તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ત્રીજી લહેર પહેલાં વેક્સિન પર સર્વે:દેશની 12% વસતી વેક્સિન નથી લગાવવા માગતી, 24% લોકોને વેક્સિનની સુરક્ષા પર શંકા હોવાથી વેક્સિનેશનનું પ્લાનિંગ નહિ

3 મહિનો પહેલા
  • વેક્સિન ન લેનારાના મનમાં શું વિચાર છે અને તેમના મનમાં કેટલો સંકોચ છે તેને સમજવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલસર્કલે એક સર્વે કર્યો
  • સર્વેમાં દેશના 279 જિલ્લાના 8949 લોકોને સામેલ કરવામાં આવ્યા
  • દેશમાં 23% લોકો કોઈ બીમારી કે પછી હેલ્થ ઈશ્યુને કારણે વેક્સિન નથી લગાવી રહ્યા

દેશમાં ત્રીજી લહેર આવવાની ચર્ચા છે. તેમ છતાં દેશની 12% વસતી કોવિડ-19 વેક્સિન લગાવવા ઈચ્છતી નથી. અત્યાર સુધી જે લોકોએ વેક્સિન નથી લગાવી તેઓ વેક્સિન અંગે શું વિચારે છે, તેમના મનમાં હજુ કેટલો સંકોચ છે તેને સમજવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલસર્કલે એક સર્વે કર્યો. સર્વે પ્રમાણે, 29% લોકો જ વેક્સિનના પ્રથમ ડોઝનો પ્લાન કરી રહ્યા છે.

દેશના 279 જિલ્લામાં સર્વે થયો
સર્વેમાં દેશના 279 જિલ્લાના 8949 લોકોને સામેલ કરવામાં આવ્યા. તેમાં 65% પુરુષ અને 35% મહિલાઓ સામેલ હતી. તેમાં 48% ટિયર-1 સિટીના અને 24% ટિયર-2 સિટીના હતા. તો 28% લોકો ટિયર-3, ટિયર-4 અને ગ્રામીણ વિસ્તારના હતા.

24% લોકોને વેક્સિનની સુરક્ષા પર શંકા
24% લોકોએ વેક્સિન લેવા અંગે હજુ સુધી કશું વિચાર્યું નથી. હાલ ઉપલબ્ધ વેક્સિન કોરોનાના તાજેતરના અને અન્ય વેરિઅન્ટ્સ પર અસરકારક છે કે નહિ. તેના વિશે આ લોકો હજુ નક્કી કરી શક્યા નથી. તેમનું માનવું છે કે વેક્સિન પર વધુ માહિતી સામે આવે ત્યારે તેઓ વેક્સિન લેશે.

23% લોકોને બીમારીએ રોક્યા
સર્વે મુજબ, દેશમાં 23% લોકો એવા પણ છે જે બીમારી કે પછી કોઈને કોઈ હેલ્થ ઈશ્યુને કારણે વેક્સિન નથી લગાવી રહ્યા. તો 12% લોકોનું કહેવું છે કે આડઅસરનાં જોખમને કારણે તેઓએ પીછેહઠ કરી છે.

33 કરોડ લોકો વેક્સિનથી પોતાને અળગા રાખી શકે છે
સર્વે રિપોર્ટ પ્રમાણે, 33 કરોડ લોકો વેક્સિનથી પોતાની જાતને અળગા રાખી શકે છે. 20.3 કરોડ લોકો પ્રથમ વખત રસી ઉપલબ્ધ હોય તો લગાવી શકે છે. 16.8 કરોડ લોકો વેક્સિન પર વધારે માહિતી ઉજાગર થાય તેની રાહ જુએ છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે કોવિડની ત્રીજી લહેર ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સાથે આવી શકે છે.

ગામડામાં વેક્સિન અંગે લોકો ભ્રમિત
ગ્રામીણ ક્ષેત્રમાં હજુ પણ વેક્સિન અંગે લોકોના મનમાં ભ્રમ અને ખોટી માહિતી છે. અસમ જેવા રાજ્યોના ગામડાના લોકોનું માનવું છે કે, વેક્સિન લગાવાથી મૃત્યુ થઈ જશે. તો શહેરના લોકો એ વાતની રાહ જોઈ રહ્યા છે કે કોરોનાના ખતરનાક ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર કોવિશીલ્ડ અને કોવેક્સિન કેટલી અસરકારક છે. શહેરના લોકો આ અંગે વધુ ઓફિશિયલ આંકડાની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...