બીમારી / બાળકોનો ભોગ લેતો 'ચમકી' તાવ જીવલેણ બન્યો, બિહારમાં 14 બાળકો મૃત્યુ પામ્યા

Because of chamki fever 14 children of bihar died

Divyabhaskar.com

Jun 13, 2019, 11:23 AM IST

હેલ્થ ડેસ્કઃ આજકાલ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં 'ચમકી' તાવ જીવલેણ બન્યો છે. આ ભયાનક તાવથી અત્યાર સુધી 14 બાળકોનું મૃત્યુ થયું છે. જ્યારે 38 બાળકોની સ્થિતિ નાજુક છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, 'ચમકી' તાવના કારણે છેલ્લાં 24 કલાકમાં 5 બાળકોનાં મોત થયા છે. ડોક્ટરોએ કુંટુંબોને પોતાના બાળકોની ખાસ કાળજી લેવા માટે અપીલ કરતાં દિવસમાં 2થી 3 વાર તેમને નાહવાની સલાહ આપી છે.

મુઝફ્ફરપુરની શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજની હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ શાહીએ જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ થયેલાં 38 બાળકોમાં આ રોગના લક્ષણો મળી આવ્યા છે. આ લક્ષણોવાળા ઓછામાં ઓછા 14 બાળકોનાં મોત થયા છે. જો તમે આ જીવલેણ રોગનાં જોખમને ટાળવા માગતા હો તો તેના લક્ષણો અને સારવાર વિશેની સંપૂર્ણ માહિતી રાખો.

'ચમકી' તાવનાં લક્ષણો

 • સતત તાવ આવવો
 • શરીરમાં વારંવાર ખેંચ આવવી
 • દાંત પર દાંત દબાવી રાખવા
 • આળસ ચઢવી
 • નબળાઈને કારણે બેભાન થવું
 • ચૂટલો ખણવા પર શરીરમાં કોઈ પ્રવૃત્તિ ન થવી

સારવાર
ચમકી તાવથી પીડિત વ્યક્તિના શરીરમાં પાણીનો અભાવ ન થવા દો. બાળકોને ફક્ત હેલ્ધી ફૂડ જ આપવું. રાત્રે જમ્યા પછી હળવી મીઠાઈ ખવડાવવી. સિવિલ સર્જન એસપી સિંહના જણાવ્યા મુજબ, ચમકીથી પીડાત બાળકોમાં હાઈપોગ્લાયકેમિયા એટલે કે શુગરની ઊણપ જોવા મળી રહી છે. અત્યારે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. અહીં ચમકી તાવથી પીડાતા બાળકોની સારવાર માટે યોગ્ય ગોઠવણ કરવામાં આવી છે. બાળકોને સમયાંતરે પ્રવાહી આપવું ફરજિયાત છે.

આ વાતોનું ધ્યાન રાખવું

 • બાળકોને એંઠા અને સડેલાં ફળો ન આપવાં
 • બાળકોને એ જગ્યાએ ન જવા દેવા જ્યાં ડુક્કર રહે છે
 • જમ્યા પહેલાં અને પછી બાળકોને હાથ ધોવડાવવા
 • પીવાનું પાણી સ્વચ્છ રાખવું
 • બાળકોના નખ ન વધવા દેવા
 • ગંદકીવાળા વિસ્તારથી બાળકોને દૂર રાખવા
X
Because of chamki fever 14 children of bihar died
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી