ગાંધીધામના ગાંધી માર્કેટમાં આંગડિયા પેઢીના સંચાલક પર હુમલો કરી બે બુકાનીધારીએ 11 લાખની લૂંટ ચલાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો
  • પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી

ગાંધીધામ: શહેરની ગાંધી માર્કેટના પહેલા માળે આવેલી બાબુલાલ આંગડીયા પેઢી પર આજે બુકાનીધારીઓ લૂંટ ચલાવી હતી. આંગડીયા પેઢીના સંચાલક પર હુમલો કરીને લૂંટને અંજામ આપીને લૂંટારું નાસી છૂટ્યા હતા. 11 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું જાણવા  મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

ગાંધીધામના મેઈન માર્કેટમાં ધોળા દિવસે બાબુલાલ પેઢીના સંચાલક બાબુલાલ પ્રજાપતિ પર બે બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો અને તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી લૂંટી લેવામાં આવ્યા હતા. આંગડીયા પેઢીમાંથી આશરે  11 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

બપોરે રાધનપુર આંગડીયું કરવાનું હોવાનું કહી આ બે શખ્સોએ બાબુભાઈ પ્રજાપતિ પર હુમલો કરી લૂંટ ચલાવી હતી.  બનાવના પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવીને આગળની તજવીજ હાથ ધરી હતી.
(તસવીર અને માહિતી: સંદીપ દવે, ગાંધીધામ)