તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું, જીરું અને ઘઉંના પાકને નુકસાન થવાથી ખેડૂતોની હાલત દયનીય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • કચ્છમાં રાત્રે 2 વાગ્યાથી ગાંધીધામ, નખત્રાણા, અંજાર, ભચાઉ, ભુજમાં વરસાદ
 • નવરાત્રી, દિવાળીમાં હાજરી પૂરાવ્યા બાદ હવે વરસાદે ઉત્તરાયણના આગલા દિવસે પતંગબાજોને ચિંતા કરાવી
 • મોરબી, ધોરાજી, ભાયાવદરના ગામોમાં જોરદાર ઝાપટું

મોરબી, ભાયાવદર, ધોરાજી, જૂનાગઢ, જામનગર, ભુજઃ કમોસમી વરસાદને જાણે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગોઠી ગયું છે અને એક પછી એક પર્વ પર હાજરી પૂરાવ્યા બાદ હવે ઉત્તરાયણ પર પણ હાજરી પૂરાવવા આવી ગયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના શહેરોમાં સવારથી હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા. જો કે ભાવનગરમાં માત્ર ધ્રાબડિયો માહોલ રહ્યો હતો. વરસાદથી વાતાવરણ વધારે ટાઢુંબોળ બની ગયું હતું. તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો અને ઘઉં તેમજ જીરુંના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
કચ્છ સૌરાષ્ટમાં ભારે વરસાદ
આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો  હતો.
મધ્યગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ
વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.
ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો
બનાસકાંઠામાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ વાદળમય થતાં ચોમાસા જેવા માહોલ થયો હતો. અમીરગઢ સૂઈગામ સહિત કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. રવી પાકોમાં નુકસાનની ભીંતિથી ખેડૂતો ચિંતીત છે.
માંગરોળમાં રસ્તાઓ પર પાણી વહ્યા
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બસસ્ટેન્ડ, ટાવર ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ ગાઢ ધુમ્મસ અને બીજી તરફ વરસાદથી ખેડૂતો પર પડ્યા પર પાટા સમાન સ્થિતિ સર્જાઇ છે.

ખેડૂતોમાં ચિંતા છવાઈ
મોરબીના નાના વાવડી, બિલિયા, શનાળા, રવાપર, જેતપર, માળિયા, વેણાસર, ખાખરેચી, કુંભારિયા, હળવદ, માનગઢ, ટીકર અને અજિતગઢ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગામડામાં શેરીમાંથી પાણી ફરી વળ્યા હતા. ધોરાજીમાં સવારના જ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બની ગયા હતા. ભાયાવદરમાં સવારથી ધુમ્મસ તેમજ ધ્રાબડિયા વાતાવરણ વચ્ચે જોરદાર વરસાદનું ઝાપટું વરસી ગયું હતું.

ઘણાં જિલ્લામાં ઝાપટાં પડ્યાં
દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત જામનગરના ગ્રામ્ય પંથકમાં સોમવારે વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. જૂનાગઢ શહેર ઉપરાંત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાંને લીધે રસ્તે જતા લોકોએ થોડીવાર માટે દુકાનોના છાપરા નીચે આશરો લેવો પડ્યો હતો. અમરેલી, પોરબંદર અને ગીર–સોમનાથ જિલ્લામાં પણ સવારના પહોરમાં વાદળછાયા માહોલ સાથે વરસાદ વરસ્યો હતો. જેને લીધે ખેડૂતોમાં ચિંતા પેઠી હતી. વરસાદને લીધે દિવસભર ટાઢોડું છવાયું હતું. કચ્છના આડેસર, ભચાઉ, ભુજ, દયાપર, નારાયણ સરોવર ખાતે મધરાતથી સવાર સુધી હળવા છાંટા વરસ્યા હતા.  જો કે 11 વાગ્યા બાદ સૂર્યનારાયણે દેખા દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો