તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરાએ માતાને ધમકાવી: બનેવીએ સાળીને ફટકારી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભુજમાં મકાન ખાલી કરાવવા બાબતે ડખો

ભુજઃ ભુજના એરપોર્ટ રોડ પર આવેલા ગાંધીનગરી વિસ્તારમાં રહેતા એક મહિલાને મકાન ખાલી કરાવવા તેના જ પુત્રએ ફોન પર ધમકી અાપી હતી. તો જમાઇએ ધરે આવી સાળી પર લાકડી વડે હુમલો કર્યો હતો.

જમાઇ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત તા. 16/3ના રાત્રે 10 વાગ્યે આ બનાવ બન્યો હતો. ફરિયાદી નિયામતબેન વલીમામદ રહીમ કકલ તથા તેના દીકરી અમીનાબેન ઘરે હતા. ત્યારે નિયામતબેનના ફોન પર તેના જ પુત્ર હબીબનો ફોન આવ્યો હતો. જેમાં હબીબે માતાને કહ્યું હતુ કે, તું મકાનમાં રહે છે તે મકાન મારો છે. તું ખાલી કરતી નથી. માતાએકહ્યું હતું કે મકાન તારા પિતા બનાવી ગયા છે. અને તે મારા નામે છે. તેમ કહેતા આરોપી હબીબે માતાને જ ગાળો આપી ધમકી આપી હતી. ત્યારબાદ રાત્રે નાની દીકરી સાબેરાનો પતિ ઇબ્રાહીમ પણ ઘરે આવ્યો હતો. તેણે પણ સાસુને ઘર ખાલી કરાવનું કહ્યું હતું. ત્યારે નાની દીકરી અમીના વચ્ચે પડતા આરોપી ઇબ્રાહી ઉશ્કેરાઇ ગયો હતો. તેણે અમીનાને લાફો મારી આંગણામાં પડેલી લાકડી મારી હતી. માતાએ વચ્ચે પડી દીકરીને છોડાવી હતી. અંતે માતાએ દીકરા હબીબ વલીમામદ કકલ (ગાંધીનગરી) અને જમાઇ ઇબ્રાહીમ મામદ જુણેજા (ખારસરા ગ્રાઉન્ડ, સંજોગનગર, ભુજ)સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...