આદિપુરના ભાજપ અગ્રણીના માતાની રહસ્યમય રીતે હત્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભેદ ભરમ : ધોળે દિવસે ઘરમાં ઘૂસી હાથ-પગ બાંધી વૃદ્ધાની હત્યા શા માટે કરાઈ ?

ગાંધીધામઃ આદિપુરના વોર્ડ-4/એ-એફમાં પ્લોટ નંબર -125/126 માં રહેતા કચ્છ જિલ્લા ભાજપના યુવા અગ્રણીના 68 વર્ષીય માતાની સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ઇસમે હાથ પગ બાંધી ગળું દાબી ક્રુર હત્યા કરી હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ધોળા દિવસે ઘરમાં ઘૂસી હાથ પગ બાંધી વૃધ્ધાની હત્યા શા માટે કરાઇ તે બાબતે ભેદ ભરમ સર્જાયા છે. 

હત્યાનું કારણ અકબંધ
કચ્છ જિલ્લા ભાજપ આઇટી સેલના કન્વીનર અને નરેન્દ્ર મોદી વિચાર મંચની યુવા વીંગના જિલ્લા પ્રમુખ પ્રેમ ઉત્તમચંદ ચંદાનીના 68 વર્ષીય માતા મોહિનીબેન ઉત્તમચંદ ચંદાનીની હત્યા કરાઇ હોવાની જાણ પ્રેમ ચંદાનીના પિતા ઉત્તમચંદ ઘરે ગયા ત્યારે થઇ હતી. મોહિની બેનના હાથ પગ બાંધેલી હાલતમાં જોતાં હત્યા કરાઇ હોવાની જાણ થતાં પોલીસને જાણ કરાઈ હતી. આ બાબતે પ્રાથમિક તપાસમાં મોહીનીબેનની હત્યા ગળું દબાવીને કરાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ કોણે હત્યા કરી ? કયા કારણોસર કરી ? આ તમામ ઉકેલ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.