કચ્છ / અંજારમાં ચોરોએ બે અલગ જગ્યાએ બે ચોકીદારની હત્યાને અંજામ આપી ચોરી કરી

two security gaurd murder  in two separate places in anjar

  • ચોરી કરતી કોઈ એક જ ગેંગે ગુનોને અંજામ આપ્યો હોવાની પોલીસ આશંકા

Divyabhaskar.com

Aug 14, 2019, 04:58 PM IST

અંજાર: ચોરોએ શહેરની ગોલ્ડન સેન્ડ સોસાયટીના એક મકાનમાં ચોરી બાદ ચોકીદારની હત્યા કરી હતી. જ્યારે અંજાર નજીકના વરસાણામાં આવેલી કેમિકલ કંપનીમાં ચોરીના ઈરાદે ઘૂસેલા પાંચેક ચોરોએ ગાર્ડની પણ હત્યા કરાઈ હતી. હત્યા મામલે સિક્યુરિટી કંપનીના માલિકે અંજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરતી કોઈ એક જ ગેંગે ગુનોને અંજામ આપ્યો હોવાની પોલીસ આશંકા સેવી રહી છે.
રહેણાંક વિસ્તારમાં ચોકીદારની હત્યા
એક બનાવ ગોલ્ડન સેન્ડ સોસાયટી ખાતેના રહેણાંક મકાનમાં બન્યો હતો. સોસાયટીના 80-સી નંબરના મકાનના તાળાં તોડી બે અજાણ્યા શખ્સોએ મકાનમાં રહેલો પ્લાસ્ટિકનો સામાન, નળ વગેરે મળી 10 હજાર રૂપિયાની ચોરી કરી હતી. સોસાયટીની ચોકી કરતા કરતાં ખોડા લાખા રબારી નામના ચોકીદાર પર છરીથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.
ફેક્ટરી કમ્પાઉન્ડમાં ચોકીદારની હત્યા
અંજારના વરસાણા નજીક આવેલી કચ્છ કેમિકલ કંપનીમાં બન્યો હતો. ફેક્ટરીમાં ચોરીના ઈરાદે કમ્પાઉન્ડ વોલ કૂદીને ત્રાટકેલાં પાંચથી છ અજાણ્યા તસ્કરોએ અહીં તૈનાત રામભાઈ કરસનભાઈ નામના સિક્યોરીટી ગાર્ડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની કરપીણ હત્યા કરી નાખી હતી

X
two security gaurd murder  in two separate places in anjar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી