ભુજ / ડિજિટલ લોકરના દસ્તાવેજો ચાલશે જો તમારૂ એકાઉન્ટ બની શકે તો !

Digital Locker documents will work if you have an account!

  • ડિજિટલ લોકરમાં આધારકાર્ડ મેચ કરાવવામાં જ પરસેવો છૂટી જાય છે 
  • પ્લેસ્ટોરમાં ડિજિલોકરની 3.8 અને એમ.પરિવહનની માત્ર 3.2 સ્ટારની રેટીંગ

Divyabhaskar.com

Sep 11, 2019, 11:10 AM IST

ભુજઃ ગુજરાત સરકારે નવા ટ્રાફિક નિયમો મંગળવારે જાહેર કરી દીધા છે. 16મી સપ્ટેમ્બરથી લાગુ પડનારા આ નિયમોમાં રાજ્યસરકારે દંડમાં રાહત આપી છે. વળી, વાહન ચાલકો ડિજિટલ લોકર વડે પણ દસ્તાવેજો રજૂ કરવાની છૂટ અપાઇ છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આ ડિજિટલ લોકરમાં દસ્તાવેજો અપલોડ પરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે મળતી વિગતો મુજબ નવા ટ્રાફિક નિયમોમાં કેન્દ્રના કાયદાની સામે રાજ્ય સરકારે અંદાજે 50 ટકા જેટલો ઘટાડો જરૂર કર્યો છે. પરંતુ જૂના નિયમના સરખામણીએ દંડ અનેક ઘણો વધી ગયો છે. લોકોને લાયસન્સ, આરસી બુક સહિતના દસ્તાવેજો સાથે રાખવા ન પડે તે માટે ડિજિટલ લોકરમાં રહેલા દસ્તાવેજો
માન્ય લેખાશે.

સરકાર માન્ય ડિજિલોકર અને એમ.પરિવહન પર અપલોડ કરાયેલા દસ્તાવેજો સ્વીકારવામાં આવશે. આ બન્ને સરકારની જ એપ છે. જેને ગુગલ પ્લેસ્ટોરમાંથી ડોઉનલોડ કરી શકાય છે. આ બન્ને ઍપ્લિકેશન આમ તો લાંબા સમયથી અમલમાં છે. મોટી સંખ્યામાં લોકો ઉપયોગ પણ કરે છે. પરંતુ અન્ય સરકારી ઍપ્લિકેશનની જેમ અહી પણ અનેક સમસ્યા છે. અન્ય સરકારી યોજનાઓની જેમ અહી પણ આધાર વેરિફિકેશન કરાવવું પડે છે. સમસ્યાની જડ આ જ છે. અનેક લોકો આધારકાર્ડ નંબર નાંખ્યા બાદ ઓટીપી બાદ પણ આધાર મેચ થયું નથી. ફોન નંબર નાંખ્યા બાદ આધારકાર્ડ આપોઆપ અપલોડ થઇ જાય છે. પરંતુ આધાર મેચ કરાવવા લોઢાના ચણા ચાવવા
જેવી પિડા છે.

આધાર સાથે જોડાયેલા દસ્તાવેજો આપોઆપ આવી જશે
એક વખત જો આધારકાર્ડ વેરિફિકેશન થઇ ગયું તો આ ડિજિલોકર એપ ખૂબ કામ લાગે છે. વળી આધારકાર્ડ સાથે જોડાયેલા દસ્તાવેજો આપોઆપ આ લોકરમાં આવી જાય છે. જેથી આ દસ્તાવેજોને બીજી વખત અપલોડ કરવાના રહેતા નથી.

X
Digital Locker documents will work if you have an account!
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી