પોલીસની ટીમોએ ઘાતક હથિયારો સાથે લઇ ફરતા 11ને પકડ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક જ સપ્તાહમાં કચ્છમાં ફાયરીંગના બનેલા 4 બનાવથી કાયદાના ધજાગરા ઉડી ગયા હતા
  • કાયદો વ્યવસ્થા કથળતાં આખરે પશ્ચિમ કચ્છ પોલીસની જુદી જુદી ટુકડીએ કમર કસી

ભુજઃ પશ્ચિમ કચ્છમાં કાયદો વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડાવતા અને ખુલ્લેઆમ ગુનાહિત પ્રવૃતિ આચરનારા અસામાજિક તત્વો સામે આખરે પોલીસે કડક અખત્યાર ઉગામીને કાયદાનો પર્ચો બતાવ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન જાહેરમાં ઘાતક હથિયારો સાથે ફરતા અગ્યાર શખ્સોને ઝડપી પાડી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એલસીબી, એસઓજી અને શહેર એ-બી ડિવિઝન પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ સયુક્ત ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ભુજ તેમજ તાલુકાના ગામોમાંથી નાની- મોટી છરી અને લાકડાના ધોકા પાઇપો જેવા હથિયારો રાખી જાહેરમાં ફરતાં 11 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.  

પકડાયેલા શખ્સો સામે જિલ્લા મેજીસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ ભુજ એ અને બી ડિવિઝન પોલસ મથકોમાં ગુજરાત પોલીસ એક્ટની કલમ-135 મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમા એલસીબીએ ભુજ તાલુકાના સરલી ગામેથી રમેશ ખમીશા કોલી નામના યુવકને ગેરકાયદે બંદુક સાથે ઝડપી પાડ્યો હતો. તેમજ કેફી પીણું પીને વાહન ચલાવતા એક શખ્સ ઝડપાયો હતો. જ્યારે ડ્રાઇવિંગ દરમિયાન ટ્રાફિકના નિયમભંગ બદલ 5 કેસ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો. આવા તત્વો વિરુધ્ધ પોલીસ અવારનવાર ખાસ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે તેવું એલસીબીની યાદીમાં જણાવાયું હતું. 

જાહેરમાં છરી કે ધોકા સાથે પકડાયેલા આરોપીઓના નામ
સોહિલ મહમદ શરીફ ટાંક (રહે.સંજોગનગર, ભુજ), હનીફ ઉર્ફે હનીયો સુલેમાન કક્કલ (ઉ.વ.26), રહે.રામનગરી ભુજ, સિકંદર ઉર્ફે બાબા ઉમર ત્રાયા (ઉ.વ.30), રહે.રામનગરી, ભુજ), અરૂણ ઉર્ફે લાલો રામજીભાઇ મારવાડા (ઉ.વ.31), રહે.અંજલિનગર ભુજ, કલ્પેશ નારણ સોની રહે માનકુવા, દાઉદ ઓસ્માણ લાખા (ઉ.વ.32), રહે ભુજ), શબ્બિર ઇબ્રાહિમ કુંભાર (ઉ.વ.23), રહે.રામપર વેકરા, કય્યુમ જુસબ સમા (ઉ.વ.23), રહે. આશાપુરાનગર, ભુજ, સરફરાજ સિધિક ગગડા (ઉ.વ.23), રહે.આશાપુરાનગર,ભુજ, ઇમરાન મીરખાન મુતવા (ઉ.વ.28), રહે. સંજોગનગર, ભુજ), રમેશકુમાર દામજીભાઇ ચાડ (ઉ.વ.28, રહે.સુમરાસર, ભુજનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...