તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • An Accident Between Trailer Truck pickup Van Near Mathal Village Of Nakhtarana, Two Women Died

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોડીયા ફાટક પાસે ટ્રેલર-પીકઅપ વાન વચ્ચે અકસ્માત, 3 મહિલા સહિત એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે જ મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે મહિલાના મોત થયા છે જ્યારે એક પુરૂષની હાલત ગંભીર છે - Divya Bhaskar
બે મહિલાના મોત થયા છે જ્યારે એક પુરૂષની હાલત ગંભીર છે

નખત્રાણા: તાલુકાના મથલ ગામ પાસે  ટોડીયા ફાટકથી થોડે ટ્રેલર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓ સહિત એક જ પરિવારના ચારના ઘટના સ્થળે જ મોત થયા છે. મૃતકોમાં શંભુભાઈ પરમાર(ઉ.વ.20), રામુબેન પરમાર(ઉ.વ. 40), જ્યોતિબેન પરમાર(ઉ.વ.20) અને હીરુબેન પરમાર(ઉ.વ.35)નો સમાવેશ થાય છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને 108 મારફતે નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી.

મૃતકો ભુજની રામનગરીમાં રહેતા હતા
નખત્રાણાના ટોડીયા ફાટકથી થોડેક દૂર માતાના મઢ તરફ જતા રોડ પર આજે બપોરે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. હતભાગીઓ ભુજની રામનગરીમાં મેલડી માતાના મંદિર પાસે રહેતા એક જ પરિવારના સભ્ય હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો