પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS) ભારતીય મહિલાઓમાં એક સામાન્ય રોગ બની રહ્યો છે. આંકડા મુજબ દેશની દર 5 યુવતીઓમાંથી એક યુવતી તેની ઝપેટમાં છે. ડૉક્ટરોનું માનવું છે કે, PCOSનું જોખમ ખોટું ભોજન, બેસવાની રીત અને બીમારીની ચેતવણી આપતા લક્ષણોને અવગણવાની ટેવના કારણે ખુબ જ વધે છે.
કિશોરવયની છોકરીઓમાં PCOSનું જોખમ
OnlyMyHealth સાથેની વાતચીતમાં ડૉ.રક્ષા મધુએ જણાવ્યું હતું કે, આજકાલ 13 થી 19 વર્ષની વયજૂથની છોકરીઓમાં પણ PCOSના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ઉંમરે વધુ પડતું વજન વધવાને કારણે આવું થઈ રહ્યું છે. AIIMSના એક રિસર્ચ અનુસાર PCOSના 60 ટકા કેસમાં દર્દી મેદસ્વી હોય છે. તે જ સમયે, યુકેના અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે PCOS ધરાવતી 24% મહિલાઓમાં માતા છે અને 32% મહિલા બહેનોને પણ આ જ બીમારી છે. આનો અર્થ એવો થયો કે, PCOS એ આનુવંશિક સિન્ડ્રોમ પણ હોઈ શકે છે. ડૉ.મધુના જણાવ્યા મુજબ શહેરોમાં રહેતી છોકરીઓને ગામડાઓની તુલનામાં PCOSનું જોખમ વધારે હોય છે. આના કારણોમાં રેસ્ટોરન્ટ અને કાફે ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ અને પેકેજ્ડ ફૂડ, અધૂરી ઊંઘ, ભાવનાત્મક તણાવ અને અસ્તિત્વમાં ના હોય તેવી કસરતનો સમાવેશ થાય છે.
PCOSના આ લક્ષણોથી સાવધાન રહો
નિષ્ણાતોનું માનવું છે કે માસિક ધર્મ સમય પહેલાંઆવતાં હોય તો છોકરીઓને જીવનમાં ગમે ત્યારે PCOS થવાનું જોખમ વધારે હોય છે.
કિશોરવયની છોકરીઓમાં PCOSના કારણો
PCOSનું સૌથી મોટું કારણ હોર્મોનલ સંતુલનનો બગાડ છે. કેટલીક છોકરીઓમાં પુરુષના હોર્મોન્સનું ઉત્પાદન વધારે થાય છે, જેના કારણે શરીરમાં કેટલાક કેમિકલ્સ ઉપર-નીચે થઈ જાય છે. PCOSનું બીજું મુખ્ય કારણ મેદસ્વીપણું છે. કિશોરાવસ્થામાં જ મેદસ્વી બનવું એ ઘણી સમસ્યાઓનું મૂળ બની શકે છે.
PCOS સામે કેવી રીતે રક્ષણ આપવું?
અત્યારે PCOSની કોઈ કાયમી સારવાર નથી. આહારમાં ફેરફાર કરીને, કસરત કરીને અને કેટલીક દવાઓની મદદથી તેના લક્ષણોને નિયંત્રિત કરી શકાય છે. જીવનમાં સકારાત્મક બદલાવ લાવવા માટે તમે આ ટિપ્સ અનુસરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.