટર ડૉ. હેમલતા આરનું કહેવું છે કે, સર્વે દરમિયાન સામાન્ય રીતે લોહીમાં હીમોગ્લોબિનનું લેવલ માપવામાં આવે છે. તેમાં આયર્નની ઊણપની ઓળખ થાય છે. આવા લોકોમાં એનીમિયાના કેસ વધવા પર આયર્ન સપ્લિમેન્ટ્સ આપવામાં આવે છે.

આયર્નની ઊણપ સર્જાવા પર શરીરમાં આ ફેરફાર થાય છે
1. થાક લાગવો

કારણ: આયર્નની અછત થવા પર શરીરમાં હીમોગ્લોબિનનું લેવલ નીચું જાય છે. હીમોગ્લોબિન શરીરમાં ઓક્સિજન પહોંચાડવા માટે જવાબદાર છે. તેનું લેવલ નીચું જતાં શરીરમાં ઓક્સિજન સર્ક્યુલેટ નથી થતું અને થાક લાગ્યા કરે છે.

2. ચામડી પીળી પડવી
કારણ: શરીરમાં રહેલાં RBCમાં હીમોગ્લોબિનની ઊણપ થવા પર લોહીનો રંગ હળવો પડે છે. તેનાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશનની પ્રક્રિયા ધીમી પડે છે. તેથી લાલાશ પડતી સ્કિન પીળી પડતી જાય છે. આવાં લક્ષણ દેખાવા પર ડૉક્ટરની સલાહ જરૂર લો.

3. શ્વાસ લેવામાં તકલીફ
કારણ: હીમોગ્લોબિન ઘટવાથી શરીરમાં ઓક્સિજનની ઊણપ સર્જાય છે. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

4. માથાનો દુખાવો અને બેહોશ થવું
કારણ: આવું મોટે ભાગે મહિલામાં થતું જોવા મળે છે. તેનું કારણ સામે આવ્યું નથી, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, લોહીમાં ઓક્સિજનની ઊણપ હોવાથી માથાનો દુખાવો અને ચક્કર જેવી સમસ્યા સર્જાય છે.

5. ચામડી અને વાળ શુષ્ક બનવા
કારણ: ચામડી અને વાળ શુષ્ક થવાનું કારણ પણ ઓક્સિજનની ઊણપ હોઈ શકે છે. શરીરમાં હીમોગ્લોબિનની ઊણપ થવા પર ચામડી અને વાળની કોશિકાઓના ગ્રોથ પર અસર પડે છે. તે ડ્રાય થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...