તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જયેશભાઇ જોરદાર’ હોં, નેશનલ હાઇવે પણ સામખિયાળી પાસે બંધ કરાવી દીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મના શૂટિંગ માટે માર્ગ બંધ કરાતા 4 કિમી લાંબી લાઇન લાગી
  • બાજુના ગામડામાં શૂટિંગ અને ધોરીમાર્ગ બંધ કરી દીધો
  • રજા ગાળવા કચ્છ આવતા પ્રવાસીઓ પણ ફસાઇ ગયા

સામખિયાળી: સુરજબારી ટોલનાકા પાસે હાલમાં  રણવીરસિંઘ, બોમન ઇરાની સહિતના કલાકારો સાથે ‘જયેશભાઇ જોરદાર’ નામની હિન્દી ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલુ છે. તેમાં અમુક શોટ હાઇવે નજીકના લેવાના હોવાથી એક સાઇડનો હાઇવે બ્લોક કરી દેવામાં આવતા ૪ કિમી સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેથી નાના મોટા સેંકડો વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ રહેવું પડ્યું હતું. 
જેથી કચ્છમાં ઉતરાયણની રજા માણવા આવી રહેલા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી. શૂટિંગ અંદરના જશાપર વાંઢ વાળા રોડ પર ચાલે હતું તો પણ હાઇવે બ્લોક કરી નાખવામાં આવ્યો હતો. આ ફિલ્મના શૂટિંગને કારણે સામખિયાળીના ગ્રામલોકો પણ હેરાન થયા હતાં. ટ્રાફિક જામ થયો હોવાથી ગામમાંથી નીકળીને આગળ વધી જ ન શકાય એવી સ્થિતી સર્જાઇ હતી. દરમિયાન, સામખિયાળીના એ.પી.જાડેજાએ જણાવ્યું હતું કે રવિવારે પણ જરૂર પડશે તો નેશનલ હાઇવે ફરી એક વખત બંધ કરવામાં આવશે.

ફિલ્મ માટે રસ્તો બંધ કરવા કલેકટરે મંજૂરી આપી હતી
સુરજબારી ટોલગેટ પાસે એક રોડ બંધ કરવાની કલેકટર અને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા પરવાનગી અપાઇ હોવાનું પોલીસનું કહેવું છે. તેને લીધે નાના મોટા વાહનો બે દિવસથી ટ્રાફિકજામની તકલીફ ભોગવી રહ્યા છે.

બંદોબસ્ત માટે 40-50 પોલીસ જવાનો પણ ફાળવાયા
સામખિયાળી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઇ એ.પી.જાડેજા સાથે આ ટ્રાફિક બાબતે વાત કરવામાં આવતા તેમણે કહ્યું હતું કે એક સાઇડનો હાઇવે શૂટિંગને કારણે બંધ કરવામાં આવ્યો છે અને તેને લીધે ટ્રાફિક જામ થયો છે. શૂટિંગના બંદોબસ્ત અને સુરક્ષા માટે ૪૦થી ૫૦ પોલીસ જવાનોને પણ તૈનાત કરાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો