તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યાં 2000 લોકો મૃત્યુ પામ્યા ત્યાં મૌન પાળ્યું, અલ્લાહબંધની 200મી વરસીએ દેશના 59 સંશોધકોના રણમાં ધામા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરીમશાહીમાં 3200 વર્ષ પહેલા પુરાતત્વ સાઈટ હતી
  • કેટલાય ભૂસ્તરશાસ્ત્રીઓ અહીં પ્રથમ વાર આવ્યા

લાખોંદઃ 16 જૂન 1819 ના ભૂકંપની 200મી વરસીએ દેશના ટોચના 59 સંશોધકોએ ભારત-પાક આંતરરાષ્ટ્રીય બોર્ડરને અડીને આવેલા અલ્લાહબંધની મુલાકાત લઈને રોમાંચિત બન્યા હતા, જો કે કેટલાય ભૂસ્તરશાસ્ત્રીઓ અહીં પ્રથમ વાર આવ્યા હતા. વિઘાકોટથી 22 કિલોમીટર પહેલા આવેલા કરીમશાહીમાં આજથી 3200 વર્ષ પૂર્વે પુરાતત્વીય સાઈટ હોવાના પુરાવાના આધારે સંશોધકોએ અહીં જામીને ચર્ચાઓ કરી હતી.  

કચ્છ યુનિવર્સીટી અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજિકલ રિસર્ચ ગાંધીનગર દ્વારા આયોજિત નેશનલ ફિલ્ડ વર્કશોપના બીજા દિવસે આ આયોજન ગોઠવાયું હતું.શરૂઆતમાં ટીમ ઇન્ડિયા બ્રિજ પહોંચી જ્યાં કચ્છ યુનિવર્સીટીના ડો.મહેશ ઠક્કરે કાળાડુંગર અને કુંવરબેટના વૈજ્ઞાનિક તથ્યો સાથે કચ્છનું ભૂગોળ સમજાવ્યું હતું. ત્યારબાદ મોરીબેટ ખાતે તજજ્ઞ નવીન જુવાલએ 3000 વર્ષ પહેલાના અવશેષોના આધારે દરિયાઈસ્તરના બદલાવ સમજાવ્યા હતા.અલ્લાહબંધના પૂર્વભાગમાં આવેલ કરીમશાહીમાં 3200 વર્ષ પહેલાની પુરાતત્વ સાઈટ વિષે પી.એસ ઠક્કર સહિતના તજજ્ઞોએ ચર્ચા કરી હતી.

સુકાઈ ગયેલી નરા નદી ઉપર ઊભીને પવનની લહેરકીમાં સૌએ 200 વર્ષ પહેલાનું જીવંત શું બન્યું હશે તે યાદ કર્યું હતું તેમ ડો.ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું. સી.પી.રાજેન્દ્રને સીંદરીના ડિપ્રેશનના બદલાવો યુવા સંશોધકોને સમજાવ્યા હતા.ડો.કુશલા રાજેન્દ્રન,પ્રો.દિનેશ મૌર્ય,ડો.ભવાનીસિંઘ દેસાઈ વગેરેએ વિવિધ મુદ્દે છણાવટ કરી હતી.આજેય જ્યાં ઢોરો પુરાણ નદી એટલે શકુર લેકમાં સિંધનું પાણી આવે છે,તે સ્થળની સૌએ મુલાકાત લીધી હતી.અંતમાં વિઘાકોટ ખાતે જે એપિસેન્ટર થકી 16 જૂન 1819ના સાંજે 6:45 વાગ્યે આ ભૂકંપમાં 2000 લોકો મૃત્યુ પામ્યા તેને 16 જૂન 2019માં એજ સમયે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.