• Home
  • Kutchh
  • Bhuj
  • Girl student menstruation checking State Women Commission demanded a report from kutch police

કચ્છ / વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ તપાસવા મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, રાજ્ય મહિલા આયોગે અહેવાલ માંગ્યો

ફાઈલ તસવીર- ભુજ પાસેની ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો
ફાઈલ તસવીર- ભુજ પાસેની ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો

  • રાજ્ય મહિલા આયોગ પાસે ભુજના કલંકિત કિસ્સાની નોંધ લઈને રાષ્ટ્રીય મહિલા આયોગે અહેવાલ માંગ્યો

Divyabhaskar.com

Feb 14, 2020, 07:29 PM IST
ભુજ: કચ્છની રાજધાનીમાં શિક્ષણ જગતને કલંક લગાવતો ગઈકાલે મામલો સામે આવ્યો હતો. ભુજ પાસે આવેલી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થિનીઓના કપડાં ઉતારીને તેમના માસિક ધર્મ અંગે તપાસ કરાઈ હતી. આ મામલે ભુજના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સંચાલકો અને પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે રાજ્યના મહિલા આયોગે પશ્ચિમ કચ્છ પોલીસ પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર હવે રાજ્ય મહિલા આયોગ પાસે ભુજના કલંકિત કિસ્સાની નોંધ લઈને રાષ્ટ્રીય મહિલા આયોગે રિપોર્ટ માંગ્યો છે.
ગઈકાલે યુનિવર્સિટીની ટીમે તપાસ કરી હતી
કોલેજિયન વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની મામલો સામે આવ્યા બાદ સફાળી જાગેલી ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીની એક ટીમ તાત્કાલિક સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટ તપાસાર્થે દોડી ગઈ હતી. ત્યાં પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરી હતી જો કે તેનો રિપોર્ટશું આવ્યો તે બહાર આવ્યું નથી. રિપોર્ટના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવાનું કહેવાયું છે.
યુનિવર્સિટીની ટીમ તપાસ માટે પહોંચી
ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તેજલ શેઠ અને અન્ય અધિકારીઓની ટીમ માસિક ધર્મ મામલે થયેલા વિવાદને પગલે સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થિનીઓ અને સંચાલકોના નિવેદનો લેવા દોડી ગઈ હતી. ઘટનાની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાના સંકેતે ટીમે આપ્યા હતા.
કોલેજ હોસ્ટેલ છોડવા વિદ્યાર્થિનીઓેને ચીમકી
વિદ્યાર્થિનીઓએ માંગણી કરી છે કે તેમની સામે ગેરવર્તણૂંક કરનાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો છે કે, તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની સંચાલકોએ ધમકી આપી છે. બેજવાબદાર બનેલા સંચાલકોએ ચીમકી આપી છે કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવતી રહેશે. જો કોઈને મંજૂર ન હોય તો કોલેજ કે હોસ્ટેલ છોડીને જતાં રહે.
X
ફાઈલ તસવીર- ભુજ પાસેની ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતોફાઈલ તસવીર- ભુજ પાસેની ઈન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી