તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લાખોંદઃ ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહેલી 11,000 વોલ્ટેજનો વીજભાર ધરાવતી વીજલાઇનના પોલમાં શુક્રવારે ગેસના બાટલા ભરેલી ટ્રક ચાલકની બેદરકારીથી અથડાઈ હતી,જેમાં મોટી દુર્ઘટના ઘટતા માંડ માંડ બચી હતી. ઘટનાસ્થળેથી પ્રાપ્ત વિગતો અનુસાર આ ટ્રક ભુજ તરફ જઈ રહી હતી, એ વેળાએ કલ્યાણેશ્વર મહાદેવના ગેટની સામે,જ્યાં ધોરીમાર્ગના કામનું મટેરીયલ પડ્યું છે તેના પર ચડી ને છેક થાંભલામાં જઈને આ ટ્રક ભટકાઈ હતી.
ડ્રાઇવરની બેદરકારીના કારણે અકસ્માત
આશ્ચર્યની વાત એ હતી કે આ ટ્રકમાં મોટી માત્રામાં ગેસના સિલિન્ડર ભરેલા હતા. જો આ સ્પાર્ક વખતે એકાદાક બાટલામાં નાનકડી આગ લાગી હોત તો ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર મોટી જાન કે માનહાની સર્જાવા પામત.અત્રે એ પણ નોંધનીય છે કે પીજીવીસીએલના અધિકારીઓના જણાવ્યાનુસાર ત્રણેક થાંભલાને નુકસાન સાથે નમી ગયા હતા. જે એકદમ ભુજ-ભચાઉ ધોરીમાર્ગ ઉપરથી પસાર થાય છે. જો કે થોડી વાર વીજપુરવઠો બંધ રાખી તુરંત બીજા ફીડરમાંથી વીજપુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. ડ્રાઇવરની બેદરકારીના કારણે વીજલાઇનના પોલ સાથે ગાડી ભટકાઇ હતી પરંતુ સદભાગ્યે કોઇ નુકસાની થઇ ન હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.