• Gujarati News
  • Lifestyle
  • Health
  • 10 Minutes Of Daily Meditation Increases A Person's Concentration, Confirmed By Brain Scanning, Claim Researchers From New York

મેડિટેશન વિશે વૈજ્ઞાનિકોના વિચાર:ન્યૂ યોર્કના સંશોધકોનો દાવો, દિવસમાં રોજ 10 મિનિટનું મેડિટેશન વ્યક્તિની એકાગ્રતા વધારે છે, બ્રેન સ્કેનિંગ પરથી સાબિત થયું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્યાન કરવાની કોઈ રીત હોતી નથી, જેને જેમ યોગ્ય લાગે તેમ કરવું જોઈએ
  • મેડિટેશન મગજમાં એકાગ્રતાની સાથે વિચારતા અને ધ્યાન માટે પ્રેરિત કરતા કનેક્શનને જોડે છે

મેડિટેશન એકાગ્રતા વધારવાનું કામ કરે છે. હાલમાં થયેલા રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે. 8 અઠવાડિયાં સુધી રોજ મેડિટેશન કરતા 10 વિદ્યાર્થીઓ પર વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું હતું. આ વિદ્યાર્થીઓ 5 દિવસ રોજ 10 મિનિટ સુધી મેડિટેશન કરતા હતા. રિસર્ચ પછી આ વિદ્યાર્થીઓના બ્રેનનું સ્કેનિંગ કરવામાં આવ્યું. સ્કેનિંગ રિપોર્ટમાં ખબર પડી કે, તેનાથી બ્રેનમાં ફેરફાર થાય છે. તે એકાગ્રતા વધારે છે.

મેડિટેશન મગજના નેટવર્કને જોડે છે
રિસર્ચ કરનારી ન્યૂ યોર્કની બિંગહેમ્પ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું, મેડિટેશન મગજમાં એકાગ્રતાની સાથે વિચારતા અને ધ્યાન માટે પ્રેરિત કરતા કનેક્શનને જોડે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ મન લગાવીને કામ કરે છે ત્યારે આ બંને કનેક્શન કામ કરે છે. અલ્ઝાઈમર અને ઓટિઝ્મનું કનેક્શન પણ આ જ નેટવર્ક સાથે હોય છે.

આ રિસર્ચના પરિણામ કમ્પ્યુટર પોલિસી સ્પેશ્યાલિસ્ટ જ્યોર્જ વેંસ અને ન્યૂરોઈમેજિંગ એક્સપર્ટ વચ્ચે થયેલી વાતચીત અને એક પ્રયોગને આધારે જાહેર કર્યા છે. જ્યોર્જ વેંસચેંક બિંગહેમ્પ્ટન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે.

ડૉ. વેંસચેંક ઘણા સમયથી મેડિટેશન કરી રહ્યા છે અને ન્યૂ યોર્કની નામગ્યાલ મોનેસ્ટ્રીમાં રિસર્ચ કરી રહ્યા છે, આ મોનેસ્ટ્રીનું કનેક્શન ફેમસ આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા સાથે છે. ડૉ. વેંસચેંકે કહ્યું, મેં મોનેસ્ટ્રીમાં રહીને અભ્યાસ કર્યો અને બુદ્ધિસ્ટ સ્ટડીમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. અહીં રહીને મેડિટેશન કરવાનો વિચાર આવ્યો કે તેની મગજ પર શું અસર થાય છે.

ડૉ. વેંસચેંકે 8 અઠવાડિયાં સુધી 10 વિદ્યાર્થીઓ પર રિસર્ચ કર્યું. રિસર્ચ પહેલાં અને પછી MRI કર્યું. MRIથી મગજની પેટર્નનો અભ્યાસ કર્યો. રિપોર્ટ પરથી ખબર પડી કે, મેડિટેશન પર રિસર્ચ પહેલાં તેમનું મગજ એકાગ્ર નહોતું. રિસર્ચ પછી મગજમાં એકાગ્રતા વધતી દેખાઈ.

ધ્યાન એટલે કે મેડિટેશન ક્યારે, ક્યાં અને કેમ કરવું?
ધ્યાન કેવી રીતે કરવું જોઈએ? તેની શરુઆત કેવી કરવી જોઈએ? શું જમીન પર બેસવું જોઈએ? શું કોઈ એપની મદદ લેવી જોઈએ? કોઈ મંત્ર જાપ કરવો જોઈએ? મેડિટેશન ટીચર્સ અને સાઈકોલોજિસ્ટ કહે છે કે, ધ્યાન કરવાની દરેકની અલગ રીત હોય છે. જેને જેમ યોગ્ય લાગે તેમ કરવું જોઈએ.

ધ્યાન કરવાની કોઈ રીત હોતી નથી
જ્યારે તમે ધ્યાન વિશે વિચારો છો તો મનમાં શું આવે છે? એક કમળનો પોઝ, યોગા મેટ, સુંદર રૂમ? જો તમને પ્રેક્ટિસ કરવામાં આ કમ્ફર્ટેબલ લાગે છે તો આ સારું છે. ઘણા લોકો સીધા ઊંઘે કે પછી ખુરશી પર બેસે છે. એવા પોઝમાં રહેવું જોઈએ જ્યાં શરીરને શાંતિનો અનુભવ થાય.

મેડિટેશન માટે પ્રેક્ટિસ જરૂરી છે
ન્યૂ યોર્ક સિટીમાં મેડિટેશન સ્ટુડિયોમાં CEO એલી બરોસ ગ્લકે કહ્યું કે, શરુઆતમાં દરેક લોકો માટે આ કામ મુશ્કેલીભર્યું હોય છે. જેમ કે તમે જીમના પ્રથમ સેશન પછી 10 પાઉન્ડ વજન ઓછું ના કરી શકો.

સમય અને જગ્યા પ્રમાણે પોતાના માટે ફ્રેમવર્ક તૈયાર કરો. લેબ મેડિટેશન રિસર્ચની ડિરેક્ટર સારા લઝારના જણાવ્યા પ્રમાણે, 10 અને 5 મિનિટ સારી છે. જો તમને કોઈ માનસિક બીમારી છે અથવા કોઈ ટેન્શન હોય તો થોડા અલર્ટ રહેવું.

જગ્યા રેડી કરો
ઘરના ખૂણામાં માત્ર મેડિટેશન માટે એરિયા બનાવો. અહીં છોડ, પથ્થર કે મીણબત્તી મૂકો. ઘરમાં શાંતિવાળી જગ્યા પસંદ કરો.
UCLAના માઈન્ડફુલ અવેરનેસ રિસર્ચ સેન્ટરમાં માઈન્ડફુલનેસ એજ્યુકેશનની ડિરેક્ટર ડાયના વિન્સ્ટને કહ્યું કે, કોઈ ફેન્સી વસ્તુની જરૂર પડે એવું મને લાગતું નથી. યોગ અને મેડિટેશન ટીચર ટોનીએ કહ્યું, એક અલગ જગ્યા હોવી ખૂબ જરૂરી છે.

કોઈ એપની મદદ લો
આ સાંભળવામાં થોડું અલગ લાગે, કારણકે મોટાભાગના સમયે ફોન શાંતિના દુશ્મન છે. શરુઆતના સેશન ગાઈડન્સ સાથે કરવાથી તમને મદદ મળશે. ધ્યાન કરવાનો અર્થ એક જગ્યા પર અમુક સમય માટે સ્થિર બેસવાનો નથી. આ હજારો વર્ષોના ઈતિહાસ અને ટ્રેનિંગની સાથે એક મોટી ફિલોસોફીનો પણ ભાગ છે.

પોતાને થોડા સમય માટે ભૂલી જાઓ

  • આ તમે પોતાના માટે કરી રહ્યા છો, જેથી પોતાનામાં અને દુનિયામાં સ્થિર રહી શકો. આથી પ્રેક્ટિસમાં પોતાને ભૂલી જાઓ. જો તમે એપની મદદ લેવા ના ઈચ્છતા હો તો તમારા વિચારની મદદ લઇ શકો છો. વિચારો તમે એક સુંદર જગ્યા પર છો અને શાંત છો. તમારા શરીર પર ધ્યાન આપો અને પોતાને સાંભળો.
  • મેડિટેશન સ્પેશિયાલિસ્ટ ક્રિસ ટોલસને ચેતાવણી આપી છે કે, પ્રથમ સેશન પછી વધારે આશા ના રાખવી જોઈએ. રોજ તમને નવી વસ્તુઓનો અનુભવ થશે. તેનાથી મગજ ખાલી નહીં થાય, કારણકે આ શક્ય નથી.
  • ક્રિસે કહ્યું કે, આપનું મગજ ખાલી ના થઈ શકે. આપણે આપણા મનમાં આવતી વસ્તુઓને કંટ્રોલ ના કરી શકીએ. આપણે ફક્ત એટલું જ નિયંત્રિત કરી શકીએ છીએ કે આપણે કોઈ સાથે વ્યવહાર કેવી રીતે કરવો.
  • ક્રિસ વિચારો અને ભાવનાઓને વાદળની જેમ સમજવાની સલાહ આપે છે. જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે વિચારો કે તમે આકાશ જોઈ રહ્યા છો. ક્યારેક વાદળ ચમકતા હશે તો ક્યારેક કાળા હશે. તેનો અનુભવ કરો, પગની નીચે ઘાસનો અનુભવ કરો અને દુનિયાને જતી જુઓ.

અન્ય સમાચારો પણ છે...