તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઇના ઝવેરીને ભુજના ચીટરોએ ઠગી લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સસ્તુ સોનું આપવાની લાલચ આપી 13.30 લાખ પડાવી લીધા

ભુજઃ સસ્તુ સોનું ખરીદીને કમાઇ લેવાની લાલચમાં આવી જનારાઓને ભુજના ચીટરો ઠગી જાય છે. આવો વધુ એક કિસ્સો બહાર મુંબઇવાસી સોની વેપારી સાથે ફેસબુક પર પરીચય કેળવીને ભુજના ચીટરોએ ફોન પર ડીલીંગ કર્યા બાદ ભુજ બોલાવી બે લાખ પડાવી લીધા બાદ ફરી સુરેન્દ્રનગર બોલાવી 13 લાખ 30 હજાર લઇ સોનાના બિસ્કિટ ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કરનારા 6 શખ્સો વિરૂધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
 
મુંબઇમાં વિરાર ખાતે રહેતાતેમજ મુંબઇ-2 જવેરી બજારમાં વિજય શાંતિ આર્ટ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા  નિલેશ રમણભાઇ જૈન (ઉ.વ.30)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે છેતરપીંડી અને વિશ્વાસઘાતનો બનાવ 7 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 2019 દરમિયાન બન્યો હતો. ભુજના ભુજના સમીર, જીજ્ઞેશ પટેલ વ્યક્તિઓ 10 ટકા ઓછાભાવે સોનું આપવાની વાત કરીને પ્રથમ એડવાન્સ પેટે ત્રણ લાખ બાદમાં 700 ગ્રામ સોનું આપવાનું કહી સુરેન્દ્રનગર બોલાવી ત્યાંથી રતનપર ખાતે રામેશ્વર મંદિર પાસેના એક મકાનમાં જઇને રોકડ રૂપિયા 13 લાખ 30 હજાર લઇ ઘરની બહાર થોડે દુર લઇ જઇ સોનું આપવાની વાત કર્યા બાદ પોલીસના સ્વાંગમાં બે માણસો આવી જતાં આરોપીઓ નાશી છુટ્યા હતા. રૂપિયા કે સોનુ ન આપતા આખરે છેતરાયાનો ભાન થતાં ભુજના સમીર, જીજ્ઞેશ પટેલ, આમીર, મહેબુબ તેમજ ત્રણ અજાણા શખ્સ અને હાજી શરીફ સહિત 8 વ્યક્તિઓ સામે ભુજ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. 
 

ભુજ બોલાવી રામરહિમ નગરમાં એક બંગલામાં બેઠક કરી
ફરિયાદી લાલચમાં આવી જતાં નાના ભાઇ દર્પણ સાથે ભુજ આવ્યા હતા. ત્યારે આરોપી સમીર જી.જે.12 ડીએમ 1995 નંબરની ક્રેટા ગાડીથી આવીને ફરિયાદીને ભુજના નિત્યાનંદ ગેસ્ટ હાઉસમાં રોકાવાનું કહી બાદમાં રામરહીમ નગર વિસ્તારમાં આવેલ પ્રભાત બેકરી પાસે એક મોટા બંગલામાં લઇ ગયો હતો. જ્યાં જીજ્ઞેશ પટેલ નામનો યુવક ત્રણ લાખના 100 ગ્રામ સોનું ડીલ કરી બે લાખ લઇ માલ મુંબઇ પહોંચાડી દેવાની વાત કરી મુંબઇ પરત મોકલી આપ્યા હતા.
 

ફોન ન ઉપાડતાં માલ અન્યને વેચી દીધાનું કહ્યું
 

રતનપરમાં પોલીસ આવતાં આરોપીઓ છુ 
સુરેન્દ્રનગર ફરિયાદી અને તેનો ભાઇ તથા મિત્ર કિશોરભાઇ ત્રણ જણાઓ 16મી સપ્ટેમ્બરના ગયા જ્યાંથી આરોપીએ રતનપર રામેશ્વર મંદિર પાસે એક બંગલામાં લઇ જઇને મહેબુબ નામના શખ્સ સાથે મળાવી 13 લાખ 30 હજાર રૂપિયા ગણવા નકલી નોટો આવે છે તેવું કહી મહેબુબ બહાર જઇને સોનું આપુ છે તેવું કહ્યુ બાદમાં થોડે દુર જતાં બે પોલીસના સ્વાંગમાં માસસો આવી જતાં આરોપી મહેબુબ 13 લાખ 30 હજાર લઇ નાશી છુટ્યો હતો.