તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાંતિતીર્થના નબળાં સંચાલનના મુદ્દે જવાબદારોને મંત્રીએ ખખડાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર ખાતે ફરિયાદો થતાં રૂબરૂ મુલાકાતમાં ખામીઓ બહાર આવી
  • જીએમડીસીના અધિકારીઓને જાહેરમાં જ ઝાટકતાં ચકચાર મચી ગઇ નાંખ્યા

માંડવીઃ માંડવી એક બાજુ હાલ પ્રવાસન છેત્રે નામના મેળવી રહ્યું છે. તેની બીજીબાજુ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારક ખાતે કેટલીક સુવિધાઓ ખૂટી રહી છે. જેની ફરિયાદો છેક ગાંધીનગર સુધી જતા રાજ્યમંત્રી વાસણ આહિરે તીર્થની રૂબરૂ મુલાકાત લઇ જીએમડીસીના અધિકારીને જાહેરમાં ઝાટકી નાંખતા ચકચાર મચી હતી. તાત્કાલિક સુવિધા સુધારવા તાકિદ કરી હતી.
 
લાંબા સયમથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક અંગે ખૂટતી સુવિધા અંગે ફરિયાદો ઉઠી હતી. તાજેતરમાં આ અંગે ગાંધીનગરમાં બેઠક થઇ હતી. જેમાં સંચાલન બરાબર નહીં થવાથી પ્રવાસીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. તથા પ્રવાસીઓની સંખ્યા ઘટે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરે આ અંગે મીટિંગ લેવા છતાં કોઇ સુધારો ન આવતા અચાનક પ્રવાસનના રાજ્યમંત્રી વાસન આહિર ક્રાંતિતીર્થની મુલાકાતે આવી ચડ્યા હતા. 
 
આવતા દિવસોમાં સ્મારક બંધ કરવાના દિવસો ન આવે તે માટે જીએમડીસી ગઢશીશાના મેનેજર શૈલેશ પટેલ અને સ્થાનિક મેનેજરને જાહેરમાં ઝાટકણી કાઢવામાં આવી હતી. તથા તમામ રીપોર્ટ સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાને આપવાની સુચના આપી હતી. તીર્થને આધુનિક બનાવા માટે સંપૂર્ણ સહયોગ મળવા પાત્ર હોવાથી અને મોટું ફંડ એકત્રિત હોવાના કારણે ટૂંક સમયમાં તમામ સુવિધા અને ખામીઓને પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ સ્વપ્નને સાકાર કરવાની ખેવના વ્યક્ત કરવામાં આવી હતી.
 

હવે માંડવીમાં પણ ટેન્ટ સિટિને મંજૂરી
માંડવીના સમુદ્રી કિનારે ગુજરાત પ્રવાસન નિગમ પીપીપીના ધોરણે 50 ટેન્ટ ઊભા કરવાની યોજનાને પ્રાથમિક મંજૂરી મળી ગઇ છે. જેના પગલે આવનારા દિવસોમાં દરિયા કિનારે ટેન્ટસિટિ ઊભી કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યમંત્રીએ કરી હતી.