માધાપર / ઘરમાં એકલા બાળકને બાંધી ધાડપાડુઓએ સમાન રફેદફે કરી નાખ્યો, કઇ હાથ ન લાગ્યું

The raiders tied the baby alone in the house

  • પિતા ઓફિસે હતા માતા બહેન ભુજ ગયા પાછળ 3 બદમાશોએ કર્યો ચોરીનો પ્રયાસ

Divyabhaskar.com

Sep 14, 2019, 10:51 AM IST

ભુજઃ માધાપરના વેમ્બલીનગરમાં ગત 10મી તારીખે મહોરમને દિવસે એક મકાનમાં તસ્કરો પ્રવેશીને ઘરમાં એકલા રહેલા દશ વર્ષીય બાળકને બાંધી ચોરીનો ધાડ અને લૂટનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. પરિવાર પરત આવતાં સમગ્ર ઘટના અંગે જાણ થઇ હતી જો કે કઇ ચોરાયું ન હોવાથી મકાન માલિકે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ માધાપર ખાતે આવેલા વેમ્બલીનગરમાં રહેતા દિપકભાઇ ટાઉભાઇ મજેઠીયા (ઠકકર)ના ઘરમાં મોહરમના દિવસે સાંજે પાંચ વાગ્યાથી પોણા આઠ વાગ્યા દરમિયાન બનાવ બન્યો હતો. દિપકભાઇ પોતાના ઓફિસના કામે રોકાયા હતા અને તેના પત્નિ અને પુત્રી કામકાજ માટે ભુજ ગયા હતા ત્યારે ઘરમાં તેમનો દશ વર્ષનો બાબો જે બોલી શકતો નથી તે એકલો હતો દરમિયાન દરવાજાની ડોર બેલ વાગતા બાળકે દરવાજો જેવો ખોલ્યો અને ત્રણ અજાણ્યા શખ્સો બળજબરીથી ઘરમાં પ્રવેશી બાળકના મોઢા પર ડુચ્ચો મારી અને બે હાથ બાંધી દીધા હતા. બાદમાં બે શખ્સ ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં ઘુસ્યા હતા રૂમમાં પડેલા સરસામાનને રફેદફે કરી નાખ્યો હતો 15થી 20 મિનીટ સુધી આ બદમાશો ઘરમાં ફેંદાફેંદ કરી હતી. બાદમાં કઇ હાથ ન લાગતા આ શખ્સો ભાગી છુટ્યા હતા. આ ઘટનામાં કઇ ચોરાયું ન હોવાથી મકાન માલિકે ફરીયાદ કરવાનું ટાળ્યું હતું. બનાવને પગલે રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

માતા-પિતા ઘરે આવ્યા ત્યારે બાળક બાંધેલી હાલતમાં પડ્યો હતો
ઘટના બાદ માતા પિતા બહેન જેવા ઘર આવ્યા ત્યારે મકાનનો દરવાજો ખુલ્લા પડેલા જોયા હતા. અને બાળક મોંઢા પર ડુચ્ચો સાથે બાંધેલી હાલતમાં ઘરના એક ખુણામાં જોવા મળતાં તાત્કાલિક પુત્રને બંધનમાંથી મુક્ત કર્યો હતો.

બાળકે સમગ્ર ઘટના માતા પિતા સમક્ષ વર્ણવી
બાળક ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો હતો અને માતા પિતાને તસ્કરોએ ઘરમાં મચાવેલા આંતક વિશે માતા-પિતા સમજી શકે તેમ સમગ્ર ઘટના વર્ણવી હતી.

વેમ્બલીનગરના લોકો ઘટનાથી રહયા અજાણ
વેમ્બલીનગરમાં દિપકભાઇના ઘરે આટલી મોટી ઘટના બની અને તે પણ ધોળા દહાડે તેમ છતાં આસપાસ રહેતા લોકોને કઇજ ખબર ન પડી અને સાડા ત્રણ કલાક દરમિયાન હુમલાખોર ટોળકી આવી અને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કરી નીકળી ગઇ.

X
The raiders tied the baby alone in the house
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી