એક અંદાજ અનુસાર, લગભગ 100 કરોડથી વધુ લોકો એટલે કે દર 7માંથી એક વ્યક્તિ માઈગ્રેનથી પીડિત છે. મહિલાઓને પુરુષોની તુલનામાં માઈગ્રેનની સમસ્યા ત્રણ ગણી વધારે હોય છે. માઈગ્રેનથી પીડિત દર 10 વ્યક્તિમાંથી 8 મહિલાઓ છે. મહિલાઓમાં એસ્ટ્રોજન હોર્મોનમાં થતા ફેરફારના કારણે તેમને માઈગ્રેનના દુખાવાની સંભાવના વધારે રહે છે.
ચિંતાજનક બાબત એ છે કે તેનાથી પીડિત 10માંથી 9 દર્દીઓના રૂટિન પર ખરાબ અસર થાય છે. તેઓ બિલકુલ કામ નથી કરી શકતા. ઘણા લોકોમાં માઈગ્રેનનો દુખાવો થવાના એકથી બે દિવસ પહેલાં કબજિયાત, ગરદનમાં દુખાવો, વારંવાર મૂડ બદલાઈ જવો, વારંવાર પેશાબ જવું, આંખે અંધારા આવવા, બોલવામાં સમસ્યા થવી અને હાથ અને પગમાં દુખાવા જેવા લક્ષણ જોવા મળે છે. આ લક્ષણોને ઓળખીને દુખાવાથી બચવાના ઉપાય કરી શકાય છે.
માઈગ્રેન સાથે સંબંધિત તે બાબતો જે તમારે જાણવી જરૂરી છે...
શું માઈગ્રેન ન્યૂરોલોજીકલ સમસ્યા છે?
આ એક એવી બીમારી છે જે મગજ અથવા નર્વને અસર કરે છે. માથામાં ઘણા પ્રકારના દુખાવા સિવાય, ઉલટી, નાકમાંથી પાણી આવવું, પ્રકાશ અને અવાજથી સમસ્યા થવી. માઈગ્રેન હંમેશાં ક્રોનિક હોય છે એટલે કે એક વખત પીડિતિ થવા પર તેની સમસ્યા વર્ષો સુધી રહી શકે છે.
માઈગ્રેન થવાનું કારણ શું છે?
અલગ અલગ વ્યક્તિઓ માટે માઈગ્રેનનાં કારણો અલગ હોય શકે છે. તેમ છતાં ઘણા સામાન્ય કારણ છે તેને ટ્રિગર કહેવામાં આવે છે. તેજ પ્રકાશ, હવામાનમાં ફેરફાર, રૂટિનમાં ફેરફાર, ખાવાના સમયમાં ફેરફાર, ડિહાઈડ્રેશન, તીવ્ર ગંધ અને હોર્મોનલ ફેરફાર પણ માઈગ્રેન હોય છે.
તેના કેટલા પ્રકાર છે?
પહેલોઃ ઓરા સાથે માઈગ્રેન. તેમાં ચહેરા પર સ્પોટ અથવા ઝણઝણાટી થાય છે. આ દુખાવો 20 મિનિટથી એક કલાક સુધી રહે છે.
બીજોઃ ઓરા વગર માઈગ્રેન. તેના ચાર તબક્કા હોય છે. તેમાં માથાની એક તરફ વધારે દુખાવો થવો. નાક વહેવું, ઉલટી અને ગરદન જકડાઈ જવા જેવી સમસ્યા થાય છે. તેનો દુખાવો ઘણા દિવસો સુધી રહી શકે છે.
માઈગ્રેન સિવાય માથાના દુખાવાના પણ 3 પ્રકાર છે
તણાવઃ તેમાં દુખાવો ધીમે ધીમે વધે છે. માથાના પાછળના ભાગમાં અથવા આગળના ભાગમાં દુખાવો થાય છે. તે 30 મિનિટથી 7 દિવસ સુધી રહી શકે છે.
સાઈનસઃ આંખોની ઉપર, આસપાસ દુખાવો થાય છે. આ દુખાવો તાવ પણ લાવે છે. નાક બંધ થઈ જાય છે. ચહેરા પર દબાણ મહેસૂસ થાય છે.
ક્લસ્ટરઃ માથું ખૂબ તીવ્ર દુખે છે. દુખાવો રહી રહીને થાય છે. પીડિતને બેચેની થાય છે. વ્યસન એ એક મોટું કારણ છે.
દુખાવામાં અસરકારક છે આ ઉપાય...
માઈગ્રેનથી તરત રાહત માટે:
લાંબા સમય સુધી રાહત માટેઃ
રિધમિક બ્રીધિંગઃ 5 સુધી ગણતરી કરતા શ્વાસ લો. 5 સુધીની ગણતરી કરતા શ્વાસ છોડો. શ્વાસ છોડતી વખતે શરીરને જે આરામ મળે છે તેના પર ધ્યાન આપો. દુખાવો ઝડપથી ઓછો થશે.
વિઝ્યુલાઈઝ બ્રીધિંગઃ કોઈ શાંત જગ્યા પર આંખો બંધ કરી બેસી જવું. હવે શ્વાસ લેતા કલ્પના કરો કે તમારી બોડી રિલેક્સ થઈ રહી છે અને તણાવ દૂર થઈ રહ્યો છે. ઊંડો શ્વાસ લો, પરંતુ વધારે દબાણ ન કરવું. શ્વાસ લેતી વખતે તે નાકમાંથી થઈ ફેફસાં અને પછી છાતી અને પેટ સુધી જાય તેને મહેસૂસ કરો. હવે આવી જ રીતે તેને બહાર કાઢતા મહેસૂસ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.