રિપોર્ટ / વાયુ પ્રદૂષણના કારણે ભારતના લોકોની સરેરાશ ઉંમર 2.6 વર્ષ ઘટી

Due to air pollution, the average age of people of India decreased by 2.6 years

Divyabhaskar.com

Jun 13, 2019, 12:52 PM IST

હેલ્થ ડેસ્કઃ વાયુ પ્રદૂષણથી થતા જોખમી રોગોના કારણે ભારતમાં અંદાજિત જીવન સમય એટલે કે સરેરાશ ઉંમરમાં 2.6 વર્ષનો ઘટાડો જોવા મળ્યો છે. પર્યાવરણ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્ન્મેન્ટ (CSE)ના તાજેતરના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.


ઘરની બહાર અને અંદર બંને જગ્યાએ પ્રદૂષણ છે
CSEએ જણાવ્યું કે, ઘરની બહારનું અને અંદરનું વાતાવારણ બંને જગ્યાએ વાયુ પ્રદૂષણ જીવલેણ રોગોને નોતરી રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 'વાયુ પ્રદૂષણ ભારતમાં આરોગ્ય સંબંધિત તમામ જોખમોમાં મૃત્યુ થવાનું ત્રીજું સૌથી મોટું કારણ બની રહ્યું છે. તેના પછી તરત જ ધૂમ્રપાનથી થતાં મૃત્યુનો ક્રમ આવે છે. આ જોખમ હવામાં તરતા પર્ટિક્યુલેટ મેટર 2.5 કણો, ઓઝોન અને ઘરની અંદરનું વાયુ પ્રદૂષણની સામૂહિક અસર છે.'


ભારત સહિત દક્ષિણ એશિયાના લોકોની સરેરાશ ઉંમર પણ 2.6 વર્ષ ઘટી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયુ પ્રદૂષણની સામૂહિક અસરના કારણે ભારતીયો સહિત દક્ષિણ એશિયાના લોકોની સરેરાશ ઉંમર 2.6 વર્ષ ઘટી ગઈ છે. વિશ્વભરમાં પ્રદૂષણને કારણે જે અકાળ મૃત્યુ થઈ રહ્યા છે તેના કરતા ભારતમાં આ દર ત્રણ ગણો વધારે છે. રિપોર્ટ અનુસાર, 'દુનિયામાં આજે જન્મેલું કોઈ બાળક વાયુ પ્રદૂષણની સ્થિતિને કારણે આશરે 20 મહિના વહેલું મૃત્યુ પામશે, જ્યારે ભારતમાં લોકોનું મૃત્યુ ધારણા કરતાં 2.6 વર્ષ વહેલું થઈ જશે.'


300 દિવસ સુધી રહે છે ખરાબ વાયુ ગુણવત્તા
તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસ પર કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, વર્ષ 2014માં ખરાબ વાયુ ગુણવત્તા 300 દિવસ સુધી રહેતી હતી, જે આ વર્ષે ઓછી થઇને 206 દિવસ થઈ ગઈ છે. ભૂતપૂર્વ પર્યાવરણ પ્રધાન હર્ષવર્ધને અગાઉ વાયુ પ્રદૂષણ અંગે વૈશ્વિક અહેવાલને નામંજૂર કર્યો હતો, જે મુજબ દેશમાં ઝેરી હવાને લીધે 12 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું હતું કે આવા અભ્યાસો ફક્ત લોકોમાં ગભરાટ પેદા કરવા માટે થતા હોય છે.

X
Due to air pollution, the average age of people of India decreased by 2.6 years

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી