• Home
  • Lifestyle
  • Health
  • 2D image can now be converted to 3D using Artificial Intelligence, internal diseases will identify accurately

ઇનોવેશન / આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી 2D ઇમેજને હવે 3Dમાં બદલી શકાશે, આંતરિક રોગોની સચોટ ઓળખ થશે

2D image can now be converted to 3D using Artificial Intelligence, internal diseases will identify accurately

Divyabhaskar.com

Nov 15, 2019, 04:28 PM IST

હેલ્થ ડેસ્કઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા હવે 2D ઇમેજને 3D ઇમેજમાં બદલી શકાશે. વૈજ્ઞાનિકોએ શરીરની અંદરની પ્રવૃત્તિઓ અને રોગોની સચોટ ઓળખ માટે આ ટેક્નિકને મહત્ત્વપૂર્ણ ગણાવી છે. લોસ એન્જેલસમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોની ટીમે ડીપ લર્નિંગનો ઉપયોગ કરીને એક એવી તકનીક વિકસાવી છે, જે ફ્લોરેન્સ માઇક્રોસ્કોપીની ક્ષમતાઓને વધુ વિસ્તૃત કરી શકે છે. આના દ્વારા, વૈજ્ઞાનિકોને એ કોષની સારવાર કરવામાં મદદ મળશે જેની પર વધુ પ્રકાશ નાખવાથી ચમકી ઊઠે છે.

શરીરની અંદરના કોષોમાં ફેરફારને કારણે ગંભીર રોગો થવાનું જોખમ રહે છે કારણ કે, ઘણીવાર રાસાયણિક પ્રક્રિયાઓને કારણે કોષો અવ્યવસ્થિત રીતે વિકસિત થવા લાગે છે. સારવાર માટે માઇક્રોસ્કોપીની જરૂર પડે છે. આ પ્રક્રિયામાં, શરીરની અંદર માઇક્રોસ્કોપ મૂકીને રોગની ઓળખ કરવામાં આવે છે. તેમાં લાગેલા કેમેરા દ્વારા ડોકટર્સ અંદરની બધી ગતિવિધિઓનું મૂલ્યાંકન કરે છે અને રોગની તપાસ કર્યા પછી તેની સારવાર કરે છે. પરંતુ ઘણી વખત કોષોમાં અનિયંત્રિત વૃદ્ધિ અને ફેરફારો માઇક્રોસ્કોપમાં લાગેલા 2D કેમેરાની પકડમાં નથી આવતા કારણ કે, આ કેમેરા ફક્ત તેમની આગળની સપાટીની ઇમેજ જ શકે છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક આઇડોગન ઓઝકનના મતે, આ એક ખૂબ શક્તિશાળી પદ્ધતિ છે. તે પ્રકાશની હાજરીમાં હાનિકારક તત્ત્વોને સરળતાથી શોધી શકે છે.

ડીપ Z ફ્રેમવર્ક ઇમેજની ખામીઓ ઠીક કરી શકે છે
સંશોધકોનું કહેવું છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને માઇક્રોસ્કોપમાં લાગેલા કેમેરાની 3D બનાવી શકાય છે, જેનાથી માઇક્રોસ્કોપની અંદર પહોંચતા જ આ 3D ઇમેજ બનાવવાનું શરૂ કરી દે છે. તેમણે કહ્યું કે, આનો ફાયદો એ હશે કે આંતરડાની દરેક એન્ગલથી તપાસ થઈ શકશે. તેનાથી બીમારી અથવા કોષોમાં થનારા અનિયંત્રિત ફેરફારોને ઓળખવાનું શક્ય જ ન બને એ પ્રકારની સંભાવના ઓછી થઈ જશે. નેચર મેથડ્સ અનુસાર, ડીપ Z ફ્રેમવર્કમાં આવી ક્ષમતાઓ છે જે ઇમેજોમાં રહેલી ખામીઓને ઠીક કરી શકે છે. આ સાથે જ માઇક્રોસ્કોપથી 2D ઇમેજ કરીને તેને 3Dમાં બદલી શકે છે. આ ટેક્નોલોજીમાં માઇક્રોસ્કોપી દ્વારા સારવાર વધુ અસરકારક બનાવી શકાય છે.

X
2D image can now be converted to 3D using Artificial Intelligence, internal diseases will identify accurately
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી