તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વિશ્વ આરોગ્ય દિવસ:100% તંદુરસ્તીની ટૂલકિટ; દરરોજ 30 મિનિટ રમો, 20 મિનિટ વાંચો અને 10 મિનિટ ધ્યાન લગાવો

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
જાપાનનાં બાળકો દુનિયામાં સૌથી તંદુરસ્ત છે. કેમકે તેઓ શરીર અને મન બંનેથી સ્વસ્થ રહે છે. - Divya Bhaskar
જાપાનનાં બાળકો દુનિયામાં સૌથી તંદુરસ્ત છે. કેમકે તેઓ શરીર અને મન બંનેથી સ્વસ્થ રહે છે.
 • તંદુરસ્તી શું છે, કેવી રીતે મેળવી શકીએ છીએ?
 • તંદુરસ્તી 5 પ્રકારની, જેને મેળવવી આટલું સરળ

શારીરિક તંદુરસ્તી - 30 મિનિટ કસરત કરો, 3000 કેલરી લો, ફિટ રહેશો
આપણે જે કોઈ શારીરિક કામ કરીએ છીએ, તેમાં ઊર્જા ખર્ચ થાય છે. આ ઊર્જા સતત અટક્યા વગર અને થાકમાં પણ આપણને મળતી રહે તો તે શારીરિક તંદુરસ્તી છે. એટલે આપણું શરીર તંદુરસ્ત હોવું જોઈએ. શારીરિક તંદુરસ્તી મેળવવા માટે આ નિયમિત કસરત અને સંતુલિત આહાર લેવો જોઈએ

કસરત દ્વારા
WHO અનુસાર 5થી 17 વર્ષની વયના બાળકોએ દર સપ્તાહે ઓછામાં ઓછી 60 મિનિટ મધ્યમ અને ત્રણ દિવસ જોરદાર કસરત કરવી જોઈએ. 18 વર્ષથી વધુ લોકોએ સપ્તાહમાં 150-300 મિનિટ મધ્યમ અને 75-150 મિનિટ તેજ કસરત કરવી જોઈએ.

ભોજન દ્વારા
ટીનએજ પછી દરેકને દરરોજ 2200થી 3000 કેલરીની જરૂર હોય છે. જેનો 50 ટકા હિસ્સો કાર્બ્સમાંથી આવવો જોઈએ. જેમકે - આખું અનાજ,ફળ, શાકભાજી, દૂધ. 25 ટકા પ્રોટીનમાંથી આવવો જોઈએ. જેમકે- મીટ, સીફૂડ, ઈંડા, નટ્સ. 25% ફેટમાંથી આવવો જોઈએ.

ઈમોશનલ તંદુરસ્તી - 10 મિનિટ ધ્યાન અને 30 મિનિટ સંગીત, ભાવનાઓ કાબૂમાં રહેશે
વિચાર, ભાવનાઓ અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા અને ભાવનાત્મક ચિંતાઓ પર વિજય મેળવવો ઈમોશનલ તંદુરસ્તી છે. તેના માટે આ ત્રણ ઉપાય કરો -

 • દરરોજ 10 મનિટ મેડિટેશન: લીડ્સ બેકેટ યુનિ.ના રિસર્ચ અનુસાર દરરોજ માત્ર 10 મિનિટ મેડિટેશનથી દુ:ખ સહન કરવાની ક્ષમતા વધે છે. તણાવ ઘટે છે.
 • સપ્તાહમાં બે દિવસ 30 મિનિટ ગાર્ડનિંગ : અમેરિકન સોસાયટી ફોર હોર્ટિકલ્ચર સાયન્સ અનુસાર સપ્તાહમાં 2 દિવસ 30 મિનિટ ગાર્ડનિંગથી મન પ્રસન્ન રહે છે. સકારાત્મક ઊર્જા મળે છે.
 • 30 મિનિટ સંગીત સાંભળો, દુ:ખ ઘટી જશે: અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી અનુસાર સંગીત ડિપ્રેશનમાંથી બહાર લાવે છે. હાર્ટ એટેક પછી છાતીમાં દુ:ખાવો છે તો 30 મિનિટ સંગીત સાંભળવાથી દુ:ખાવાનો અહેસાસ ઘટે છે.

સામાજિક તંદુરસ્તી - મિત્રોને સમય આપો, બાળકો સાથે રમો, દુ:ખ ઘટી જશે
મિત્ર, પરિવાર, ઓળખિતા લોકો સાથે સંબંધ રાખવા અને ખુદને તથા સાથીદારોને ચિંતામુક્ત કરવા સામાજિક તંદુરસ્તી છે. તેને મેળવવાની બે મહત્ત્વની રીત છે -

દોસ્તીને સમય આપો
હાર્વર્ડ હેલ્થ સ્કૂલ અનુસાર જે લોકો મિત્રો સાથે સપ્તાહમાં બે-ત્રણ વખત સારો સમય પસાર કરે છે, તેમનામાં ડિપ્રેશન, એંગ્ઝાયટી ઘટે છે. દોસ્તી બીમારીમાંથી ઝડપી રિકવરી મેળવવામાં મદદ કરે છે. એકાંતવાસનો ભોગ બનેલા લોકોમાં ડિમેન્શિયાનું જોખમ બમણું હોય છે.

દરરોજ રમો
રમવાથી કલ્પનાશીલતા, રચનાત્મકતા સુધરે છે. સમસ્યાઓના સમાધાનની ક્ષમતા પણ સારી થાય છે. તમે જ્યારે રમો છો તો તમારા શરીરમાં ઈન્ડોર્ફિન હોર્મોન રીલિઝ થાય છે. તેનાથી માત્ર ખુશી જ મળતી નથી, દુ:ખાવાનો અહેસાસ પણ ઘટી જાય છે.

આધ્યાત્મિક તંદુરસ્તી - લોકોની મદદ કરો, પ્રાર્થના કરો, મન હંમેશા ખુશ રહેશે
ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવું, પોતાની ક્ષમતા અને માન્યતાઓને ઓળખવી આધ્યાત્મિક તંદુરસ્તી છે. તે શરીર અને મન વચ્ચે સંતુલન સ્થાપે છે. તેને આવી રીતે મેળવી શકાય છે

તમારી આસપાસના લોકોની મદદ કરો
ક્લીવલેન્ડ ક્લિનિકની રિસર્ચ અનુસાર તમે જ્યારે કોઈની મદદ કરો છો, કોઈને ભેટ આપો છો તો તમારા મગજમાં સેરોટોનિન, ટોપામાઈન અને ઓક્સીટોસિન જેવા ‘ફીલ ગુડ’ રસાયણોનો સ્ત્રાવ થાય છે. જે આધ્યાત્મિક તંદુરસ્તી સુધારે છે.​​​​​​

સમય મળે ત્યારે પ્રાર્થના કરો
પોતાના અને બીજા લોકોના આરોગ્ય, સમૃદ્ધિ અને ખુશીની પ્રાર્થના તંદુરસ્તીનો માર્ગ બને છે. તેનાથી શારીરિક કાર્યપદ્ધતિ સુધરે છે, રોગપ્રતિકાર શક્તી વધે છે. તણાવનું હોર્મોન કોર્ટિસોલ ઘટે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો