તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Heavy Rainfall In Gandhidham And Mundra Also Good Rain In Bhuj Nakhtrana Rapar And Other Talukas Of Kutch

ગાંધીધામ અને મુન્દ્રામાં ધોધમાર વરસાદ, અંજાર અને ભુજ સહિત કચ્છભરમાં મેઘમહેર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ જિલ્લામાં આ વર્ષે સીઝનનો 148 ટકા વરસાદ ખાબક્યો
  • નખત્રાણા, રાપર, લખપત, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ

ભુજ: આ વર્ષે  કચ્છમાં વર્ષો બાદ ચોમાસું  કચ્છીઓના માટે ખુશીઓ લાવ્યું છે. જિલ્લામાં ઐતિહાસિક રીતે વરસાદ વરસ્યો છે. ભાદરવો મહિનો પૂર્ણ થવા છતાં વરસાદી વાતાવરણ સક્રિય છે. આજે ફરી કચ્છભરમાં વરસાદ વરસ્યો હતો. આજે ગાંધીધામમાં 2.88  ઈંચ અને મુન્દ્રામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે  ભુજ, નખત્રાણા, રાપર,  લખપત, અંજાર, માંડવી સહિતના તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો હતો. આગામી  ત્રણ દિવસ કચ્છમાં વરસાદની આગાહી પણ છે.

આજે સવારથી વરસાદી વાતાવરણ
સવારે કચ્છના રવાપર, ઘડાણી, હાજીપીર, દેશલપર ઉગેડી સહિતના વિસ્તારમાં પવન અને ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ  વરસ્યો હતો. જ્યારે દયાપર, પાનેલી, નેત્રા, રતાડીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. માંડવી, રાપર, મુન્દ્રા, અંજાર,નખત્રાણા, ગાંધીધામ, ભુજ, અબડાસા સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો. ગાંધીધામ માં ધોધમાર વરસાદ વરસતા શહેર પાણી પાણી થયું હતું. અંજાર અને નખત્રાણા શહેરના માર્ગો પર  પાણી ફરી વળ્યા હતા.

આગાહી વચ્ચે આજે વરસાદ
કચ્છમાં 148 ટકા જેટલો આ વર્ષે વરસાદ ખાબક્યો છે. આસો માસ શરૂ થવાની તૈયારી છે છતાં વરસાદ ચાલુ છે. હાલ સાયક્લોનિક સિસ્ટમના કારણે ફરી કચ્છમાં 28થી 30મી સુધી વરસાદની આગાહી છે.  તો તેની અરસ રૂપે છેલ્લા ચાર દિવસથી કચ્છમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ગુરૂવારે પણ જિલ્લામાં ઝાપટા પડ્યા હતા.

 ગુરૂવારે  બે ઈંચ સુધી વરસાદ ખાબક્યો
ગઈકાલે ગુરૂવારે  રાપર તાલુકામાં બપોર બાદ અચાનક વરસાદી માહોલ ઉભો થયો હતો અને તાલુકાના પ્રાથળપટ્ટીના લોદ્રાણી, ગઢડા, બાલાસર, બેલા, મોવાના વગેરે પ્રાંથળ પટ્ટીમાં 2 ઇંચ જેવી મેઘ મહેર થતા અત્યાર સુધી જ્યાં ઓછો વરસાદ હતો ત્યાં મેઘરાજાનું રોદ્ર રૂપ જોવા મળ્યું હતું. તો ભારે પવન સાથે આવેલ વરસાદમાં કેટલીક જગ્યાએ ઉભા પાકોમાં નુકસાન પણ પહોચાડ્યું હતું. જેમાં તાલુકાના મોટી રવ,  જેસડા, સુવઈ, રામવાવ પટ્ટીના કેટલાક ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં વરસ્યા હતા. જેમાં ઉભેલ પાકો બાજરી, જુવાર, મગફરી વગેરેને નુકસાનની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી હતી. તો રાપર શહેરમાં પણ સાંજે ભારે પવન સાથે ઝાપટાં વરસ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...