તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Young Man With Friends Beaten Old Age Hotel Manager In Bhuj City Entire Crime Caught In Cctv

ભુજમાં હોટલના વૃદ્ધ મેનેજરને પૂર્વ રિસેપ્સનિસ્ટે મિત્રો સાથે જમવા માટે માર માર્યો, ઘટના CCTVમાં કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોડી રાત્રે જમવાનું નહીં બને તેમ કહેતા વૃદ્ધ પર હુમલો
  • વૃદ્ધને કર્મચારીએ છોડાવી હોસ્પિટલમાં દાખલ કર્યા

ભુજ: પ્રિન્સ હોટલમાં 25 સપ્ટેમ્બરે મોડી રાત્રે જમવા બાબતે ધમાલ મચાવનારા યુવકને મોડું થઇ ગયું છે, હવે જમવાનું નહીં થઇ શકે તેવું મેનેજરે કહેતા યુવાન ઉસ્કરાયો હતો. તેણે બાપના બાપની ઉંમરના વૃદ્ધ મેનેજરને  ફેંટ પકડીને માર માર્યો હતો. ગડદાપાટુ મારતા વૃદ્ધ મેનેજરને ઇજા પહોંચાડતાં હોસ્પિટલમાં ખસેડવામાં  આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. મેનેજરને માર મારવાનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો.

સીસીટીવીમાં શું દેખાય છે
પ્રિન્સ હોટલમાં એક રૂમમાં બેઠેલા હર્ષેન્દ્રકાંત વૈષ્ણવ પર અચાનક વૈભવ દિવાકર પુજારા તેના મિત્રો સાથે દોડી જાય છે અને તેમને પકડીને અંદર માર મારે છે. અંદરથી ખેંચીને બહાર લાવે છે અને માર મારવા લાગે છે. દરમિયાન રિસેપ્સન કાઉન્ટરમાં બેઠેલા અમૃતભાઇ જાગાણી દોડી આવે છે અને મેનેજરને છોડાવે છે.  જોકે ત્યાંથી વૈભવ  બહાર જાય છે પરંતુ વૃદ્ધ ફરી ત્યાં દેખાતા ફરી તેમને લાતો મારવા લાગે છે. મારતા મારતા વૃદ્ધને હોટલના દરવાજા બહાર કાઢે છે અને પાછો હોટલ બહાર જાય છે. જોકે, વૃદ્ધ જે દરવાજાથી અંદર આવ્યા તે દરવાજામાંથી તે અંદર આવીને ઊભેલા વૃદ્ધને પાટુ મારે છે જેથી વૃદ્ધ નીચે પડી જાય છે.  વાત એટલે અટકતી નથી વૈભવ વૃદ્ધને પીઠ અને માથાના ભાગે પાટા મારવા લાગે છે. વૃદ્ધ રડવા લાગે છે ત્યાં સુધી તેમને મારતો રહે છે.

આરોપી હોટલમાં અગાઉ નોકરી કરતો
ભુજની પ્રિન્સ હોટલમાં મેનેજર તરીકે છેલ્લા 42 વર્ષથી ફરજ બજાવતા હર્ષેન્દ્રકાંત નાનાલાલ વૈષ્ણવ (ઉ.વ.72)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, માર મારવાનો બનાવ રાત્રીના પોણા અગિયાર વાગ્યાના અરસામાં બન્યો હતો. આરોપી વૈભવ દિવાકર પુજારા રહે ભાવેશ્વર નગર ભુજ જે પાંચ-સાત વર્ષ અગાઉ પ્રિન્સ હોટલમાં બે-ચાર મહિના માટે રિસેપ્સન પર કામ કરતો હતો. ગુરૂવારે રાત્રીના પ્રિન્સ હોટલમાં અન્ય બે મિત્રો સાથે જમવા આવ્યો અને હોટલના માણસો સાથે જમવા મુદે ધમદાટી મારીને ધમકાવતો હતો, ત્યારે ફરિયાદી મેનેજરે જઇને આરોપીને કહ્યું હતું કે, ગ્રાહકો જમી રહ્યા છે શાંતિ રાખો રાત્રીના મોડું થઇ ગયું છે એટલે હવે જમવાનું હવે નહીં બની શકે ત્યારે આરોપી વૈભવ ઉસ્કેરાઇ ગયો હતો અને ફરિયાદીને મોટા અવાજે ગાળાગાળી કરીને હાથ અને લાતોથી ગડદાપાટુનો માર મારવાનું ચાલુ કરી દીધું હતું .

માર મારી ધમકી આપતા ફરિયાદ
 આરોપી વૈભવે મેનેજરને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મેનેજરે તાત્કાલિક હોટલ માલિકને ફોન કરતાં સારવાર લીધા બાદ આરોપી વિરૂધ એ  ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ઘરપકડ બાદ મેસેજ કરી ધમકી આપી
હોટલ પ્રિન્સમાં ધમાલ મચાવનારા આરોપી વૈભવની પોલીસે ધરપકડ કરી લીધા બાદ હોટલ માલિક પરમ ઠક્કરને આરોપીએ વોટસએપ પર મેસેજ કર્યો હતો જેમા 'કેસ એક રાત કા હૈ..દુશ્મની લાઈફટાઈમ કી હૈ..જસ્ટ વેઈટ એન્ડ વૉચ'. એવી ધમકી આપી હતી.