વર્લ્ડ લીવર ડે:જંક ફૂડના કારણે અમેરિકામાં દર 4 પૈકી 1 વ્યક્તિને છે ફેટી લીવરની સમસ્યા, જાણો શું છે જોખમ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

19 એપ્રિલના રોજ વર્લ્ડ લીવર ડે ની ઉજવણી કરવામાં આવે છે. લીવરને લઈને અમેરિકામાં મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. દર 4 અમેરિકી વ્યક્તિ પૈકી 1 વ્યક્તિ ફેટી લીવરની બીમારી સામે ઝઝૂમે છે. અમેરિકાની 26 કરોડથી વધુ પુખ્ત વસ્તી પૈકી 6.4 કરોડ યુવાનો ફેટી લીવરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વધુ જંક ફૂડ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની આદતને કારણે ફેટી લીવરની સમસ્યા થાય છે. આ સમસ્યાને નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD) નામ આપવામાં આવ્યું છે.
સામાન્ય રીતે આ બીમારીની ખબર રૂટિન હેલ્થ ચેકઅપમાં નથી પડતી. તો આ બીમારીના કોઈ લક્ષણ પણ જોવા મળતા નથી. પરંતુ થોડા મહિના બાદ પેટની જમણી બાજુ ફૂલવા લાગે છે. આ બીમારી એટલી ખતરનાક છે કે લીવર ફેલની સાથે જીવ ગુમાવવાનું પણ જોખમ રહે છે. આ બીમારી અંગે અમેરિકન હેલ્થ એસોસિએશન વિષે જણાવ્યું છે. જેમાં બીમારીની ખબર કેવી રીતે પડે છે તે અંગે પણ વાત કરી છે.
અમેરિકાના 10 કરોડ યુવાનો પૈકી 40% NAFLD નો શિકાર
રિઝન યુનિવર્સિટીના ડાયાબિટીસ નિષ્ણાંત ડૉ. પૌલ ડુલેએ જણાવ્યું હતું કે, આ લીવરની સૌથી સામાન્ય બીમારી છે. જે લાખો લોકોના મૃત્યુનું કારણ બની રહી છે. અમેરિકાના 10 કરોડ યુવાનોમાંથી 40% યુવાનો વધુ ખાવાને કારણે નોન-આલ્કોહોલિક ફેટી લીવરની સમસ્યાથી પીડાય છે.
ડૉક્ટરોનો અંદાજ છે કે જે લોકો પહેલાથી જ ડાયાબિટીસ, મોટાપો અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગોથી પીડાતા હોય તે લોકોને આ બીમારીનું જોખમ વધુ રહે છે. ઘણા લોકોને આનુવંશિક રીતે પણ આ રોગ થઈ શકે છે. નબળો આહાર, ટાઇપ-2 ડાયાબિટીસ અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાને કારણે NAFLD ઝડપથી ફેલાઈ રહ્યું છે.
ફેટી લીવરથી દર્દીઓના વજનમાં 10 કિલોનો ઘટાડો
NAFLD ધરાવતા લોકોને બાયોપ્સી પછી લિપોસક્શન સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવે છે. આ એકમાત્ર સારવાર છે, પરંતુ તે ખર્ચાળ છે. તે જ સમયે,ઓછામાં ઓછું 10 કિલો વજન ઘટાડવાની અને તંદુરસ્ત ખોરાક ખાવાની અને દરરોજ કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. રોગની વહેલાસર તપાસ કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે આ રોગ હાર્ટએટેકનું કારણ પણ બની શકે છે.