તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • 164 Vaccines In The World In The Pre clinical Phase, Know When The Vaccine That Is Being Made In The Country Will Come?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સીનનું કાઉન્ટ ડાઉન:દુનિયામાં 164 વેક્સીન પ્રિ-ક્લિનિકલ ફેઝમાં, જાણો દેશમાં બની રહેલી વેક્સીન ક્યારે આવશે?

કાર્તિક સાગર સમાધિયા12 દિવસ પહેલા
  • 6 સ્ટેજમાંથી પસાર થયા બાદ વેક્સીન આપણા સુધી પહોંચે છે, દેશમાં બની રહેલી વેક્સીન ત્રીજા સ્ટેજમાં
  • 3માંથી 2 વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલના પરિણામ જાન્યુઆરી 2021 સુધી આવે છે

કોરોનાની વેક્સીન ક્યાં સુધી આવશે? આ સવાલ આ વર્ષે તમામ લોકોના મનમાં છે. WHOની વાત માનીએ તો ભારત સહિત 212થી વધારે જગ્યાઓ પર વેક્સીન તૈયાર કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તેમાંથી 164 જગ્યાઓ પર વેક્સીન હજુ પ્રિ-ક્લિનિકલ ફેઝમાં છે. કેટલીક જગ્યાઓ પર વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના ફેઝમાં પહોંચી છે. 21 એવી વેક્સીન છે, જે ફેઝ 1 ટ્રાયલમાં છે. 16 વેક્સીન ફેઝ 2 ટ્રાયલમાં છે. 11 જગ્યા એવી છે, જ્યાં વેક્સીન ટ્રાયલનાં અંતિમ ચરણમાં છે.

ભારતની વાત કરીએ તો AIIMS (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ પણ જાન્યુઆરી 2021માં વેક્સીન આવવાની આશા છે. દુનિયાભરમાં 1.5 વર્ષમાં કોરોનાથી છૂટકારો મળી શકે છે.

ફાઈઝર અને બાયોએનટેકનો દાવો: અમારી વેક્સીન અપ્રૂવલ સ્ટેજમાં છે

  • પ્રથમ વેક્સીનને લઈને દુનિયાની સૌથી મોટી દવા કંપનીમાંથી એક ફાઈઝર અને બાયોએનટેકે 9 નવેમ્બર 2020ના રોજ દાવો કર્યો. કંપનીનું કહેવું છે કે, કોરોનાની પ્રથમ વેક્સીન સંક્રમણ રોકવામાં આશરે એકદમ અસરકારક છે.
  • નવેમ્બરના અંત સુધીમાં કંપની તેના ઉપયોગ માટે અરજી કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, આ વેક્સીનનું 6 દેશોના 43 હજાર 500 લોકો પર ટ્રાયલ થયું છે.
  • આ દુનિયાની પ્રથમ વેક્સીન છે જેણે પરિણામ દેખાડ્યા છે. આ વેક્સીન અમેરિકા, જર્મની, બ્રાઝીલ, અર્જેન્ટીના, દક્ષિણ આફ્રિકા અને તુર્કીમાં થયેલા ટેસ્ટ માં 90% લોકોની અંદર વાઈરસ લડવાના એન્ટિબોડી ડેવલપ થયા છે.

ભારતમાં 3 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે
ભારતમાં અત્યારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વેક્સીન સહિત ત્રણ વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, જેમાં ભારતની બાયોટેકની કોવેક્સિન, ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકાના કોવિશિલ્ડ અને ઝાયડસ કેડિલાની ZyCoV-D વેક્સીન સામેલ છે.
1. ભારત બાયોટેકની કોવેક્સીન ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં
ભારત બાયોટેક કોવેક્સીન ફાઇનલ ટ્રાયલમાં પહોંચી ગઈ છે. કોવેક્સિનમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સામેલ છે. એવા સંકેત મળી રહ્યા છે કે તેની ટ્રાયલનું પરિણામ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આવી જશે.

2. ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકા
આ વેક્સીન પણ ફાઇનલ ટ્રાયલમાં પહોંચી ગઈ છે. તેને બનાવવામાં પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ પણ સામેલ છે. તેની ક્લિનિકલ ટ્રાયલનાં પરિણામો જાન્યુઆરી 2021 સુધીમાં આવી શકે છે.

3. ઝાયડસ કેડિલાની વેક્સીન
ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવેલી વેક્સીનનાં પરિણામ સારાં આવ્યાં છે. તેની ફેઝ-3 ટ્રાયલ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે. તેની હ્યુમન ટ્રાયલ માટે 12 સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે. આ સંસ્થાઓમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનો પણ સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો