વશીકરણથી ઠગાઇ / માધાપરમાં ગૃહિણીએ સંમોહિત થઇ સોનાની બે બંગડી ગૂમાવી, બે અજ્ઞાત મહિલાઓ છુમંતર થઇ ગઇ

Housewife loses two bracelets of gold in Madhapar

  • મૂર્છામાંથી બહાર આવ્યા બાદ સમગ્ર કિસ્સો પતિને જણાવ્યો
  • ભોગગ્રસ્ત પરિવારે પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી 

Divyabhaskar.com

Sep 14, 2019, 10:54 AM IST

ભુજઃ ભુજ તાલુકાના માધાપર ગામે ગાયત્રી સોસાયટીમાં રહેતી મહિલાના ઘરે બે અજાણી સ્ત્રીઓ આવી હતી. મહિલાને કઈ વાતોમાં લગાડીને સંમોહિત કરી નાખી અને મહિલાને ઘરથી થોડે દુર લઇ ગઇ હતી લોકલ બોર્ડની ઓફિસ પાસે પહોંચીને ખુદ ગૃહિણીએ જ પોતાના હાથે જ તસ્કર મહિલાઓને હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓ અંદાજીત એક લાખની આપી દીધી હતી જ્યારે મહિલાને હોંશ આવે તે પૂર્વે તસ્કર સ્ત્રીઓ છુમંતર થઇ ગઇ હતી. બે દિવસે પૂર્વે બનેલી ઘટનાથી પટેલ ચોવીસીના સમૃધ્ધ ગામમાં ચકચાર મચી જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બે દિવસે પૂર્વે સવારના ભાગમાં બન્યો હતો. ગાયત્રી સોસાયટીમાં રહેતા મહિલાના ઘરે બે અજાણી સ્ત્રીઓ આવી હતી. વાત કરતા કરતા તસ્કર મહિલાઓની ગૃહિણી પર સમોહનની વિધિ કરી દેતા થોડીજ વારમાં આ તસ્કર મહિલાઓ સાથે ગૃહિણી ચાલવા લાગી ગઇ હતી અને સોસાયટીથી થોડે લોકલ બોર્ડની ઓફિસ આગળ જઇને પોતાના હાથમાં પહેરેલી સોનાની બે સોનાની બંગડીઓ કિંમત અંદાજીત એકાદ લાખીની ઉતારીને આપી દીધી હતી. ભાનમા આવ્યા બાદ મહિલાને પોતાના હાથમાંની બંગડીઓ ન દેખાતાં સમગ્ર ઘટના સમજાઇ હતી.

આ બાબતે તેમના પતિને વાત કરતાં શુક્રવારે સવારે ભોગબનાર મહિલાના પતિ બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા. અને ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી જો કે આ બનાવ અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાતાં વધુ વિગતો જાણી શકાઇ નથી.

નવાવાસમાં અગાઉ વૃધ્ધ મહિલાને પણ સંમોહિત કરી લૂટી લેવાઇ હતી
માધાપર ખાતે નવાવાસમાં રહેતા એક વૃધ્ધ મહિલા મંદિરેથી દર્શન કરી તરત ફરતા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે રસ્તો પુચ્છવાના બહાને વાતો કરીને સંમોહિત કરી સોનાની ચેઇન ઉતારી નાશી છુટ્યો હોવાની ઘટના ચારેક માસ અગાઉ બની હતી.

X
Housewife loses two bracelets of gold in Madhapar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી