દુર્ઘટના / નખત્રાણા: દર્શન કરવા જતા પરિવારની વાનમાં આગ લાગતા 3 બાળકો સહિત 4 બળીને ભડથું

blast in maruti van after fire car near nakhtrana 3 child burnt in accident

  • અકસ્માતમાં ચારેક લોકોને ઈજાઓ પહોંચી
  • નખત્રાણાનો પરિવાર બિબ્બર ગામે દર્શને જતો હતો

Divyabhaskar.com

Jun 12, 2019, 04:23 PM IST

ભુજ: કચ્છના નખત્રાણાથી નિરોણા જતા હાઇવે ઉપર અરલ ફાટક પાસે એક મારૂતી વાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. નખત્રાણાના રામનગરીમાં રહેતો પરિવાર આજે બિબ્બર ગામે માતાજીના દર્શનાર્થે જતો હતો ત્યારે અરલ ફાટક પાસે દુર્ઘટના ઘટી હતી. જેમાં વાનમાં સવાર ત્રણ બાળકો અને એક વ્યક્તિ ભડથું થઈ ગયું હતું. જ્યારે કારમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે અન્ય 8 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઘાયલોને ખસેડાયા
બિબ્બર ખાતે એક જ પરિવારના 12 સભ્યો દર્શનાર્થે જતાં વાનમાં આગ ફાટી નીકળી હતી. જેમાં દાઝેલા 8 લોકોને પહેલા નખત્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભુજની જી કે જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટના બાદ નખત્રાણા પોલીસ દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
(તસવીર અને માહિતી: રોનક ગજ્જર, ભુજ)

X
blast in maruti van after fire car near nakhtrana 3 child burnt in accident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી