તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • 102 Health Organizations From 80 Countries Of The World Stopped In Search Of Corona Vaccine, Trial On 120 Vaccines Is Underway, 6 Countries Claim Success

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સારવાર:દુનિયાના 80 દેશોની 102 સ્વાસ્થ્ય સંસ્થાઓ કોરોનાની વેક્સીનની શોધમાં રોકાઈ , 120 રસીઓ પર ટ્રાયલ ચાલી રહ્યું છે, 6 દેશોએ સફળતાનો દાવો કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ચીન, અમેરિકા, બ્રિટન, ઈટાલી, ઇઝરાયેલ અને નેધરલેન્ડે વેક્સીન અથવા એન્ડિબોડી બનાવાનો દાવો કર્યો
 • મીડિયામાં એન્ટિબોડી, વેક્સીન બનાવવાની અને સારવારના દર બીજા દિવસે સરેરાશ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે

કોરોના મહામારીને 130 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન સમગ્ર દુનિયામાં 40 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. 2.7 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાને અટકાવવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધકો પ્રથમ સફળતા માટે પ્રયાસો કરી રહ્યા છે.

કોરોના જેને મેડિકલ ભાષામાં SARS-CoV-2 પણ કહેવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, આ મહામારીને અટકાવવા માટે અત્યારે દુનિયાની 102 સંસ્થાઓ વેક્સીન શોધી રહી છે. 120 સંભવિત રસીઓ પર પરીક્ષણ પણ ચાલી રહ્યું છે. આ કામમાં 80થી વધુ દેશોની મેડિકલ સંસ્થાઓ સંયુક્ત રીતે આ શોધમાં રોકાયેલી છે. ભારત, જર્મની, અમેરિકાની સ્વાસ્થ્ય સંસ્થાઓ એક સાથે મળીને રિસર્ચ કરી રહી છે. ચીને સૌથી પહેલા 4 માર્ચે, અમેરિકાએ 24 માર્ચે, બ્રિટને 21 એપ્રિલ, ઇઝરાઇલ 5 મે, ઈટાલીએ 6 મે, અને નેધરલેન્ડે 7 મેએ વેક્સીન અથવા એન્ટિબોડી બનાવવાનો દાવો કર્યો. દુનિયાના મીડિયામાં પણ પર કોરોનાની એન્ટિબોડી, વેક્સીન બનાવવાની અને સારવારના નવા સમાચાર સામે આવી રહ્યા છે.  

 • ચીન- મિલિટરી મેડિકલ સાયન્સ એકેડેમીએ સૌથી પહેલા વેક્સીન બનાવવાનો દાવો કર્યો

4 માર્ચે ચીનમાંથી સમાચાર આવ્યા હતા કે, 53 વર્ષીય શેન વીઈના નેતૃત્વ  હેઠળની એક ટીમે મિલિટરી મેડિકલ સાયન્સ એકેડેમીમાં કોરોનાથી બચવાની વેક્સીન બનાવવામાં સફળતા મેળવી છે. તે ચીનની પ્રતિષ્ઠિત એકેડેમી છે, જેમાં 26 નિષ્ણાતો, 50થી વધુ વૈજ્ઞાનિકો અને 500થી વધુ અનુભવી લોકો કામ કરે છે. તે ઉપરાંત ચીનની ત્રણ અન્ય કંપનીઓ કેનસિનો બાયોલોજિકસ, વુહાન ઇન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટસ, સિનોવેક બાયોટેકે પણ દાવો કર્યો છે કે તેઓ વેક્સીનના ટ્રાયલના પ્રથમમાં તબક્કામાં છે. સિનોવેક બાયોટેક પણ મનુષ્ય પર ટ્રાયલ કરવાનો દાવો કરી રહી છે. 

 • અમેરિકા- ફાર્માસ્યુટિકલ કંપની મોડર્નાએ કહ્યું-2020ના અંત સુધીમાં વેક્સિન બનાવવામાં આવશે

અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની મોડર્ના કોવિડ-19 રસીના પરીક્ષણ પર કામ કરી રહી છે. કંપનીએ 24 માર્ચે જાહેરાત કરી હતી કે, તેઓ 2020ના અંત સુધીમાં રસી બનાવવાનું શરૂ કરશે. ફાઈઝર, જહોનસન એન્ડ જ્હોનસન પણ વેક્સીન પર શોધ કરી રહી છે. તે ઉપરાંત ગિલિયડ સાયન્સ કંપનીએ રેમડેસિવિર નામની દવા બનાવી છે, જે હાઈડ્રોક્સીક્લોરોક્વીન બાદ કોરોનાથી બચવા માટે સૌથી અસરકારક દવા માનવામાં આવે છે. 6મે ના રોજ જાપાને પણ તેને માન્યતા આપી હતી.  

 • બ્રિટન- 23 એપ્રિલથી વેક્સીનનું ટ્રાયલ શરૂ થયું, વૈજ્ઞાનિકોને 80 ટકા સુધી સફળતા મળવાની અપેક્ષા

લંડનમાં કોરોના વેક્સીન પર કામ કરી કરતી ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 23 એપ્રિલે રસીના પરીક્ષણનો દાવો કર્યો છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે તેની જાણકારી આપી હતી. તેમણા જણાવ્યા પ્રમાણે, સ્વાસ્થ્ય વિભાગ દવા શોધવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. તેના માટે સંશોધનકારોને 2 કરોડ પાઉન્ડની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ રસી બનાવતા વૈજ્ઞાનિકોએ 80 ટકા સફળતાની અપેક્ષા વ્યકત કરી છે.

 • ઇઝરાયેલ -IIBRએ મોનોક્લોનલ રીતથી વાઈરસ પર હુમલો કરતી એન્ટિબોડી વિકસિત કરી

5મેના રોજ ટેલ અવીવથી સમાચાર આવ્યા હતા કે, ઇઝરાયેલ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોલોજિકલ રિસર્ચ (IIBR)ને એક એવી એન્ટિબોડી બનાવવામાં સફળતા મળી છે, જે મોનોક્લોનલ રીતે કોરોના વાઈરસ પર હુમલો કરે છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન નેફ્ટલી બેનેટના જણાવ્યા પ્રમાણે, એન્ટિબોડી મોનોક્લોનલ રીતે એટલે કે દરેક વ્યક્તિનું શરીર અંદર જ વાઈરસને મારવામાં સક્ષમ છે. જો કે, તેમણે એવું નથી જણાવ્યું કે, વેક્સીનનું ટ્રાયલ મનુષ્ય પર કરવામાં આવ્યું છે કે નહીં.

 • ઈટાલી- ટેકીઝ બાયોટેકે દાવો કર્યો છે કે તેની વેક્સીન સૌથી એડવાન્સ સ્ટેજ પર છે

6મેના રોજ રોમથી સમાચાર આવ્યા હતા કે, ટેકિજ બાયોટેકે એક એવી રસી વિકસિત કરી છે, જે ટેસ્ટિંગના સૌથી એડવાન્સ સ્ટેજ પર છે, ટેકિજના સીઈઓ લુઈગી ઓરિસિચિયોએ ઈટાલિયન ન્યૂઝ એજન્સી એએનએસએને જણાવ્યું હતું કે, વેક્સીનનું જલ્દીથી માનવી પર ટ્રાયલ શરૂ કરવામાં આવશે. આ વેક્સીનથી ઉંદરોમાં એન્ટિબોડી વિકસિત કરવામાં આવ્યા હતા. વિકસિત એન્ટિબોડી વાઈરસના કોષો પર હુમલો કરીને રોકે છે. દાવો કરવામાં આવ્યો છે કે, તે માનવ કોષો પર કામ કરે છે.

 • નેધરલેન્ડ- 47D11 નામની એન્ટિબોડી કોરોનાવાઈરસના સ્પાઈક પ્રોટીનને બ્લોક કરવામાં સક્ષમ

નેધરલેન્ડમાં યુટ્રેચ્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 47D11 નામની એક એવી એન્ટિબોડી શોધી છે, જે કોરોનાવાઈરસના સ્પાઈક પ્રોટીનને જકડી રાખીને બ્લોક કરે છે, કેમ કે, કોરોના શરીરમાં સંક્રમણ ફેલવવા માટે આ સ્પાઈક પ્રોટીનના કોષોને જકડી રાખે છે. સંશોધનકારોએ લેબમાં વિવિધ કોરોનાવાઈરસના સ્પાઈક પ્રોટીનને ઉંદરના કોષોમાં ઈન્જેક્ટ કરવામાં આવ્યા છે. તેમાં  SARS-CoV2, સાર્સ, અને મર્સ વાઈરસ પણ સામેલ છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, કોરોનાને હરાવનાર ઉંદરની 51 એન્ટિબોડીઝ અલગ કરી. તેમાંથી માત્ર 47D11 નામની એન્ટિબોડી એવી હતી જે સંક્રમણને રોકવામાં સફળ રહી હતી. 

 • ભારતઃ CSIR સહિત ઘણી સંસ્થાઓ અત્યારે રસીના પરીક્ષણ પર કામ કરી રહી છે

ભારતમાં વૈજ્ઞાનિકો તથા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ  (CSIR) કોવિડ-19 રસીનું પરીક્ષણ કરી રહી છે, તે ઉપરાંત અમદાવાદની દવા કંપની હેસ્ટર બાયોસાયન્સે 22 એપ્રિલે જાહેરાત કરી હતી કે તેઓ ઈન્ડિયન  ટેકનોલોજી સંસ્થા ગુવાહાટીની સાથે મળીને કોરોનાની રસી વિકસિત કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પુણાની સીરમ ઇન્સ્ટીટયુટે દાવો કર્યો હતો રે, તે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી કોરોનાની રસી લઈને આવશે, જેની કિંમત અંદાજે 1000 રૂપિયા હશે.

બે પદ્ધતિઓ વિશે ઘણી ચર્ચાઓ થઈ રહી છે-

 • પ્લાઝ્મા થેરેપી- ચિકિત્સકોના જણાવ્યા મુજબ, જે વ્યક્તિને એક વખત કોરોના થાય છે, તે સાજો થઈ જાય છે તો તેના લોહીમાં એન્ટિબોડીઝ વિકસિત થાય છે. આવા લોકોના બ્લડથી પ્લાઝ્માં કાઢીને અન્ય કોરોનાના દર્દીઓને આપવામાં આવે છે તો સાજા થવાની અપેક્ષા વધી જાય છે. આ ટ્રીટમેન્ટ સ્ટ્રેટજી પર અમેરિકાની સાથે સાથે ભારત પણ કામ કરી રહ્યું છે.
 • એન્ટિબોડી- તે પ્રોટીનથી બનેલ ખાસ પ્રકારના ઈમ્યુન કોષો હોય છે, જેને બી-લિમ્ફોસાઇટ્સ કહેવામાં આવે છે. જ્યારે શરીરમાં કોઈ બહારની વસ્તુ (ફોરેન બોડીઝ) પહોંચે છે તો તે અલર્ટ થઈ જાય છે. આ એન્ટિબોડીઝ બેક્ટેરિયા અથવા વાઈરસને નિષ્ક્રિય કરવા માટે કાર્ય કરે છે. આ રીતે, તે શરીરની પ્રતિકારક ક્ષમતા વધારે છે, જેનાથી તમામ પ્રકારના સૂક્ષ્મજીવાણુઓની નિષ્ક્રિય થઈ જાય છે.

બે દવાઓ, જેમની સૌથી વધારે ચર્ચા- 

 • હાઈડ્રોક્સીક્લોરોક્વીન- આ સૌથી લોકપ્રિય દવા છે. તેનો કોરોનાની સારવારમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દવા મેલેરિયાના દર્દીઓને આપવામાં આવે છે. થોડા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસેથી આ દવાની માગ કરી હતી, ત્યારબાદ કોરોનાની સામે લડવા માટે 45 દેશોએ ભારતમાંથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની માગ કરી. ભારતે 30 દેશોને આ દવાના સપ્લાયની પણ મંજૂરી આપી દીધી છે.
 • રેમડેસિવિરઃ યુનિવર્સિટી ઓફ શિકાગો મેડિસિનના સંશોધકોના અનુસાર, કોરોનાની સારવાર દરમિયાન 125 લોકોને રેમડેસિવિર દવા આપવામાં આવી, ત્યારબાદ તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો જોવા મળ્યો. જો કે, અત્યારે અમેરિકાની બાયો ટેક્નોલોજી કંપની ગિલેંડ સાયન્સ તેના ક્લિનિક્લ પરીક્ષણ પર કામ કરી રહી છે. પરિણામો સુધી, તેનો ઉપયોગ ટ્રાયલ દવા તરીકે કરવામાં આવશે. તેનો ઉપયોગ ઈબોલાની સારવારમાં કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો