માતાનામઢમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું: મંદિર પરિસર ટુંકુ પડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રવિવાર હોવાથી પગપાળાની સાથે વાહનો મારફત પહોંચેલા માઇભકતોની સંખ્યામાં જોવા મળ્યો નોંધપાત્ર વધારો
  • ભક્તો માટે પ્રસાદીની 24 કલાક વ્યવસ્થા : મંદિર પરિસરમાં પણ દર્શન માટે વિશેષ કાળજી

દયાપરઃ નવલી નવરાત્રીના પ્રારંભના દિવસેજ કચ્છ કુળદેવી આઇ આશાપુરા માના સ્થાનક માતાનામઢ ખાતે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડતાં મંદિર પરીસર પણ ટુંકું પડયું હોય તેવી સ્થિતી સર્જાઇ  હતી. રવીવાર હોતાં પગપાળાની સાથે વાહનોથી પહોંચનાર માઇભકતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતાં એક અંદાજ અનુસાર રવિવારે એકાદ લાખ લોકો મળી અત્યાર સુધી 2 લાખ લોકોએ  માના ચરણોમાં શિશ ઝુકાવી દીધાનું જાણવા મળ્યું છે. 
 
રવિવારે તો જાણેકે માતાનમઢ ધામ યાત્રીકોથી ઉભરાયું હોય તેમ બજારથી લઇ મુખ્ય માર્ગ સુધી વાહનોની કતારથી ટ્રાફીકજામ થઇ ગયો હતો. માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા 24 કલાક કાર્યરત અન્નક્ષેત્રમાં લોકોએ મહાપ્રસાદ આરોગવાનો લાભ લીધો હતો. માતાજીના દર્શન કરવા માટે પ્રવેશ ગેટ નંબર 4 પર સુવિધા રખાઇ હોવા છતાં કેટલાક લોકો ત્રણ નંબરના ગેટ પરથી પરત જવા લાગતાં અન્ય યાત્રાળુઓને મુશ્કેલી સહન કરવી  પડી હતી. એક તબક્કે પોલીસે ગેટ  જ બંધ કરી દીધો હતો. 
 

યાત્રાળુઓની ધક્કામૂક્કીથી રેલિંગ તૂટી પડી 
રવિવારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ મઢમાં પહોંચ્યા હતા. વહેલી સવારથીજ દર્શનાથીઓની લાંબી કતાર લાગી ગઇ હતી. દર્શન કરવા માટે પ્રવેશગેટ નંબર 4માં કતારના પગલે એક સમયે ભારે ધક્કામુકી થતાં રેલીંગ પણ તુટી પડી હતી. 

અન્ય સમાચારો પણ છે...