ભુજ / કચ્છના જ કેટલાક‘ચોકીદાર’ ભાજપ સરકાર પ્રત્યે નારાજ

divyabhaskar.com

May 15, 2019, 09:43 AM IST
Some of the Kachchh people are 'angry' to the BJP government

 • ચૂંટણી ટાંકણે ‘મૈ ભી ચોકીદાર’ અભિયાનમાં કેટલાક ચોકીદાર જોડાયા હતા
 • પોતાના નામની આગળ ચોકીદાર લખનારાઓએ કરેલા ટ્વીટમાં રેલવે, પાણી, રસ્તાની ફરિયાદ કરી

ભુજઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ આક્ષેપ-પ્રતિ આક્ષેપોનો મારો ચલાવવાનું શરૂ કર્યું જેમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ ઇશારો કરતાં ચોકીદાર ચોર હૈ તેમ જણાવ્યું હતું. તેમના આ નિવેદન બાદ ચોકીદારનો મુદ્દો ભાજપે ઉછાળ્યો અને પીએમ નરેન્દ્ર મોદીએ ચલાવેલાં ‘મૈં ભી ચોકીદાર’ અભિયાનમાં જોડાયેલા કચ્છના કેટલાક ‘ચોકીદારો’એ ખુદ ભાજપની સરકાર પ્રત્યે રેલવે, પાણી, રસ્તાની ફરિયાદ સાથે ટ્વીટરમાં નારાજગી
દર્શાવી હતી.

સંજીવ મેનન નામના ચોકીદારે કરેલા ટ્વીટમાં રેલવેનો કડવો અનુભવ ડીઆરએમ સમક્ષ મુકતાં જણાવ્યું હતું કે, તેઓ ગાંધીધામ એક્સપ્રેસમાં મુસાફરી કરતા હતા ત્યારે કેટરિંગ સર્વિસ દ્વારા ઓર્ડર લેવાયા બાદ મોડેથી ભોજન પીરસાયું હતું. રાત્રિના સમયે થયેલા આ વિલંબ માટે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

દાદર-ભુજ 12959/60 નંબરની ટ્રેનના સમયમાં ફેરફાર બાબતે રજૂઅાત કરનારા વિરલ પટેલે ટ્વીટ સંદેશમાં જણાવ્યું હતું કે, તેમને ભ્રષ્ટાચારી રેલ તંત્ર દ્વારા કોઇ પ્રત્યુત્તર પાઠવાયો ન હતો. નીતિન ડી. પરમાર નામના ચોકીદારે ટ્વીટમાં કટાક્ષ કરતાં ગાંધીધામ-કંડલા અને ગાંધીધામ-અંજારનો રોડ અોવર બ્રીજ ભાજપના રાજમાં જ બનશે કે કેમ તેવો સવાલ પૂછ્યો હતો.

X
Some of the Kachchh people are 'angry' to the BJP government
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી