તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાદરગઢના ખાપ પંચાયતિયા સામે પોલીસની કડક કામગીરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાપરઃ મનસ્વી રીતે નાત બહાર કરવા અને જંગી દંડ ની માંગણી કરીને પીડિત પરિવારોને લૂંટતી ટોળકી વિરૂધ્ધ બાદરગઢની પરિણીતા દ્વારા ધાક બેસાડતી ફરિયાદ કરતાં રાપર પોલીસે વારાફરતી ત્રણ આરોપીઓને પકડી લોકઅપમાં પૂરી દીધા હતા. જોકે ત્યારબાદ આરોપીઓને સમયાંતરે કોર્ટમાં રજૂ કરાતાં જામીન ઉપર છુટકારો થયો હતો.આ બનાવમાં  અખબારોમાં એક અધિકારીની કામગીરી શંકા ઉપજાવે તેવા અહેવાલો પ્રગટ થતાં શાંતિ સુલેહનો ભંગ ના થાય એટલા માટે આજે ફરી પોલીસે દેખીતી કાર્યવાહી કરી હતી અને 151 હેઠળ ફરી ધરપકડ કરીને ચેપટર કેસ દાખલ કરાયો હતો.
આરોપીઓને ભાગવામાં અને હાજર થવામાં ખાસો એવો સમય મળી ગયો હતો
અત્રે ઉલ્લેખનીય છે જે અગાઉ પરિણીતા દ્વારા રેન્જ આઈજીને આખરી ગુહાર લગાવતી અરજી કરી હતી. જેના સંદર્ભે પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ અને ભચાઉ ડીવાયએસપી કે.જી.ઝાલાની કડક સૂચનાના પગલે રાપર પીઆઇ આર.એમ. વસાવા દ્વારા ધાક બેસાડતી કાર્યવાહી કરાઇ હતી.  આરોપીઓ બાબુ બેચરા બારવડીયા,પરબત સામાં કારોત્રા,સવજી લાધા ગોઠીને તાત્કાલિક પકડવાના આદેશ આપ્યા હતા. જોકે ત્યારબાદ એક અધિકારીની શંકાસ્પદ કામગીરીના કારણે આજે આરોપીઓને ભાગવામાં અને હાજર થવામાં ખાસો એવો સમય મળી ગયો હતો. જેના કારણે અનેક સવાલો ખડા થયા હતા અને ફરી ગઇ કાલે ચેપટર કેસ નોંધીને પોલીસે પોતાની કામગીરી કાગળ ઉપર દેખાડી હતી. તો સામાન્ય કેસોમાં તાત્કાલિક જામીન મળે ત્યારે જ ભેગો ચેપટર કેસ કરતી પોલીસને આ કેસમાં તમામ આરોપી જામીન ઉપર છૂટી ગયા અને ઘરે પણ કેટલા દિવસ રહી આવ્યા બાદ ચેપટર કેસ યાદ આવ્યો હતો. જેનું મુખ્ય કારણ અખબારોમાં આવેલ અહેવાલ હતો  તેવું પીડિત પરિવારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...