• Home
  • Kutchh
  • Bhuj
  • examines menstruation of girls student than controversy Kutch University team reach institute and college of inquiry

ભુજ / માસિક ધર્મ પ્રકરણમાં‘દીકરીઓ કહેશે એ પ્રમાણે ટ્રસ્ટી મંડળ પગલા ભરશે’

examines menstruation of girls student  than controversy Kutch University team reach institute and college of inquiry

  • માસિક ધર્મની તપાસથી ગિન્નાયેલી વિદ્યાર્થિનીઓની જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ

Divyabhaskar.com

Feb 14, 2020, 10:26 AM IST
ભુજઃ પેડ મામલે હોબાળો થતા સહજાનંદ ઇન્સ્ટિટયુટનું ટ્રસ્ટી મંડળ બેકફુટમાં આવી ગયું હતું. મોટાભાગના ટ્રસ્ટીઓ જવાબ આપવાનું ટાળતા રહ્યા હતા. જો કે, સંસ્થાના વાઇસ પ્રેસીડેન્ટ અને મુખ્ય સંચાલક એવા પ્રવીણભાઇ પીંડોરીયાએ કહ્યું હતું કે, અમે દીકરીઓ કહેશે એ મુજબ જ પગલા ભરવા તૈયાર છીએ. અમારી સંસ્થાએ અનેક ઇવેન્ટમાં સિદ્ધિઓ મેળવી છે, દુરદુરના ગામડાની ગરીબ છોકરીઓને અહીં સારી રીતે રખાય છે. હોસ્ટેલ માત્ર હાઇસ્કુલ માટે છે તેમ છતાં અપડાઉન ન કરી શકે કે વધુ ખર્ચા પરવડે નહી એવી કોલેજની છાત્રાઓને પણ અમે ખાસ કિસ્સામાં રાખીએ છીએ. મતલબ કે સંસ્થાઓ પુરેપુરી છોકરીઓ માટે જ છે અને છોકરીઓની તરફેણમાં જ છે. પ્રવીણભાઇએ ઉમેર્યું હતું કે, અમારા માટે દીકરીઓ જ મહત્વની છે.
‘સમાધાન’ના કરાયા હતા પ્રયાસો
સહજાનંદની છાત્રાઓએ ભારે વિરોધ કરતા ટ્રસ્ટીઓએ વાત વણસે નહીં તે માટે છાત્રાઓ અને પ્રિન્સિપાલ, કો-ઓર્ડિનેટર વિગેરેને સાથે બેસાડી સમાધાનના પ્રયાસો પણ કર્યા હતા. આમ છતાં અનેક છાત્રાઓનો રોષ છલકાઇને બહાર આવી ગયો હતો.
વીસી-રજીસ્ટાર તપાસ માટે ગયા હતા
આ અંગે ડીઇઓ પ્રજાપતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ કોલેજનો પ્રશ્ન હોવાથી ઇન્ચાર્જ વીસી દર્શનાબેન ધોળકીયા અને રજીસ્ટાર ડો. તેજલ શેઠ તપાસ માટે ગયા હતા. કમિટી સાથે ચર્ચા વિચારણા કરવા પણ જણાવ્યું હતું.
પેડના નિકાલ માટે સંસ્થામાં વસાવાયું છે એક લાખનું મશીન વસાવેલું છે : સંસ્થા
સહજાનંદ ઇન્સ્ટિટયુટના સર્વેસવા લેખાતા પ્રવીણભાઇ પીંડોરીયાએ જણાવ્યું હતું કે, સંસ્થાએ સેનેટરી પેડના નિકાલ માટે એક લાખના ખર્ચે મશીન વસાવ્યું છે. એટલું જ નહીં છાત્રાલયમાં રહેતી તમામ દિકરીઓને સુર્યા વરસાણી ટ્રસ્ટ દ્વારા દાતાઓની મદદથી વિનામુલ્યે સેનેટરી પેડ પણ પુરા પાડવામાં આવે છે.
X
examines menstruation of girls student  than controversy Kutch University team reach institute and college of inquiry
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી