ડીબી ઓરિજિનલ / કચ્છ ઘાસચારાનું આયાતકાર નહી નિકાસકાર બનશે, માસ્ટરપ્લાન ઘડાઇ રહ્યો છે

Importer of grassland will be exporter Kutch collectorate master plan is being formulated

  • અછત ટાણે જિલ્લાને સ્વનિર્ભર બનાવવા પ્રાથમિકતા
  • કચ્છમાં 1980થી 2019ના 4 દાયકા માં 12 વર્ષ અછતના  હતા

Divyabhaskar.com

Oct 08, 2019, 02:03 PM IST

ભુજ: દુષ્કાળિયા મુલક તરીકે ઓળખાતા કચ્છમાં ચાલુ વર્ષે મેઘરાજાએ મહેર વરસાવી અછતના ઓળાને દુર કરવા સાથે પાણી-ઘાસચારાની સમસ્યાને હળવી બનાવી છે. પણ ભવિષ્ય માટે લાલબતી સમાન બનતી આ અછતની સ્થિતિ સમયે આ જિલ્લામાં પાણી અને ઘાસની તંગી જે રીતની વિકરાળજનક હદે પહોંચે છે તે બાબત ચિંતા ઉપજાવનારી છે. અછતની આફતમાંથી સબક શીખવા મળતાં હરકતમાં આવેલ તંત્રે અછતના પડકારનો સ્વનિર્ભરતાથી સામનો કરવાની કાર્યયોજના ઘડવાની શરૂઆત કરી છે. આ આયોજન અંતર્ગત કચ્છને ઘાસચારાનું આયાત નહીં પણ નિકાસકાર બનાવવા માટેનો માસ્ટરપ્લાન ઘડાઇ રહ્યો છે.
4 દાયકા દરમિયાન 12 વર્ષ અછત
કચ્છમાં 1980થી 2019ના 4 દાયકા દરમિયાન 12 વર્ષ અછતના આવ્યા છે. સરેરાશ દર 3 વર્ષો એક જ વાર સારો વરસાદ વરસે છે બાકીના 2 વર્ષ અછત અને અર્ધઅછત જોવા મળે છે. કચ્છમાં માનવી કરતા પશુધનની સંખ્યા લગભગ સરખી જ હોતાં પાણીની સાથે ઘાસચારાની સ્થિતિ મોટો પડકાર બની જતી હોય છે.

 

મહારાષ્ટ્રથી ગયા વર્ષે ઘાસચારો મંગાવવો પડ્યો
ગયા વર્ષે તો કચ્છમાં રેલવેમાર્ગે છેક દહાણુરોડ મહારાષ્ટ્રથી ઘાસચારો મંગાવવો પડ્યો હતો. આ સ્થિતિનું પુનરાવર્તન ટાળવા માટે ભવિષ્યમાં જયારે ઓછો વરસાદ વરસાદ વરસે ત્યારે ઘાસચારો બહારથી ન મંગાવવો પડે અને સ્થાનિકેજ મળી તે માટેનું સુક્ષ્મ આયોજન ચાલી રહ્યાની માહિતી કલેકટર નાગરાજન મહાલિંગમે આપી હતી.
કચ્છ કલેક્ટર પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરે છે
કલેક્ટરે જણાવ્યું હતું કે, અમે આ દિશામાં સર્વગ્રાહી અભ્યાસ કરી આખો એક પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરી રહ્યા છીએ. આ રિપોર્ટ સરકારમાં સોંપી મહતમ ગ્રાન્ટ આ હેતુ મળે તે પ્રકારનું આયોજન ઘડી રહ્યાનું જણાવ્યું હતું. આખી યોજના લાંબાગાળાની હોઇ તેની અમલવારીમાં હજુ ખાસ્સો એવો સમય જાશે.
સંગ્રહ અને વાવેતર રહેશે અને કેન્દ્રસ્થાને
માસ્ટરપ્લાન અંતર્ગત ઘાસનું મહતમ વાવેતર થાય અને વવાયેલા ઘાસની સંગ્રહ ક્ષમતા વધારવા પર ખાસ ભાર મુકાઇ રહ્યો છે. વન વિભાગ, ગૈાશાળા-પાંજરાપોળ તેમજ મહતમ ગૈાચર જમીનમાં હાલ કેટલું વાવેતર થાય છે અને ભવિષ્યમાં કેટલી સંગ્રહ ક્ષમતા વધારી શકાય તેમ છે તેનો વિસ્તૃત અભ્યાસ કરાઇ રહ્યો છે.

 

સ્વૈચ્છીક સંસ્થાઓએ ગામો દતક લીધા
સહજીવન સંસ્થાએ ભુજ,લખપત અને રાપર તાલુકામાં 18 ગામ દતક લઇ 109 હેકટરમાં ઘાસચારો વાવવાની કામગીરી આરંભી છે. સીજીપીએલે 42 ગામ, ગુજરાત ઇકોલોજી કમીશને 405 હેકટરમાં ઘાસચારા વાવેતરની તૈયારી દર્શાવી કાર્ય હાથ ધર્યું છે. આ ઉપરાંત કાઝરી, એગ્રોસેલ, રામકૃષ્ણ ટ્રસ્ટ, અદાણી ફાઉન્ડેશન તેમજ ગાઇડ સંસ્થાનોય સહયોગ લેવામાં આવશે.
વન વિભાગ પાસે હાલ 36 ગોડાઉન: વધુ 23 બનાવવાની દરખાસ્ત
વન વિભાગ પાસે હાલ 36 જેટલા ગોડાઉન કાર્યરત છે આ ગોડાઉનમાં 55 લાખ કિલો ઘાસ સંગ્રહ કરવાની ક્ષમતા છે. સ્થાનિક વન વિભાગે વધુ 23 ગોડાઉન બનાવવા દરખાસ્ત મુકી તો આ પ્લાન અંતર્ગત વધુ ગોડાઉન કાર્યરત કરવાનીય યોજના છે. પૂર્વ-પશ્ચિમ વનતંત્રે હાલમાં_ 2450 હેકટર જમીનમાં ઘાસચારાનુ વાવેતર કરી 15 લાખ કિલો ઘાસ વાવેતર કરવાનો લક્ષયાંક આપ્યો છે.
30 ગામને મોડેલ રૂપે પ્રસ્તુત કરાયા
જિલ્લાના 6 પ્રાંત હેઠળ આવતા 5-5 ગામ મળી કુલ 30 જેટલા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયત અને સ્વૈચ્છીક સંસ્થા મારફત ઘાસચારાનું વાવેતર કરાવી તેને મોડેલ રુપે પ્રસ્તુત કરાયા છે.

X
Importer of grassland will be exporter Kutch collectorate master plan is being formulated

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી