• Home
  • Kutchh
  • Bhuj
  • White Sand Beach Festival will be celebrated every year in Mandvi says by cm rupani during tent city ingratiation in mandavi

કચ્છ / ધોરડોના રણોત્સવની જેમ માંડવીમાં દર વર્ષે વ્હાઇટ સેન્ડ બીચ ફેસ્ટિવલ ઉજવાશે, બીચ ફેસ્ટિવલનો પ્રારંભ

White Sand Beach Festival will be celebrated every year in Mandvi says by cm rupani during tent city ingratiation in mandavi

  •  માંડવીના રમણીય સાગર તટે ટેન્ટ સિટીનું ઉદ્દઘાટન

Divyabhaskar.com

Feb 14, 2020, 10:34 AM IST
માંડવી: રણોત્સવના કારણે ધોરડોનું સફેદ રણ વૈશ્વિક સ્તરે પ્રવાસન માટે જાણીતું બન્યું છે ત્યારે માંડવીમાં પણ દર વર્ષે વ્હાઇટ સેન્ડ બીચ ફેસ્ટિવલ યોજીને દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવામાં આવશે તેમ માંડવીના રમણીય સાગર તટે ટેન્ટ સિટીનું ઉદ્દઘાટન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
ભૂકંપ બાદ સોળે કલાએ ખીલેલા કચ્છનો રંગ દરેક વર્ષે અલગ અલગ જોવા મળે છે. ધોળાવીરાને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા કેન્દ્ર સરકાર પણ તત્પર છે. માતાના મઢ, નારાયણસરોવર, કોટેશ્વર, ભદ્રેશ્વર, ભુજ અને અંજાર સહિતના વિસ્તારોમાં ટુરિસ્ટો મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે માંડવીને પણ ટુરિઝમ માટે વૈશ્વિક ઓળખ આપવા દર વર્ષે વ્હાઇટ સેન્ડ બીચ ફેસ્ટિવલ યોજાશે તેવી જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી. આ તકે તેમણે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થના વિકાસને વેગ આપવાની પણ વાત કરી હતી.

પ્રવાસન વિભાગના કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, કલેક્ટર પ્રવીણા ડી. કે., આઇજી સુભાષ ત્રિવેદી, ટુરિઝમ સચિવ મમતા વર્મા, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, નગરપતિ મેહૂલ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ ગંગાબેન સેંઘાણી, શહેર ભાજપ પ્રમુખ દેવાંગ દવે, સુરેશ સંઘાર, દિનેશ હિરાણી, મિતેશ મહેતા, દિલિપ ત્રિવેદી, વાડીલાલ દોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લી ઘડીએ સોશિયલ મીડિયામાં આમંત્રણ અપાયું
મુખ્યમંત્રીની માંડવી મુલાકાતનો કાર્યક્રમ અગાઉથી નિશ્ચિત હોવા છતાં કોઇ કારણોસર તેનું આમંત્રણ છેલ્લી ઘડીએ અને તે પણ સોશિયલ મીડિયા પર અપાયું હતું. પ્રવાસન વિભાગના માધ્યમથી પીઆરઓ એજન્સી દ્વારા અગ્રણીઓ અને પત્રકારોને પીડીએફ ફાઇલ મૂકીને અંતિમ ઘડીએ આમંત્રિત કરાયા હતા.
વિવાદિત જમીન પર ઉંચા ભાડા સાથેની તંબુ નગરી
બીચ પર વિન્ડ મીલ બનાવાઇ ત્યારે ખાનગી વીજ કંપનીને 99 વર્ષની લીઝ પર ભાડે આપાયેલી જમીન પૈકીના 70 મીટર પહોળા અને 1650 મીટર લાંબા પટ્ટા પર તંબુ નગરી બનાવાઇ છે તે અંગે વિવાદ ઉભો થયો છે. આ ઉપરાંત અલગ અલગ કેટેગરીના ટેન્ટમાં બે દિવસ અને એક રાત્રિ રોકાણનું ભાડું 6થી 10 હજાર જેટલું રાખવામાં આવતાં સહેલાણીઓમાં આ અંગે કચવાટ જોવા મળ્યો હતો.

સીએમએ કહ્યું, ‘આધાર કાર્ડ પડી ગયું’
ટેન્ટ સિટીના ઉદ્દઘાટન સમારોહની તસવીરો ખેંચવા આવેલા ફોટો ગ્રાફરના ખીસ્સામાંથી આધાર કાર્ડ પડી ગયું હતું. મુખ્યમંત્રીનું ધ્યાન જતાં તેમણે તસવીરકાર પપ્પુ સોનીને આ અંગે વાકેફ કર્યા હતા. ફોટોગ્રાફરે આભાર માનીને આધાર કાર્ડ ઉપાડી લીધું હતું.
મુખ્યમંત્રીના વિરોધ થાય તે પહેલા કોંગ્રેસના નેતા અને કાર્યકરોની કરાઇ અટક
માંડવી બીચ ખાતે ટેન્ટ સીટીનું ઉદ્ઘાટન કરવા આવતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોંગ્રેસ દ્વારા ચાર મુદ્દે વિરોધ વ્યક્ત કરવાની બાતમી પોલીસને મળતા લોજમાં જતા જતા અટક કરી લેવાઈ હતી. નર્મદા પાણી, આરોગ્ય ક્ષેત્રે, રોજગારી, અને મોંઘવારી સહિતના ચાર મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમન સમયે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાની બાતમી પોલીસને મળતા તેમની અટક કરી માંડવીથી 35 કિલોમીટર દૂર ગઢશીશા પોલીસ લઈ જવાયા હતા.

કોંગ્રેસ પ્રદેશ સમિતિના રફીક મારા તાલુકા પ્રમુખ ખેરાજ ગઢવી, શહેર પ્રમુખ વિજયસિંહ જાડેજા, વીથ કોંગ્રેસના પ્રમુખ માનશીબેન શાહ, મીત ગઢવી, અકબર મંધરા, નાૈસાદ હસળીયા, રફીક રાયમા, ઇનાયત બલોચ સહિતના લોકોની અટક કરી હતી. વિજય રૂપાણી શહેર છોડી જતા રહ્યા બાદ તેને મુક્ત કરાયા હતા.
X
White Sand Beach Festival will be celebrated every year in Mandvi says by cm rupani during tent city ingratiation in mandavi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી