આજની લાઇફસ્ટાઇલ પ્રમાણે સ્ટ્રેસ અને થાક સામાન્ય વાત થઇ ગઈ છે. દિવસભર કામ કર્યા બાદ હાલત એવી થઈ જાય છે કે જ્યારે લોકો ઘર પહોંચે છે ત્યારે કોઈ કામ કરવાને લાયક નથી રહેતા. જો તમે પણ સવારથી કામ કરીને થાકી ગયા છો તો બપોરે થોડી ઊંઘ કે ઝપકી લઈ શકો છો. બપોરે લગભગ 20 મિનિટની ઊંઘ બધા થાકને દૂર કરે છે અને તમને તાજગીનો અનુભવ કરાવે છે. પાવર નેપ વર્કિંગ પાવર વધારવાનું કામ પણ કરે છે અને મેમરી વધારે છે. જનરલ ફિઝિશ્યન ડો.અનિલ તોમર પાસેથી જાણો સારા સ્વાસ્થ્ય માટે ઊંઘના ફાયદા.
ડો.તોમર કહે છે, વર્ક ફ્રોમ હોમ દરમિયાન લોકોએ કામના કલાકોમાં સરેરાશ 3 કલાકનો વધારો કર્યો છે, જેનાથી થાક અને તણાવમાં વધારો થયો છે. આ સ્થિતિમાં દિવસમાં લેવામાં આવતી 10થી 20 મિનિટની ઊંઘ અસરકારક સાબિત થઈ શકે છે.
હાર્વર્ડ મેડિકલ સ્કૂલના જણાવ્યા અનુસાર, 30 મિનિટથી વધુની ઊંઘ ન લો, કારણ કે એનાથી તાજગીને બદલે તમે થાક અનુભવી શકો છે. ઊંઘનો સમય 10થી 20 મિનિટનો હોવો જોઈએ, એનાથી વધુ સમય ન લો.
ઝપકી લેવાના પણ એક નહીં, અનેક ફાયદાઓ છે, આવો... જાણીએ ઝપકી લેવાના ફાયદા
ઝોકું લેવાના ફાયદા
વિલી ઓનલાઇન લાઇબ્રેરીના રિસર્ચ અનુસાર, ઝોકું લેવાથી બાળકો ઝડપથી શબ્દો શીખી જાય છે અને તેમની યાદશક્તિમાં વધારો થાય છે. આ વિચારવાની અને સમજવાની ક્ષમતા વિકસાવે છે, તેથી જો તમે યાદશક્તિ વધારવા ઇચ્છતા હોવ તો બપોરે એક ઝોકું અચૂક લો.
બ્લડપ્રેશર નોર્મલ રહે
જે લોકોને હાઈ બ્લડપ્રેશરની બીમારી છે તે લોકો જો બપોરે થોડી પણ ઊંઘ કરે છે તો બ્લડપ્રેશર ઓછું થાય છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત એક સંશોધન અનુસાર, એક ઝોકું બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તેથી જે લોકો બ્લડપ્રેશર ઘટાડવા માટે દવાઓ લે છે તેમણે બપોરે એકવાર તો ઝોકું લેવું જ જોઈએ.
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો
ઊંઘ લેવાનો એક ફાયદો એ પણ છે કે એનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શરીર રોગો સામે લડવા માટે વધુ સક્ષમ બને છે. 10-20 મિનિટ ઊંઘ લેવાથી સ્ત્રીઓમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને ફાયદો થાય છે, કારણ કે આ ઉંમરે મેનોપોઝ શરૂ થવા લાગે છે.
ચિંતા ઓછી થાય છે
ઝોકું લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આખા દિવસનો તણાવ દૂર થાય છે. ઝોકું લેવાથી સ્ટ્રેસ વધારનારા હોર્મોન્સ કંટ્રોલ થાય છે.
એલર્ટનેસ વધે
આપણે કોઈપણ કામ કરીએ છીએ એમાં એલર્ટ રહેવું ખૂબ જ જરૂરી છે. જો તમે ગાડી ચલાવી રહ્યા છો અને એલર્ટ નથી તો અકસ્માત થઈ શકે છે. જો તમે નાનુંએવું ઝોકું પણ લો છો તો શરીરનો થાક દૂર થાય છે, જેનાથી એલર્ટનેસ વધે છે. જો તમારા શરીરમાં થાક હોય ત્યારે તમે એલર્ટ રહી શકતા નથી.
હાર્ટનું ધ્યાન રાખે
ઊંઘ કરવાથી થાક દૂર થાય છે અને હળવાશનો અનુભવ થાય છે. ઊંઘથી જ્ઞાનતંતુઓને આરામ મળે છે અને હાર્ટની કાર્યક્ષમતા વધે છે.
નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન ઊંઘ કરવાથી એટલી ઊર્જા મળે છે જેટલી ઊર્જા આખી રાત ઊંઘવામાં મળે છે. ઝોકું લેતા લોકો પર રિસર્ચ કરતાં જાણવા મળ્યું હતું કે ઝોકું લેવાથી વ્યક્તિનો મૂડ, કામ કરવાની શક્તિ અને પર્ફોર્મન્સ ઝડપથી સુધરે છે. બ્રોક યુનિવર્સિટીના સાઇકોલોજી અને ન્યુરોસાયન્સના પ્રોફેસર કિમ્બર્લી કોટેના જણાવ્યા અનુસાર, જો લાંબા સમય સુધી ઊંઘવામાં આવે તો તમને ગાઢ ઊંઘ આવી શકે છે. તેથી 10થી 20 મિનિટની જ ઊંઘ કરવી જોઈએ.
આવો... જાણીએ લોકોની સૂવાની પેટર્ન વિશે
ડિસ્ક્લેમર : આ લેખ સામાન્ય જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ડોક્ટરની સલાહ અચૂક લેવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.