ગાંધીધામ / 2016ના સચિન હત્યાકાંડમાં સેઝ માટે ચર્ચિત રફીક બારાનું નામ ખુલ્યું

Rafiq Bara's name for gandhidham murder case of 2016

  • 2016માં GIDCમા વેપારીની ફાયરિંગ કરીને હત્યા કરાઈ હતી
  • હત્યા પાછળ અફરોઝ અને રફીક દ્વારા આર્થિક હિતો સંકળાયેલા હોવાની શક્યતા
  • હવે તો કાળો નહિ, લોહિયાળ બન્યો કપડાનો કારોબાર!

Divyabhaskar.com

Sep 14, 2019, 10:46 AM IST

ગાંધીધામઃ ગાંધીધામના યુવા વેપારીની 3 વર્ષે અગાઉ ગોળીઓ ધરબી હત્યા નિપજાવવાની ઘટનામાં સેઝ માટે સતત ચર્ચામાં રહેતા રફીક બારાનું નામ તપાસમાં બહાર આવવા પામ્યું છે. નામ બહાર આવ્યા બાદથી તે ફરાર હોવાનું માલુમ પડે છે. 1 ઓગસ્ટમ 2016ના મોડી સાંજે ગાંધીધામના જીઆઈડીસી વિસ્તારમાં પોતાની ફેક્ટરીની બહાર ઉભેલા યુઝ્ડ ક્લોથ, સ્ક્રેપના યુવા વેપારી સચિન ઉર્ફે મ્રુત્યુજંય સુરેન્દ્રનાથ ધવનની બાઇકમાં આવેલા બે શખસો ફાયરિંગ કરીને હત્યા નિપજાવી હતી. સમગ્ર વેપારી આલમ સહિત સંકુલ માટે આઘાત જનક બનેલી આ ઘટના અગાઉ વેપારીએ તેની પાસેથી ખંડણીની માંગણી કરાઈ રહી હોવાનું પણ જણાવ્યુ હતુ.

આ સમગ્ર ઘટનાક્રમમાં પાછળ મુખ્ય ષડયંત્ર કારી મુળ હરિયાણાના ગેન્ગના અફરોઝ અન્સારી અને બશીરને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. જેમનો ઉદ્દેશ્ય વેપારીની હત્યા નિપજાવીને સંકુલમાં પોતાની ધાક બેસાડી ખંડણી વસુલવાનો મુંબઈ સ્ટાઇલ અસામાજિક પ્રવૃતિ કરવાનો હોવાનું બહાર આવ્યુ હતુ. સ્થાનિક કોર્ટે અફરોઝને આજીવન કારાવાસની સજા આપી હતી. આ તમામ વચ્ચે આ સમગ્ર પ્રકરણમાં રહેલા મુખ્ય 5 આરોપીઓમાંથી બે ઝડપાયા હતા અને ત્રણ આરોપી રીંકુ, અલી અને સન્ની ફરાર હતા. ચાલુ વર્ષે તેમાંથી રીંકુ રામપાલને હરીયાણાથી ઝડપી પડાયો હતો.

આગળ વધી રહેલી તપાસમાં વધુ નામો ખુલવા પામ્યા છે, જેમાં રફીક લાલા બારાનો પણ સમાવેશ થાય છે. રફીક કાસેઝ સબંધિત ગતીવીધીઓના કારણે ગત કેટલાક વર્ષોથી સતત ચર્ચામાં રહ્યો હતો. આ પ્રકરણમાં કાસેઝમાં દાણચોરી માટે બદનામ એવા યુઝડ ક્લોથના કારોબારમાં વેપારી નિકળી જાય તો આ સમગ્ર કારોબાર તેના હસ્તક આવી જાય અને તેના કારણે મોટૉ આર્થિક લાભ ખાટી શકાય, તેવા આશયથી આ સમગ્ર પ્રકરણમાં આર્થિક સહયોગ આપીને ક્રુત્યમાં જોડાયો હતો તેવું બહાર આવવા પામ્યું છે. જેની પૂછપરછ અને તપાસાર્થે પોલીસે તેના ઘરની પણ સર્ચ કરી હતી પરંતુ તે મળવા પામ્યો નથી અને ગત પખવાડીયાથી ફરાર થઈ ગયેલ છે. આ અંગે તપાસનીસ બી ડિવિઝન પીઆઈ જે.પી. જાડેજાએ સમગ્ર બાબતને સમર્થન આપી તપાસ ચાલુ હોવાનું કહ્યું હતુ.

કાસેઝમાં યુઝડ ક્લોથના કારોબાર પોલીસીમાંથી છટક બારી ગોતી કે અન્ય રીતે દાણચોરી, અંડર કે ઓવર વેલ્યુએશન દેખાડી, મીસ ડિક્લેરેશન કરીને કરોડૉનો કારોબાર કાળો થયો હોવાનું ગત દશકાથી બહાર આવતુ રહ્યું છે અને તેની ફરિયાદો ઉઠતી રહિ છે. પરંતુ હવે આ કાળો કારોબારમાં આર્થિક હિતો અને વર્ચસ્વની લડાઈ માટે હત્યા સુધીનો મામલો થયો હોવાનું પણ બહાર આવતા લોહીથી લાલ થઈ ગયો છે તેવું જાણકાર વર્તુળોએ જણાવ્યુ હતુ.

કાસેઝએ તેની એન્ટ્રી પર પ્રતિબંધ ફરમાવ્યો હતો
કાસેઝમાં કપડાં સહિતની દાણચોરી માટે લાઈઝ્નીંગ અને લોબીંગનું કામ કરવા માટે તેમજ કંપનીઓને પરેશાન કરવા સહિતના આરોપો ઉઠતા કાસેઝ પ્રશાસનને પીછો છોડાવવા માટે મુખ્ય ગેટ પર ગત વર્ષે આક્ષેપીત શખસનો ફોટૉ લગાવીને તેના પ્રવેશ પર પ્રતિબંધ હોવાનું લખ્યુ હતુ. આ અંગે કાસેઝના જનસંપર્ક અધિકારીનો સંપર્ક ન થઈ શકતા તેમનું મંતવ્ય જાણી શકાયું નહતુ.

હજુ વધુ નામ તપાસમાં ખુલી શકે છે!
આ તપાસમાં અગાઉ 5 શખસોના ષડયંત્રને રચવા અને કરવા માટે નામ બહાર આવ્યા હતા. જેમાંથી ત્રણ આરોપીઓ ઝડપાય બાદ રફીકનું નામ બહાર આવવાની સાથે વધુ નામો પણ ખુલવા પામશે તેવો દાવો આંતરીક આધારભુત સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

X
Rafiq Bara's name for gandhidham murder case of 2016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી