દેશમાં કોલસાની આયાતમાં કચ્છની બે કંપનીનો અધધ 40 ટકા હિસ્સો!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વીજ ઉત્પાદન માટે સરકારી અને ખાનગી કંપની કોલસાની કરે છે આયાત
  • દેશની કુલ 28.70 એમએમટી આયતમાં કચ્છના બે પ્લાન્ટ દ્વારા જ 11.58 એમએમટીની આયાત !

ભુજઃ સતત પ્રદૂષણ બાદ પણ ભારતમાં ચાલુ વર્ષના પાંચ મહિનામાં કોલસાની આયાતમાં ગત વર્ષની તુલનાએ 28 ટકાનો વધારો થયો છે. ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર ભારતના કોલસાની આયાતમાંથી એકલી કચ્છની બે કંપની તેમાંથી 40 ટકા હિસ્સો ધરાવે છે. 
કોલસા આધારીત વીજ ઉત્પાદન અંગે હાલ દુનિયાભારમાં ચર્ચા શરૂ થઇ છે. તેનાથી પર્યાવરણને ગંભીર નુકાસન પહોંચી રહ્યું છે. વાત કચ્છની કરવામાં આવે તો કચ્છમાં કોલ આધારીત થર્મલ પ્લાન્ટ આવેલા છે. જેમાંથી બે ખાનગી કંપનીઓ મુન્દ્રામાં આવેલી છે તેના પ્લાન્ટ છે. હવે આ પ્લાન્ટના કારણે વીજળી ભલે મળી રહી હોય પરંતુ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. ખાસ કરીને એસઓ2 જેવા ઝેરી ગેસ વાતાવરણમાં ભળી રહ્યા છે. તાજેતરમાં ગ્રીનપીસ જેવી આંતરાષ્ટ્રીય સંસ્થાએ વૈશ્વિક એસઓ2ના ઉત્સર્જનમાં કચ્છની પણ નોંધ લીધી હતી. એસઓ2ના ટોપ 50 કેન્દ્રોમાં બે કચ્છના સ્થાનો હતા. આ બધાની વચ્ચે ભારતમાં કોલસાની આયાત ઘટવાને બદલે વધી રહી છે. વીજળીની માંગ વધતી હોવાથી કોલસાની આયાત પણ વધી રહી છે. 
 
ગત વર્ષની તુલનાએ તાલુ વર્ષના એપ્રીલથી ઓગસ્ટ સુધીના પાંચ મહિનામાં કોલસાની આયાતમાં 28 ટકા વધારો નોંધાયો છે. ભારતની કંપનીઓએ આ સમયગાળા દરમિયાન કુલ 28.70 મિલિયન મેટ્રીક ટન કોલસાની આયત કરી હતી. કુલ 32 વીજ ઉત્પન્ન કરતી સરકારી અને પ્રાઇવેટ કંપનીઓએ આ આયાત કરી છે. હવે ચોંકાવનારી વાત એ છે કે આ 28.70 એમએમટીમાંથી 11.58 એમએમટી જેટલો જથ્થો કચ્છની બે ખાનગી કંપનીએ જ આયાતનો છે. એટલે ભારતની આયાતમાંથી કચ્છની બે કંપનીઓનો હિસ્સો 40 ટકા છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રીસીટી ઓથોરિટિએ જાહેર કરાયેલા આંકડા પ્રમાણે એકલા અદાણી મુન્દ્રા પાવર પ્લાન્ટે આ પાંચ મહિનામાં 7.34 એમએમટી કોલ આયાત કર્યો હતો. તો મુન્દ્રા ખાતે આવેલા ટાટા પાવર પ્લાન્ટે 4.24 એમએમટી કોલસો આયાત કર્યો હતો. એકબાજુ કચ્છમાં એસઓ2નો વાતાવરણમાં પ્રભાવ વધી રહ્યો છે. તેની બીજીબાજુ આ આંકડા કચ્છ માટે ચોંકાવનારા છે.
 

સૌર અને પવન ઊર્જામાં પણ કચ્છ મોખરે
કોલ આધારીત વીજ ઉત્પાદનમાં કચ્છના એક બાજુ પ્રદૂષણ વધી રહ્યુ છે. જોકે તેની બીજીબાજુ રાહતની વાત એ છે કે હાલ કચ્છમાં સૌર અને પવન ઊર્જામાં અબજોનું રોકાણ થઇ રહ્યું છે. જેનાથી આવનારા સમયમાં કોલ આધારીત વીજળીનો વપરાશ ઘટાડવામાં મદદ મળશે. જોકે કોલ આધારીત પ્રદૂષણને ઘટાડવા અંગે કોઇ ગંભીર પગલા ભરાઇ રહ્યા નથી.