તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાયુ વાવાઝોડું આવતીકાલે સાંજ સુધી લખપત અને માંડવી વચ્ચે ટકરાવાની શક્યતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંદ્રા અને માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું

ભુજઃ દરિયામાં હાલ સક્રિય વાયુ નબળું પડી અને ડિપ ડિપ્રેશનના સ્વરૂપે કચ્છમાંથી પસાર થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં આજ સાંજ સુધી વાયુ પસાર થશે. સાંજ સુધીમાં વાયુ લખપત અને માંડવી વચ્ચે ટકરાઈ શકે છે. હાલ સંભવિત વાવાઝોડાના પગલે મુંદ્રા અને માંડવી બંદર પર 2 નંબરનું સિગ્નલ મૂકવામાં આવ્યું છે.

વાયુની સંભવિત અસરથી બચવા માટે કચ્છમાં સરકાર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે. કચ્છ તંત્ર દ્વારા રેસ્ક્યુ તેમજ રાહત અને બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત રખાઈ છે. કચ્છમાં હાલમાં દરિયામાં વાયુના કારણે ભારે કરન્ટ જોવા મળી રહ્યો છે. કચ્છના કલેક્ટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...