• Home
  • Kutchh
  • Bhuj
  • The Chabahar port cargo will be provided with 40% flexibility to return to Kandla

ગાંધીધામ / ચાબહાર પોર્ટનો કાર્ગો કંડલા તરફ વાળવા 40 ટકા રાહત અપાશે

The Chabahar port cargo will be provided with 40% flexibility to return to Kandla

  • કંડલા પોર્ટની બોર્ડ બેઠકમાં  લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
  • ગાંધીધામના શક્તિનગર, અપનાનગરમાં સરકારની નવી જંત્રી મુજબ ફ્રી હોલ્ડ કરાશે
  • તુણા ટેકરા ખાતે 5 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરી

Divyabhaskar.com

Oct 11, 2019, 11:05 AM IST

ગાંધીધામઃ સતત 13 વર્ષથી દેશના નંબર વન પોર્ટ બનેલા કંડલામાં કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે વધુને વધુ સુવિધાઓ પોર્ટ યુઝર્સને આપી શકાય અને ખાનગી બંદરોની હરીફાઇમાં ટકી રહેવાય તે માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કંડલા પોર્ટની યોજાયેલી બેઠકમાં ચાબહાર પોર્ટમાં જે કાર્ગો મુન્દ્રા થકી જાય છે તેમાં 40 ટકા રીબેટ આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો. જેએનપીટી પણ આ રીતે વળતર આપે છે. જ્યારે તુણા ટેકરામાં કન્ટેનર ટર્મીનલ બની શકે છે કે કેમ તે અંગે કન્સલટન્ટ નિમવામાં આવ્યા હતા તેના અભિપ્રાય મુજબ 5 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટમાં પણ મંજુરીની મહોર લગાવવામાં આવી હતી. આ ઉપરાંત શક્તિનગર, અપનાનગરમાં લીઝની જમીન ફ્રી હોલ્ડ કરવામાં મકાનના પૈસા લેવાતા હતા તે હવે પ્લોટના લેવાના આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે જે મુજબ એસઆરસીએ એક અંદાજ મુજબ લાખો રૂપિયાનું રિફંડ ચુકવવું પડે તેવી સ્થિતિ છે.

કંડલા પોર્ટના ચેરમેન સંજય મેહતાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં સીવીડોરની લાયસન્સ ફી પર ટન લેવામાં આવશે. મીઠાના 26 પ્લોટની હરરાજીની પ્રક્રિયા કરવા માટે મંજુરી આપવામાં આવી હતી. ગાંધીનગરની જેમીન સંસ્થાને ગ્રીનપોર્ટ કરવા માટે આગળ વધવા લીલીઝંડી આપવામાં આવી હતી. ભુજની ગાયક સંસ્થાને એડવાઇઝરી બાયોલોજી બુક માટે પણ કામ આપવા નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે જેટી નં. 13ના 260 કરોડ રૂપિયા ચૂકવવાના આર્બીટેશનના કિસ્સામાં અપીલ કરવા પણ નક્કી કરવામાં આવ્યું હોવાની વિગત સૂત્રોમાંથી મળી રહી છે. આજની આ બેઠકમાં સચિવ વેણુગોપાલ, અન્ય સભ્યો હાજર રહ્યા હતા.

ઓછામાં ઓછું 10459 ફેમીલી પેન્શન ચૂકવાશે
બોર્ડમાં લેવામાં આવેલા મુદ્દાઓમાં કર્મચારીઓના હિતને લગતા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં દરેક કામદારને અત્યારે રોજના 90 રૂપિયા કેન્ટીન સબસીડી ચૂકવાય છેતે વધારીને 175 રૂપિયા કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછું ફેમીલી પેન્શન 10450 ચૂકવાશે જેનો અમલ 1-1-2017થી કરવામાં આવશે. મેરીટ સ્કોલરશીપ તથા કેસ એવોર્ડ માટે નવી સ્કીમને મંજુરી આપવાની છે જેનો લાભ મહત્તમ કર્મચારીઓને મળશે.

તેમના સંતાનોને પણ સારૂં એવું પ્રોત્સાહન મળશે. વારસદાર તરીકે જે કાચા કામદાર તરીકે કામ કરે છે તેમને રજા, મેડીકલ સુવિધા, ન્યૂ પેન્શન સ્કીમના લાભ તથા ગ્રુપ ઇન્સ્યોરન્સમાં સમાવેશ કરવામાં આવશે. આવા 50 જેટલા કામદારોને લાભ થશે. લેબર ટ્રસ્ટી મનોહર બેલાણી અને એલ. સત્યનારાયણે ચર્ચામાં ભાગ લીધો હતો. ઉપરોક્ત નિર્ણયો સિવાય પણ કામદારોને કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી હતી. ચેરમેને પણ આશ્વાસન આપ્યું હતું કે, બાકીના મુદ્દાઓ પણ આવનારી બોર્ડ બેઠકમાં ચર્ચા કરી નિર્ણય લેવાશે.

X
The Chabahar port cargo will be provided with 40% flexibility to return to Kandla
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી