કચ્છ / ભુજમાં જૂની અદાવતમાં જૂથ અથડામણમાં 1નું મોત, 4 ઘાયલ સારવાર હેઠળ

  • જૂથ અથડામણ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો
  • પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી સાવચેતી રૂપે આસપાસના ઘરોમાંથી શસ્ત્રો કબ્જે કર્યા

Divyabhaskar.com

Oct 30, 2019, 05:53 PM IST

ભુજ: આજે શહેરના વોકળા ફળિયામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ઘીંગાણું ખેલાયું હતું. જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય ચારને ઈજા પહોંચતા તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તલવાર, પાઈપ જેવા ઘાતક હથિયારો સાથે બે જૂથ વચ્ચે ઘીંગાણું થયું હતું.

ઘીંગાણાને પગલે પોલીસના ઘાડા ઉતર્યા
બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં થયેલી જૂથ અથડામણ બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે સાવચેતી રૂપે બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આસપાસના ઘરોમાં કોમ્બિંગ કરીને શસ્ત્રો કબજે કર્યા હતા.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી